WHOની તપાસમાં ખુલાસો, ચીનના વુહાનમાંથી જ આખી દુનિયામાં ફેલાયો કોરોના વાયરસ

News18 Gujarati
Updated: February 9, 2021, 5:11 PM IST
WHOની તપાસમાં ખુલાસો, ચીનના વુહાનમાંથી જ આખી દુનિયામાં ફેલાયો કોરોના વાયરસ
WHOની તપાસમાં ખુલાસો, ચીનના વુહાનમાંથી જ આખી દુનિયામાં ફેલાયો કોરોના વાયરસ

કોરોના વાયરસ ક્યાંથી ફેલાયો? તેની તપાસ કરવા માટે ચીન પહોંચેલી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમને સાબિતી મળી

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ક્યાંથી ફેલાયો? તેની તપાસ કરવા માટે ચીન પહોંચેલી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની (World Health Organisation)ટીમે કહ્યું કે તપાસ દળને એ વાતની પાકી સાબિતી મળી છે કે ચીનના વુહાન હુઆનન માર્કેટમાંથી જ વાયરસ દુનિયામાં ફેલાયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના (WHO) બેન એમ્બાર્કે (Ben Embarek)કહ્યું કે ટીમને ડિસેમ્બર 2019 પહેલા વુહાન કે કોઈ બીજા સ્થળે કોરોના વાયરસ સંક્રમણની કોઈ સાબિતી મળી નથી પણ તપાસ દળને ડિસેમ્બર 2019માં વુહાન હુઆનન માર્કેટથી વાયરસ સંક્રમણ બહારની દુનિયામાં ફેલાયો તેની સાબિતી મળી છે.

બેન એમ્બાર્કે કહ્યું કે હાલમાં વુહાન ઇન્વેસ્ટિગેશને ઘણી બધી જાણકારીઓનો ખુલાસો કર્યો છે. જોકે વાયરસ સંક્રમણના કારણે વર્તમાન પરિસ્થિતિઓમાં કોઈ નાટકીય ફેરફાર આવ્યો નથી.

આ પણ વાંચો - શો રૂમના બદલે અહીંથી ખરીદો નવી કાર, બચાવી શકો છો એકથી દોઢ લાખ રૂપિયા

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ ક્યાંથી ફેલાયો તેની માહિતી મેળવવા માટે WHOની 14 સભ્યોની ટીમ ચીનના વુહાનમાં ગઈ હતી. ચીનના વુહાનમાં નવેમ્બર 2019માં કોરોના વાયરસના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો હતો.

WHOની ટીમના સભ્ય અને ન્યૂયોર્કથી સંબંધ રાખનાર જંતુ વિજ્ઞાની પીટર દાસ્જાકે કહ્યું કે તપાસ દળને મહામારી ફેલવામાં વુહાન સી ફૂડ માર્કેટની ભૂમિકા વિશે મહત્વની સાબિતી હાથ લાગી છે. પીટરના મતે 14 સભ્યોની WHO ટીમે ચીનના વિશેષજ્ઞો સાથે મળીને કામ કર્યું અને વુહાનના મહત્વપૂર્ણ હોટ સ્પોટનો પ્રવાસ કરીને મહત્વની સાબિતી મેળવી જેથી ખબર પડે કે વાસ્તવમાં વુહાનમાં શું થયું હતું.
Published by: Ashish Goyal
First published: February 9, 2021, 4:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading