કોણ છે ફેસબુક ડેટા બ્રિચનો ખુલાસો કરનાર ક્રિસ્ટોફર વાઈલી

News18 Gujarati
Updated: March 28, 2018, 5:13 PM IST
કોણ છે ફેસબુક ડેટા બ્રિચનો ખુલાસો કરનાર ક્રિસ્ટોફર વાઈલી

  • Share this:
ફેસબુક ડેટા લીક મામલામાં જો કોઈ અસલ હીરો હોય તો તે છે વ્હિસલ બ્લોઅર ક્રિસ્ટોપર વાઈલી. નારંગી વાળા અને નાકમાં રિંગ પહેરનાર વાઈલી. ઉંમર છે માત્ર 28 વર્ષ. દુનિયાભરમાં તેમનું નામ ચર્ચામાં છે. તેમણે એવા માલાનો પર્દાફાસ કર્યો હતો, જેણે સોશિયલ મીડિયાના એક મોટી કંપનીના પાયાને હલાવી દીધો છે.

વાઈલી પહેરવેશથી લાપરવાહ જેવા લાગે છે. તે અમૂમન ટી-શર્ટ પહેરે છે, તેના પર જેકેટ ચઢાવે છે. થોડી દાઢી રાખે છે અને આંખો પર એક મોટા ચશ્મા રાખે છે. તેમની જિંદગી મોટા ઉતાર-ચઢાવ ભરેલી છે. તે કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં તેમનો જન્મ થયો છે. તેમના પેરેન્ટ્સ ભૌતિક વિજ્ઞાની છે. જ્યારે તે છ વર્ષના હતા, ત્યારે સ્કૂલના એક કર્મચારીએ તેમની સાથે ઉત્પીડન કાર્ય કર્યું હતું. ત્યારબાદ તેમના પિતા આ મામલે કોર્ટે ચઢ્યા હતા. આ મામલો લાંબો ચાલ્યો હતો. બાદમાં સ્કૂલે મોટો જુર્માનો આપવો પડ્યો હતો.

16 વર્ષની ઉંમરે અભ્યાસ છોડી દીધો

વાઈલીએ ઔપચારિક શિક્ષા પૂરી કર્યા વગર જ 16 વર્ષની ઉંમરે અભ્યાસ છોડી દીધો. 17 વર્ષની ઉંમરમાં તે કેનેડાના એક નેતા માઈકલ ઈગ્નેટિક માટે કામ કરવા લાગ્યા. તેમણે આ કામ ટુંક સમયમાં છોડી દીધુ અને 19 વર્ષની ઉંમરે કોડિંગ શીખ્યું. ત્યારબાદ તેમણે ફરી અભ્યાસ કરવાનો નિર્ણય લીધો. તેમને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં એડમિશન મળ્યું, જ્યાં તેમણે કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ તેમણે પેશનમાં અભ્યાસ કર્યો.

તે સમલૈગિંક છે અને ઘણા ચતૂર પણ છે
તે સમલૈગિંક છે. ગાર્ડિયનના પત્રકાર કેરોલ કેડવાલર છેલ્લા એક વર્ષથી વાઈલીની સાથે સ્ટોરી પર કામ કરી રહ્યી હતી. તેમણે તેને ચતૂર, ફની, શાતિર, બુદ્ધિમાન, માસ્ટર સ્ટોરીટેલર અને ડેટા સાયન્સના ઉસ્તાદ માન્યા. તે હવે 28 વર્ષના છે. કેનેડાના છે. તેમને લાગે છે કે, ઘણા હદ સુધી તેમણે સ્ટીવ બેનના મનોવૈજ્ઞાનિક યુદ્ધ ટૂલને તોડીને રાખી દીધુ. સ્ટીવ બેનન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના ચૂંટણી કેંપેનમાં તેમના સલાહકાર હતા, જેમના કેંબ્રિઝ એનાલિટિકા સાથે ગાઢ સંબંધ રહ્યો છે.વાઈલીની મદદથી ગાર્ડિયન પત્રકારે પુરી દુનિયાને જણાવ્યું કે, કેવી રીતે કેંબ્રિઝ એનાલિટિકાએ અમેરિકામાં લાખો ફેસબુક યૂજર્સનો પર્સનલ ડેટા ચોર્યો. તેનો પોતાના ફાયદામાં રાજનીતિક અભિયાનમાં ઉપયોગ કર્યો. જોકે, ફેસબુકનું કહેવું છે કે, તેને ખબર ન હતી કે, તેની સાઈટ પરથી ડેટા ચોરવામાં આવી રહ્યો છે. પરંતુ જે રીતે ખુલાસો થયો છે, તેના પરથી ઘણા પ્રશ્નો ઉભા થાય છે.

પોતાને ફંતાસી દુનિયાના ફન્ને ખાં જાસૂસ માને છે
વાઈલીએ બ્રિટેન આવ્યા બાદ સૌપ્રથમ આ દેશના રાજનૈતિક દળમાં પગ મુક્યો. તે લિબરલ ડેમોક્રેટ્સ માટે કામ કરવા લાગ્યા. તે પોતાને ફંતાસી દુનિયાના કોઈ ફન્નેખાં જાસૂસની જેમ માને છે. તેમની રીત-ભાત એવી જ છે.

એનાલિટિકા ઉભી કરવામાં ભૂમિકા
ક્રિસ્ટોફરે જ્યારે લિબરલ ડેમોક્રેટર્સનું કામ છોડ્યું તો તે કેંબ્રિઝ એનાલિટિકાની પેરેન્ટ કંપની સ્ટેટજિક કમ્યુનિકેસન લેબ્રોરેટરિજ (એસસીએલ)માં રિસર્ચ ડાયરેક્ટર કરીકે કામ કરવા લાગ્યા. તેમનો દાવો છે કે, તેમણે કેંબ્રિઝ એનાલિટિકા કંપનીને ઉભી કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. તેમણે એક ફ્રાંસીસ દૈનિક લિબ્રેશન ને ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, હું રિસર્ચનું કામ કરવા માંગતો હતો અને તેજ કામ કરી રહ્યો હતો. કંપનીનું બજેટ કેટલાએ મીલિયનનું હતું. આ ઘણું લોભામણું હતું.

2014માં એનાલિટિકની નોકરી છોડી
વર્ષ 2014માં તેમણે કંપની છોડી દીધી. તેમનું કહેવું છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રંપની સ્તબ્ધ કરી દેતી જીત બાદ તેમણે નક્કી કર્યું કે, તે આ પૂરા મામલાને જાહેર કરીને રહેશે. લોકોને બતાવશે કે, કેવી રીતે તેમણે વ્યક્તિગત ડેટાનો ચૂંટણીમાં ખોટી રીતે ઉપયોગ કર્યો.

કેંબ્રિઝ એનાલિટિકા વારંવાર તેમના દ્વારા લગાવવામાં આવતા આરોપને નકારતી રહી છે. કંપનીનું કહેવું છે કે, વિલી માત્ર એક પાર્ટ ટાઈમ કર્મચારી હતો, જેણે જુલાઈ 2014માં નોકરી છોડી દીધી હતી અને તેને કઈં ખબર નથી, કે કંપની કેવી રીતે કામ કરી રહી છે.

ત્યારે લાગ્યું કે, કઈંક ગડબડ છે
તેમની નોકરીમાં એક ગજબનો ટર્ન ત્યારે આવ્યો, જ્યારે તેમને ખબર પડી કે, તેમના પૂર્વ બોસ કેન્યામાં એક હોટલમાં મરેલા મળ્યા. વીલીને અહેસાસ થયો કે, કોઈ સૌદામાં અપ્રિય હાલાતના કારણે તેમને આ દંડ આપવામાં આવ્યો છે. તેમણે મંગળવારે ફેક ન્યૂઝની તપાસ કરી રહેલ એક બ્રિટિશ સંસદીયને કહ્યું, લોકો માને છે કે, તેમના પૂર્વ બોસને જહેર આપવામાં આવ્યું છે.

વિલીએ બ્રિટિશ સાંસદોને કહ્યું કે, તેઓ મામલાની જડ સુધી જાએ. તેમનું કહેવું છે કે તેમની ચિંતા માત્ર રાજનીતિ સાથે જોડાયેલી નથી, પરંતુ લોકતાંત્રીક પ્રક્રિયાઓને નુકશાન પહોંચાડવા સાથે પણ સંબંધ છે. આમાં બ્રેગ્જિટ રેફરેંડમ કેંપેન પણ શામેલ છે. સીએની ગતીવીધિના કારણે બ્રેગ્જિટના વોટો પર અસર પડી છે. જોકે, તેમનું કહેવું છે કે, ન તે ફેસબુક વિરુદ્ધ છે અને ના તે સોશિયલ મીડિયાના ડેટાના વિરુદ્ધમાં.
Published by: Mujahid Tunvar
First published: March 28, 2018, 5:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading