કોરોનાના વધતા કેસોની વચ્ચે અમિત શાહે કહ્યુ- રાજ્ય ઈચ્છે તો લાગુ કરી શકે છે લૉકડાઉન

News18 Gujarati
Updated: April 19, 2021, 7:31 AM IST
કોરોનાના વધતા કેસોની વચ્ચે અમિત શાહે કહ્યુ- રાજ્ય ઈચ્છે તો લાગુ કરી શકે છે લૉકડાઉન
જો રાજ્ય સરકારોને લાગે છે કે લૉકડાઉન જ કોરોનાની ચેનને તોડવાનો એકમાત્ર વિકલ્પ છે તો તેઓ લૉકડાઉન પર વિચાર કરી શકે છે- અમિત શાહ

જો રાજ્ય સરકારોને લાગે છે કે લૉકડાઉન જ કોરોનાની ચેનને તોડવાનો એકમાત્ર વિકલ્પ છે તો તેઓ લૉકડાઉન પર વિચાર કરી શકે છે- અમિત શાહ

  • Share this:
નવી દિલ્હી. દેશમાં ખૂબ જ ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણ (Corona Infection)ની વચ્ચે ફરી એક વાર લૉકડાઉન (Lockdown) લાગુ કરવાની ચર્ચાઓ તેજ બની ગઈ છે. કોરોનાના વધતા કેસોને જોતાં ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)એ કહ્યું છે કે કોરોનાની બીજી લહેર (Corona Second Wave)માં જે ઝડપથી કેસ વધી રહ્યા છે, તેની પર અમારી સતત નજર છે. તેઓએ કહ્યું કે જો રાજ્ય સરકારોને લાગે છે કે લૉકડાઉન જ કોરોનાની ચેનને તોડવાનો એકમાત્ર વિકલ્પ છે તો તેઓ લૉકડાઉન પર વિચાર કરી શકે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લૉકડાઉનની શક્યતાઓ પર તેને રાજ્યોના વિવેક પર છોડવાનો ઈશારો કર્યો. એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે, માત્ર ભારત જ નહીં, અન્ય દેશોમાં પણ કોવિડની નવી લહેર પહેલાથી અનેકગણી વધારે ખતરનાક સાબિત થઈ છે. બીજા દેશોમાં કોરોનાના કારણે જેટલું મોટું નુકસાન થયું છે તેની તુલનામાં ભારતની વસ્તીના હિસાબથી અમે સારું કામ કર્યું છે. તેઓએ કહ્યું કે અમે આ વાત દાવા સાથે કહી શકીએ છીએ કે ભારતે કોવિડથી લડવામાં અપેક્ષાકૃત સારું કામ કર્યું છે.

આ પણ વાંચો, Coronavirus: કોરોનાના આ 5 લક્ષણોને નજરઅંદાજ ન કરો, તાત્કાલિક હૉસ્પિટલ પહોંચો

અમિત શાહે કહ્યું કે, કોરોનાની આ લડાઈને રાજ્ય સરકારોની સાથે મળી લડવાની જરૂર છે. તેઓએ કહ્યું કે, દેશમાં રેમડેસિવર દવા અને ઓક્સિજનની અછત નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સતત હાલતની સમીક્ષા કરી રહ્યા છે.

આ પણ વાંચો, Corona Second Wave: બીજી લહેર થઈ રહી છે ‘વધુ ઘાતક’, એકથી પાંચ વર્ષના બાળકો પણ થઈ રહ્યા છે સંક્રમિત
ગયા વર્ષની તુલનામાં સ્વાસ્થ્ય સેવાઓ સારી થઈ છે

તેઓએ જણાવ્યું કે, ગયા વર્ષે આપણે કોરોનાને લઈ તૈયાર નહોતા. ત્યારે આપણી પાસે કોઈ દવા કે વેક્સીન નહોતી. હવે સ્થિતિ ઘણી બદલાઈ ચૂકી છે. ડૉક્ટર કોરોનાને સારી રીતે સમજી ચૂક્યા છે. તેમ છતાંય અમે મુખ્યમંત્રીઓની સાથે ચર્ચા કરી રહ્યા છીએ. સામન્ય સહમિત જો સધાય તો અમે તે મુજબ આગળ વધીશું. હાલ જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તેને જોતાં લૉકડાઉન જેવી સ્થિતિ નથી દેખાતી.
Published by: Mrunal Bhojak
First published: April 19, 2021, 7:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading