આવા બોસ બધાને મળે! કર્મચારીઓને આપ્યા 7.5 લાખ રૂપિયા અને કહ્યું જ્યાં ફરવું હોય ત્યાં ફરો


Updated: October 26, 2021, 5:14 PM IST
આવા બોસ બધાને મળે! કર્મચારીઓને આપ્યા 7.5 લાખ રૂપિયા અને કહ્યું જ્યાં ફરવું હોય ત્યાં ફરો
કર્મચારીઓ પર ગિફ્ટનો વરસાદ કરનારી મહિલાનું નામ સારા બ્લાકેલી (Sara Blakely) છે

WATCH video- આ સાંભળતા જ કર્મચારીઓ ચોંકી ઉઠ્યા અને ખુશીથી નાચી ઉઠ્યા, અમુક કર્મચારીઓ ભાવુક પણ થઇ ગયા. હાલ સોશિયલ મીડિયા પર આ પાર્ટી અને સારાનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે

  • Share this:
ઘણા બોસ એવા પણ હોય છે જે તમને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડશે અને તમને વધુ શ્રેષ્ઠ બનવામાં મદદ કરશે. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ઘણા બોસ પોતાના કર્મચારીઓની ખુશીનું ખાસ ધ્યાન રાખે છે અને તેમને અનેક કિંમતી ઉપહાર આપે છે. ત્યારે અમેરિકા (America)માં એક કંપનીની બોસે સૌનું દિલ જીતી લીધું છે અને પોતાના જૂનિયર્સને બંપર ગિફ્ટ (Bumper Gift) આપી છે. કર્મચારીઓ પર ગિફ્ટનો વરસાદ કરનારી મહિલાનું નામ સારા બ્લાકેલી (Sara Blakely) છે. આપને જણાવી દઇએ કે સારા બ્લાકેલી Spanx કંપનીની સીઇઓ(CEO of Spanx) છે.

કંપનીની સીઇઓનો મોટો નિર્ણય

હાલમાં જ Spanxમાં બ્લેકસ્ટોને રોકાણ (blaskstone Investment) કર્યુ છે, જે બાદ તેની કંપનીની વેલ્યૂ 1.2 બિલિયન ડોલર એટલે કે 90 અબજ 1 કરોડ 20 લાખ રૂપિયા થઇ ગઇ છે. જેથી સારાએ પોતાના ભવિષ્ય માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાની જગ્યાએ પોતાના કર્મચારીઓ પર ખર્ચ(Spending for Employees) કરવાનો નિર્ણય લીધો.

આ પણ વાંચો - મરણપથારીએ પડેલી ગર્લફ્રેન્ડ સાથે બોયફ્રેન્ડે કર્યા લગ્ન, પત્નીના રૂપમાં આપવા માંગતો હતો અંતિમ વિદાય!

સારાની જાહેરાતથી ભાવુક થયા કર્મચારી

સારા બ્લાકેલીએ એક પાર્ટી યોજી અને તેમાં બધાની સામે એક ગ્લોબ ફેરવી રહી હતી. તેણે પોતાના કર્મચારીઓને પૂછ્યું કે, કહો કે હું આ ગ્લોબ શા માટે ફેરવી રહી છું? જ્યારે કોઇએ આ સવાલનો જવાબ ન આપ્યો તો સારાએ કહ્યું કે, હું તમને બધાને બે ફર્સ્ટ ક્લાસ ટિકિટ(First Class Tickets) આપીશ. તમે લોકો જ્યાં ઇચ્છો ત્યાં જઇ શકો છો. આ સિવાય હું તમને 10 હજાર ડોલર(10 Thousand Dollars) એટલે કે 7 લાખ 50 હજાર રૂપિયા આપીશ. આ સાંભળતા જ કર્મચારીઓ ચોંકી ઉઠ્યા અને ખુશીથી નાચી ઉઠ્યા, તો અમુક કર્મચારીઓ ભાવુક પણ થઇ ગયા. હાલ સોશિયલ મીડિયા પર આ પાર્ટી અને સારાનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.આ પણ વાંચો - આ મોડલનો બોયફ્રેન્ડ બનવા માટે અનેક શરતોનુ કરવું પડશે પાલન, રોમાન્સ કરવા માટે પણ નિયમોદરેક કર્મચારી આ ક્ષણને મનાવે

સારાએ આગળ જણાવ્યું કે, હું ઇચ્છું છું કે દરેક કર્મચારી આ ક્ષણોને પોતાની રીતે મનાવે અને એક એવી યાદ બનાવે જેને તે જીવનભર યાદ રાખી શકે. 21 વર્ષના જાદુ અને આવનારા અનેક વર્ષો માટે શુભકામનાઓ.

આપને જણાવી દઇએ કે Spanx એક અમેરિકન કંપની છે. જે મહિલાઓની લેગિંગ્સ બનાવે છે. વર્ષ 2020માં Spanx એ પુરૂષો માટે કપડા બનાવવાનું શરૂ કર્યુ હતું. સારા બ્લાકેલીએ 5000 ડોલર એટલે કે 3 લાખ 75 હજાર 50 રૂપિયાથી પોતાની કંપનીની શરૂઆત કરી હતી
First published: October 26, 2021, 5:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading