ISROનો પાયો નાખનાર વિક્રમ સારાભાઇએ અંતરિક્ષમાં પણ છોડી હતી પોતાની છાપ, જાણો રોચક વાતો


Updated: August 12, 2022, 11:19 AM IST
ISROનો પાયો નાખનાર વિક્રમ સારાભાઇએ અંતરિક્ષમાં પણ છોડી હતી પોતાની છાપ, જાણો રોચક વાતો
વિક્રમ સારાભાઈ એક ભારતીય ભૌતિકશાસ્ત્રી અને ઉદ્યોગપતિ હતા

Vikram Sarabhai Birth Anniversary - વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ, 1919ના રોજ અમદાવાદમાં (Ahmedabad)થયો હતો, ભારત સરકારે તેમને 1966માં પદ્મ ભૂષણ અને 1972માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા

  • Share this:
આજે ભારતના અવકાશ કાર્યક્રમના જનક વિક્રમ સારાભાઈ (Vikram Sarabhai)ની જન્મજયંતિ છે. વિક્રમ સારાભાઈનો જન્મ (Vikram Sarabhai Birth Anniversary) 12 ઓગસ્ટ, 1919ના રોજ અમદાવાદમાં (Ahmedabad)થયો હતો. તેમના પિતા કાપડના વેપારી હતા. આવી સ્થિતિમાં સારાભાઈના ઉછેરમાં કોઈ પણ પ્રકારની કમી ન હતી. તેમણે પરિવાર દ્વારા સ્થાપવામાં આવેલી શાળામાં અભ્યાસ કર્યો હતો. જેમાં વિજ્ઞાન પ્રત્યે તેની જિજ્ઞાસા અને જ્ઞાનને વધુ તીવ્ર બનાવવા માટે વર્કશોપ પણ ઉપલબ્ધ હતું. 18 વર્ષની ઉંમરે તેઓ રવીન્દ્રનાથ ટાગોરની ભલામણ પર કેમ્બ્રિજ પહોંચ્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે દેશમાં પાછા ફર્યા હતા. તેમણે 1947માં પીએચડી પૂર્ણ કર્યું હતું.

ફિઝીકલ રીસર્ચ લેબોરેટરીની કરી સ્થાપના


ભારત આઝાદ થયા બાદ તેમણે 1947માં ફિઝીકલ રીસર્ચ લેબોરેટરી (PRL)ની સ્થાપના કરી હતી. ભારતમાં વ્યાવસાયિક વ્યવસ્થાપન શિક્ષણની જરૂરિયાતને સમજીને સારાભાઈએ 1962માં અમદાવાદ ખાતે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વૈજ્ઞાનિક સંશોધનમાં તેમની ભાગીદારી હોવા છતાં તેમણે ઉદ્યોગ, વ્યવસાય અને વિકાસના મુદ્દાઓમાં રસ લીધો હતો.

આ પણ વાંચો - આર્ટિસ્ટે અનોખી રીતે બતાવી દેશભક્તિ, પોતાની આંખમાં તિરંગો પેઇન્ટ કરાવ્યો

ઇસરોનો પાયો નાંખ્યો


વિક્રમ સારાભાઈ એક ભારતીય ભૌતિકશાસ્ત્રી અને ઉદ્યોગપતિ હતા. જેમણે અવકાશ સંશોધનની શરૂઆત કરી અને ભારતમાં પરમાણુ શક્તિ વિકસાવવામાં મદદ કરી. તેમના પ્રયાસોનું પરિણામ એ આવ્યું કે આજે આપણા દેશમાં ISRO જેવી વિશ્વસ્તરીય સંસ્થા છે. સારાભાઈએ 1963માં વૈજ્ઞાનિકો સાથે મળીને એક નાનું રોકેટ અવકાશમાં છોડ્યું હતું. આ માટે તે તિરુવનંતપુરમના એક ગામ થુંબા ગયા હતા. જ્યાં ન તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતું કે ન તો ત્યાં બનેલી ઓફિસમાં છત હતી. આજે તે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર તરીકે ઓળખાય છે. તેમણે NASAનો સંપર્ક કર્યો અને 1975માં સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપેરિમેન્ટ (SITE)ની સ્થાપના કરી હતી. આ કારણે ભારતમાં કેબલ ટીવીનો યુગ શરૂ થયો. ભારત સરકારે તેમને 1966માં પદ્મ ભૂષણ અને 1972માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.

સારાભાઇના નિધન બાદ લોન્ચ થયો પ્રથમ સેટેલાઇટ


સારાભાઇના લગ્ન ક્લાસિકલ ડાન્સર મૃણાલિની સ્વામિનાથન સાથે થયા હતા. વિક્રમ સારાભાઇએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ, દર્પણ એકેડેમ ઓફ પર્ફોમિંગ આર્ટ્સ, નેશનલ ઇન્સ્ટિટ્યૂ ઓફ ડિઝાઇન સહિત અનેક સંસ્થાઓના પાયા નાંખ્યા હતા. 20 ડિસેમ્બર, 1971માં સારાભાઇ પોતાના સાથીઓ સાથે થુંબા ગયા હતા. ત્યાંથી તેમણે એક રોકેટ લોન્ચ કર્યુ હતું. ત્યાં દિવસભરની તૈયારીઓ જોઈને તે પોતાની હોટેલ પરત ફર્યા હતા. પરંતુ તે જ રાત્રે અચાનક તેનું મૃત્યુ થઈ ગયું હતું. તેમની પ્રેરણાથી દેશનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ 19 એપ્રિલ, 1975ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો.
First published: August 12, 2022, 11:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading