બનાસકાંઠા : રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના કીમિયાને પોલીસે નિષ્ફળ બનાવ્યો, 38 લાખનો મુદ્દામાલ જપ્ત


Updated: June 12, 2021, 4:18 PM IST
બનાસકાંઠા : રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના કીમિયાને પોલીસે નિષ્ફળ બનાવ્યો, 38 લાખનો મુદ્દામાલ જપ્ત
બનાસકાંઠા બોર્ડર પર વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વિદેશી દારૂની 1733 જેટલી બોટલો જપ્ત કરી હતી. જ્યારે દારૂ, ટેન્કર, રોકડ રકમ અને બે મોબાઇલ સહિત કુલ 38 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા રોજે-રોજ રાજ્યમાં દારૂ ઘુસાડવાનું ષડયંત્ર રચાતુ જ રહે છે. બુટલેગરો દર વખતે કોઈ નવો કીમિયો અજમાવી રાજ્યમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા રહે છે, જ્યારે બીજી બાજુ પોલીસ પણ બુટલેગરોના ઈરાદા પર પાણી ફેરવવા માટે સધન ચેકિંગ સાથે બાતમીદારોનું નેટવર્ક મજબુત રાખી વિદેશી દારૂની હેરાફેરીને નિષ્ફળ બનાવી રહી છે. આજે પણ રાજ્યની બનાસકાંઠા બોર્ડર પર રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના ષડયંત્રને પોલીસે નિષ્ફળ બનાવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠામાં આજે ફરી એકવાર રાજસ્થાનમાંથી ગુજરાતમાં નવી મોડેસ ઓપરેન્ડીથી દારૂ ઘુસાડવાના પ્રયાસને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે, જેમાં રાજસ્થાનના બે શખ્સો સહિત દારૂ ભરેલું ટેન્કર આગથળા પોલીસે પકડી પાડ્યું છે. દારૂ અને ટેન્કર સહિત 38 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોપાટણ : વરાણા ગામ પાસે CNG કારમાં લાગી આગ, કાર ચાલક બળીને ભડથું થયા - દર્દનાક Video

કેવી રીતે દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યું?

વિગતે ઘટનાની વાત કરીએ તો, રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કીમિયા અજમાવતા હોય છે, જેમાં આજે ટેન્કરમાં દારૂ ભરીને ગુજરાતમાં ઘુસાડવાના પ્રયાસને આગથળા પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. આગથળા પોલીસ આજે પેટ્રોલિંગમાં હતી તે સમયે દારૂ ભરેલું ટેન્કર પસાર આવી રહ્યું હોવાની માહિતી મળતા જ પોલીસ સતર્ક થઇ રહી હતી, અને કાતરવા પાસે આવેલ કેટલફીડ નજીક પસાર થઇ રહેલા શંકાસ્પદ ટેન્કરને ઉભું રખાવી તલાસી લેતાં તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચોરાજકોટ: 'આયુષી ધાબા પરથી પડતા નથી મરી, કાકીએ ઠંડા કલેજે કરી હત્યા', કાકી-કાકા અને પિતાની ધરપકડ કેટલો મુદ્દામાલ જપ્ત કરાયો?

પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની 1733 જેટલી બોટલો જપ્ત કરી હતી. જ્યારે દારૂ, ટેન્કર, રોકડ રકમ અને બે મોબાઇલ સહિત કુલ 38 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટેન્કર ચાલક ફતારામ થાનારામ જાટ અને મગનારામ ખેતારામ જાતની અટકાયત કરી હતી, તેમજ દારૂ ભરાવનાર બાડમેરના સતારામ જાટ સહિત ત્રણ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: June 12, 2021, 4:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading