OMG: જ્યારે માલિકને વાઘના ખૂની જડબામાંથી કાઢી લાવી ભેંસ, જુઓ આશ્ચર્યજનક કહાની

News18 Gujarati
Updated: April 7, 2021, 12:20 AM IST
OMG: જ્યારે માલિકને વાઘના ખૂની જડબામાંથી કાઢી લાવી ભેંસ, જુઓ આશ્ચર્યજનક કહાની
પ્રતિકાત્મક તસવીર

મારા ગાલ અને ખભા પર પંજા માર્યા. હું જમીન પર પડ્યો. તેણે મને ગળામાં પંજો મારી તેના મોંઢામાં લેવાનો પ્રયત્ન કર્યો. તે સમયે મેં વિચાર્યું કે હું મરી જઈશ

  • Share this:
ઉમરિયા : અત્યાર સુધી માલિકે પોતાની ભેંસને બચાવી હોય તેવું સાંભળ્યું હતું, પરંતુ આ સમયે ભેંસે તેના માલિકને બચાવી છે. તે પણ વાઘણ પાસેથી. વાઘે માલિકને જડબામાં ફસાવી દીધો હતો, પરંતુ ભેંસ તેને મારવા ન દીધો અને માલિકને નવી જિંદગી આપી.

આ અજીબ ઘટના સોમવારે બપોરે લગભગ 3 વાગ્યે બાંધવગઢ ટાઇગર રિઝર્વ પાર્કમાં મધ્યપ્રદેશના ઉમરિયા ખાતે બની હતી. માહિતી મળતાં યુવકને માનપુર કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં દાખલ કરાયો હતો. તેના ચહેરા પર બે ટાંકા લગાવવામાં આવ્યા છે. ખભા પર વાઘના નખના ઊંડા નિશાન પડ્યા છે.

વાઘે કર્યો અચાનક હુમલો

પનપથા રેન્જના રેન્જર પરાગ સેનાનીએ આ હુમલાની સંપૂર્ણ કહાની જણાવી છે. તેણે જણાવ્યું કે, 26 વર્ષીય લલ્લુ યાદવ ઉમરિયાના કોઠૈયા ગામનો ખેડૂત છે. તેમની પાસે કેટલાક પશુઓ પણ છે. લલ્લુ અહીં દરરોજ પશુઓને ચારો ખવડાવવા આવે છે. સોમવારે પણ તે પ્રાણીઓને પાણી પીવડાવી ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે ઝાડીમાં છુપાયેલા વાઘે તેના પર હુમલો કર્યો. લલ્લુને વન વિભાગના વાહનમાં માનપુર કમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચોપતિ-પત્નીને સાથે લગાવી લીધી ફાંસી, લગ્નના 2 વર્ષ બાદ ભર્યું આત્મઘાતી પગલું

એક ક્ષણ માટે લાગ્યું મોત આવી ગયું - ખેડૂતલલ્લુએ જણાવ્યું કે, બપોરના 3 વાગ્યે હું ભેંસને પાણી પીવડાવી રહ્યો હતો ત્યારે અચાનક પાછળથી વાઘે હુમલો કર્યો. તેણે મારા ગાલ અને ખભા પર પંજા માર્યા. હું જમીન પર પડ્યો. તેણે મને ગળામાં પંજો મારી તેના મોંઢામાં લેવાનો પ્રયત્ન કર્યો. તે સમયે મેં વિચાર્યું કે હું મરી જઈશ. પરંતુ તે જ સમયે, મારી ભેંસ મને બચાવવા વાઘ સાથે ભીડાઈ ગઈ.

આ પણ વાંચો - મહેસાણા : હત્યાનો ભેદ ઉકેલાયો, 9 કિન્નરોએ ભેગા થઈને અન્ય કિન્નર ભાવિકાની કરી હત્યા

ભેંસો અને વાઘણ લગભગ 10 મિનિટ સુધી સામ-સામે હતા, પાછળથી વાઘે મને છોડી દીધો. લલ્લુએ જણાવ્યું કે, તે પહેલા પણ આ કાચા માર્ગે ઢેરને લઈને આવી ચુક્યો હતો ક્યારે પણ વાઘ અહીં જોવા મળ્યો ન હતો. જો તેને ખબર હોત તો, પોતાનો અને તેના પશુઓનો જીવ જોખમમાં ન નાખત.
Published by: kiran mehta
First published: April 6, 2021, 10:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading