પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, મેજર સહિત 3 જવાન શહીદ

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 24, 2017, 12:18 AM IST
પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, મેજર સહિત 3 જવાન શહીદ

  • Share this:
જમ્મૂ કાશ્મીરમાં સરહદ પર પાકિસ્તાન તરફથી આજે એકવાર ફરીથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાને નિયંત્રળ રેખાના કેરી સેક્ટરમાં પેટ્રોલિંગ કરી રહેલા ભારતીય સૈન્યના જવાનોને નિશાન બનાવીને આડેધડ ગોળીબાર કર્યો હતો. ચાર વાગ્યાની આસપાસ કરવામાં આવેલા ગોળીબારમાં ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ થયા હતા.

પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં સૈન્યના એક મેજર પણ શહીદ થઈ ગયા છે. ગોળીબારમાં અન્ય એક જવાન ઘાયલ થયો છે જેને ઉધમપુર સૈન્ય હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, આ સમાચાર લખાઈ રહ્યાં છે, ત્યાંર સુધીમાં ભારતીય સેના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

પાકિસ્તાન તરફથી સાંજના 4 વાગ્યાની આસપાસ ગોળીબાર શરૂ કરવામાં આવી હતી. જે થોડી થોડી વારે રોકાઈ રોકાઈને સતત ચાલું રહી હતી. પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા ગોળીબારનો ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો હતો. અગાઉ ગુરુવારે અને શુક્રવારે પણ પાકિસ્તાન રેંજર્સ દ્વારા એલઓસી નજીકના અનેક વિસ્તારોને નિશાન બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો.

First published: December 24, 2017, 12:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading