AAPની સભામાં Corona ગાઇડલાઇનના ધજાગરા, સવાલ ઉઠ્યા તો નેતાઓ ગાજ્યા!

News18 Gujarati
Updated: September 26, 2021, 10:39 PM IST
AAPની સભામાં Corona ગાઇડલાઇનના ધજાગરા, સવાલ ઉઠ્યા તો નેતાઓ ગાજ્યા!
AAP Gandhinagar Rally: આમ આદમી પાર્ટીની ગાંધીનગરની રેલીના કારણે છેડાયો વિવાદ, જુઓ Video

AAP Gandhinagar Rally: આમ આદમી પાર્ટીની ગાંધીનગરની રેલીના કારણે છેડાયો વિવાદ, જુઓ Video

  • Share this:
ગાંધીનગર : ગાંધીનગરમાં આગામી ત્રીજી ઓક્ટોબરના રોજ મનપાની (Gandhinagar Municipal Corporation election) ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા રાજ્યના પાટનગરમાં રોજ રોજ સભાઓ (Gandhinagar Election Rallies) ગાજી રહી છે. એક તરફ ભાજપ વોર્ડ મીટિંગો કરી અને પ્રચાર કરી રહ્યુ છે તો બીજી બાજુ આપની રેલીમાં હજારોની (AAP Rally in Gandhinagar Indroda) ભીડ ઉમટતા વિવાદ થયો છે. હાલમાં રાજયમાં કોરોના ગાઇડલાઇન મુજબ જાહેર કાર્યક્રમોમાં 400 વ્યક્તિને એકઠા કરવાની છૂટ છે ત્યારે આપની રેલીના કારણે વિવાદ થયો છે. જોકે,આમ આદમી પાર્ટી (AAm Aadmi Party Gujarat) આ રેલીને પોતાના સમર્થનની દૃષ્ટીએ જ જોઈ રહી છે. તેમના મતે લોકો આપને ચાહે છે એટલે આટલી મોટી સંખ્યામાં એકઠા થયા છે.

ગાંધીનગરમાં આપની રેલીમાં હજારોની સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. દરમિયાન આ સભામાં માસ્ક પહેર્યા વગર એકઠા થતા લોકોના કારણે વિવાદ થયો છે. આ રેલીમાં આપના તમામ મોટા નેતાઓ હતા. ગાંધીનગરના ઇન્દ્રોડામાં સંગીતના જલસા સાથે યોજાયેલી સભામાં આ ભીડ એકઠી કરવામાં આવી છે.

ચૂંટણીનો પ્રચાર કરવાની સૌને છૂટ છે પરંતુ મોટી સંખ્યામાં લોકો પણ માસ્ક વગર આવતા હતા. આપના પ્રવક્તા યોગેશ જાદવાનીને જ્યારે આ ભીડ અંગે સવાલ પૂછવામાં આવ્યા તો તેઓ લાજવાના બદલે ગાજવા લાગ્યા હતા. આપની રેલીમાં હજારોની ભીડ એકઠી થઈ હતી તેના બચાવમાં જાદવાનીએ કહ્યું કે 'આટલી મોટી સંખ્યામાં ભીડ એકઠી થાય તેનો અર્થ કે લોકો આપને ચાહી રહ્યા છે અને આપને જીતાડવા માગી રહ્યા છે. આમ આપની આ ભીડે વિવાદ સર્જ્યો છે.

અગાઉ ભાજપ-કૉંગ્રેસ પર પણ લાગ્યા છે આરોપ

ઉલ્લેખનીય છે કે અગાઉની ચૂંટણીઓમાં ખાસ કરીને વિધાનસભાની પેટા ચૂંટણી હોય કે મનપા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હોય આપની જેમ ભાજપ-કોંગ્રેસ પર પણ આ પ્રકારના આરોપ લાગી ચુક્યા છે પરંતુ રાજકીય પક્ષો માટે આ નિયમો સરખા જ રહે છે જ્યારે પ્રજાને માસ્કના નામે ટ્રાફિકના ચલણના નામે દંડવામાં આવે છે.
Published by: Jay Mishra
First published: September 26, 2021, 10:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading