ભારે વરસાદથી હૈદરબાદમાં પૂર જેવી સ્થિતિ, 11 લોકોનાં મોત, અનેક વિસ્તારો જળમગ્ન

News18 Gujarati
Updated: October 14, 2020, 10:30 AM IST
ભારે વરસાદથી હૈદરબાદમાં પૂર જેવી સ્થિતિ, 11 લોકોનાં મોત, અનેક વિસ્તારો જળમગ્ન
હૈદરાબાદમાં બોટની મદદથી લોકોને બહાર કઢાયા, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે તમામ જિલ્લાના પ્રશાસનને અલર્ટ રહેવા સૂચન કર્યું

હૈદરાબાદમાં બોટની મદદથી લોકોને બહાર કઢાયા, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે તમામ જિલ્લાના પ્રશાસનને અલર્ટ રહેવા સૂચન કર્યું

  • Share this:
નવી દિલ્હીઃ તેલંગાણા (Telangana)ના પાટનગર હૈદરાબાદ (Hyderabad)માં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. તેના કારણે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. અહીં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણીના વહેણમાં અનેક વાહનો પણ તણાઈ ગયા છે. બીજી તરફ કેટલાક વિસ્તોરોમાં ફસાયેલા લોકોને SDRFની ટીમોએ બચાવીને બહાર કાઢ્યા. અત્યાર સુધી શહેરમાં 11 લોકોનાં મોત વરસાદ કારણે બનેલી દુર્ઘટનાઓને કારણે થયા છે. હૈદરાબાદમાં પડી રહેલા ભારે વરસાદથી કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. નાળા-નદીઓ ભયજનક સપાટી ઉપર વહી રહ્યા છે.

આ દરમિયાન હૈદરાબાદમાં મંગળવાર મોડી રાત્રે મોટી દુર્ઘટના બની છે. હૈદરાબાદના બદલાગુડા વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક બોલ્ડર (Boulder) મકાન પર જઈને પડ્યો. તેના કારણે ઘટનાસ્થળે જ એક બાળક સહિત 8 લોકોનાં મોત થઈ ગયા. સાથોસાથ 3 અન્ય લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો, મળો ભારતના ટૉપ 10 અબજપતિઓને જેઓએ 40 વર્ષથી ઓછી ઉંમરે ઊભો કર્યો અબજોનો કારોબારહૈદરાબાદમાં પડી રહેલા વરસાદના કારણે ઊભી થયેલી સ્થિતિ પર મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ સતત નજર રાખી રહ્યા છે. તેલંગાણાના ચીફ સેક્રેટરી સોમેશ કુમારે જાણકારી આપી છે કે મુખ્યમંત્રીએ તમામ જિલ્લાના પ્રશાસનને વરસાદના કારણે અલર્ટ રહેવા માટે કહ્યું છે. હૈદરાબાદમાં અનેક વિસ્તાર એવા છે જ્યાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 20 સેમી વરસાદ નોંધાયો છે.

હૈદરાબાદના મુર્શિદાબાદ અને અત્તાપુર મુખ્ય રોડ પર પાણી ભરાઈ રહ્યા છે. બીજી તરફ તેલ ચોકી વિસ્તારમાં પાણી ભરાવવાના કારણે ત્યાંથી એસડીઆરએફની ટીમે લોકોને બોટની મદદથી બહાર કાઢ્યા છે.

આ પણ વાંચો, IPL 2020: ધોનીના ગુસ્સાના કારણે અમ્પાયરે બદલ્યો નિર્ણય? સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચા

નોંધનીય છે કે, બંગાળની ખાડીમાં ઊભા થયેલા નીચા દબાણનું ક્ષેત્ર સોમવારે ભારે દબાણમાં પરિવર્તિત થયું હતું. તેના કારણે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ આંધ્ર પ્રદેશ, ઓડિશા સહિત આસપાસના અન્ય રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી હતી. તેલંગાણામાં પણ ભારે વરસાદનો કહેર ચાલુ છે.
Published by: Mrunal Bhojak
First published: October 14, 2020, 10:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading