Char Dham Yatra: હાઇકોર્ટે તમામ માટે ખોલ્યા ધામ, રજિસ્ટ્રેશન અને RTPCR રિપોર્ટ અનિવાર્ય

News18 Gujarati
Updated: October 5, 2021, 1:12 PM IST
Char Dham Yatra: હાઇકોર્ટે તમામ માટે ખોલ્યા ધામ, રજિસ્ટ્રેશન અને RTPCR રિપોર્ટ અનિવાર્ય
ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે. (ફાઇલ તસવીર)

Char Dham Yatra: ખુશખબરી! હાઇકોર્ટે અપર લિમિટ હટાવી, હવે કોઈ પણ જઈ શકશે ચાર ધામ યાત્રા પર, પાળવા પડશે આ નિયમ

  • Share this:
વીરેન્દ્ર વિષ્ટ, નૈનીતાલ. ચારધામ યાત્રાના (Char Dham Yatra) મામલે ઉત્તરાખંડ સરકારને (Uttarakhand Government) હાઈકોર્ટથી (Uttarakhand High Court) મોટી રાહત મળવાના સમાચાર આવ્યા છે. પ્રતિ દિવસ સીમિત સંખ્યાં યાત્રિકોને ધામોમાં પ્રવેશ આપવાના હાઈકોર્ટના ચુકાદામાં સંબોધન બાદ હવે કેદારનાથ (Kedarnath) અને બદ્રીનાથ (Badrinath) ધામમાં યાત્રિકોની (Pilgrim) સંખ્યાને વધારતાં કોર્ટે કહ્યું કે હવે કોઈ પણ શ્રદ્ધાળુ તીર્થ યાત્રા પર જઈ શકે છે. મોટા સમાચાર એવા આવી રહ્યા છે કે કોર્ટે યાત્રિકોની સંખ્યા અમર્યાદિત કરવાનો આદેશ આપ્યો છે. જોકે, કોર્ટે આ આદેશ આપતા ઉત્તરાખંડ સરકારને કહ્યું છે કે તમામ યાત્રિકો માટે મેડિકલ સંબંધી તમામ વ્યવસ્થા પર્યાપ્ત અને ત્વરિત થવી જોઈએ. ચાર ધામોમાં મેડિકલ સુવિધા માટે હેલિકોપ્ટર તૈયાર રાખવાના નિર્દેશ પણ હાઈકોર્ટે આપ્યા છે.

સરકારે કોર્ટમાં દાખલ કરી હતી અરજી

મૂળે, લગભગ ત્રણ સપ્તાહ પહેલા હાઈકોર્ટે (Uttarakhand High Court) ચારધામ યાત્રાની શરતી મંજૂરી (Char Dham Yatra Approval) આપતાં કેદારનાથ ધામમાં (Kedarnath Dham) 800, બદ્રીનાથ ધામમાં (Badrinath Dham) 1000, ગંગોત્રી ધામમાં (Gangotri Dham) 600 અને યમુનોત્રી ધામમાં (Yamunotri Dham) 400 શ્રદ્ધાળુઓને જ એક દિવસમાં દર્શન કરવાની મંજૂરી આપવાની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. ત્યારબાદથી જ શ્રદ્ધાળુઓ વિશાળ સંખ્યામાં ધામો પર પહોંચી રહ્યા હતા અને પ્રશાસનને અનેક શ્રદ્ધાળુઓને રોકવા કે પરત ફરવા માટે કહેવું પડતું હતું. આ સમસ્યા અને શ્રદ્ધાળુઓની માંગ અનુસાર સરકારે ગત ગુરૂવારે સોગંધનામું દાખલ કરી યાત્રિકોની સંખ્યા વધારવાની અરજી કરી હતી.

ચારધામ યાત્રાને લઈ ઉત્તરાખંડ સરકાર અને શ્રદ્ધાળુઓને મોટી રાહત મળી. (ફાઇલ તસવીર)


ઉત્તરાખંડ સરકારે તિરુપતિ અને સોમનાથ મંદિરનો હવાલો આપતા પોતાના સોગંધનામામાં કહ્યું હતું કે આ મંદિરોમાં એક દિવસમાં 2800થી વધુ યાત્રિકોની મંજૂરી છે. પરંતુ ચારધામમાં યાત્રિકોની સંખ્યા ઓછી છે. બીજી તરફ, કેદારનાથના ધારાસભ્ય મનોજ રાવતે પણ કોર્ટમાં પ્રાર્થના પત્ર દાખલ કરી કહ્યું કે તેઓ જનતાનું પ્રતિનિધિત્વ કરે છે, જેથી જનતાને જે તકલીફો પડી રહી છે તેથી તેમનો પક્ષ સાંભળવામાં આવે. કોર્ટ 10 નવેમ્બરે હવે મામલાની સુનાવણી કરશે.

આ પણ વાંચો, મહંમદ પયગંબરનું કાર્ટૂન બનાવનાર લાર્સ વિલ્ક્સનું નિધન, માર્ગ અકસ્માતમાં ગુમાવ્યો જીવઆ તીર્થયાત્રિકોને સાથે રાખવો પડશે નેગેટિવ રિપોર્ટ

ચાર ધામ યાત્રા (Char Dham Yatra) માટે દેશભરના તીર્થ યાત્રી (Pilgrim) પહોંચે છે. ગાઇડલાઇન મુજબ, જે લોકોએ વેક્સીનના બંને ડોઝ લગાવ્યા છે અને તેનું પ્રમાણપત્ર છે, તેમને કોવિડ તપાસનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો ફરજીયાત નથી. પરંતુ સોમવારે ગાઇડલાઇન્સમાં કેટલાક ફેરફાર કરતા કહેવામાં આવ્યું છે કે કેરળ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશથી આવનારા તીર્થયાત્રિકોને ફુલ વેક્સીનેશનનું સર્ટિફિકેટ હોવા છતાંય 72 કલાક પહેલા સુધીનો માન્ય નેગેટિવ રિપોર્ટ દર્શાવવો પડશે.
Published by: Mrunal Bhojak
First published: October 5, 2021, 1:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading