ગાંધીનગર : મહેફિલમાં મિત્ર બન્યા હત્યારા! સામ્રાજ્ય ફાર્મના માલિક પ્રવિણ માણિયાની હત્યા

News18 Gujarati
Updated: September 18, 2021, 4:54 PM IST
ગાંધીનગર : મહેફિલમાં મિત્ર બન્યા હત્યારા! સામ્રાજ્ય ફાર્મના માલિક પ્રવિણ માણિયાની હત્યા
ફાર્મહાઉસમાં ખેલાયો ખૂની ખેલ, ગાંધીનગરના સરગાસણમાં સામ્રાજ્ય ફાર્મમાં પ્રવિણ માણિયાની હત્યા

Samrajya Farm Pravin Maniya Murder : ગાંધીનગરના સરગાસણ પાસે આવેલા હડમતિયામાં આવેલા સામ્રાજ્ય ફાર્મમાં ખેલાયો ખૂની ખેલ, મહેફિલમાં ફાયરિંગ, માલિકનું મોત

  • Share this:
ગાંધીનગર : ગાંધીનગરમાં મિત્રોની મહેફિલમાં (Gandhinagar Liquor Party) રાજકીય આગેવાન અને ફાર્મ હાઉસના માલિકની (Gandhinagar FamrHouse Owner Murder) પોતાના જ ફાર્મ હાઉસમાં હત્યા થઈ ગઈ હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. ગઈ કાલે રાત્રે ગાંધીનગરના સરગાસણમાં હડમતિયા પાસે આવેલા ફાર્મ હાઉસમાં કૉંગ્રેસ સાથે સંકળાયેલા અને સામ્રાજ્ય ફાર્મના માલિક પ્રવિણ માણિયાની (Congress Leader owner of Samrajya farm)ની પોતાના જ ફાર્મ હાઉસ સામ્રાજ્યમાં બે મિત્રોએ હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. (Friends Murdered Paravin maniya in Samrajya farm) સૂત્રોનું માનીએ તો આ ફાર્મ હાઉસ પટેલ અનામત આંદોલન (PASS) વખતે આગેવાનોનું મીટીંગ સ્થળ હતું. ઘટનાના પગલે ગાંધીનગર પોલીસ દોડી ગઈ હતી અને સેક્ટર સાત પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે.

આ બનાવ અંગે પોલીસે જણાવ્યું કે ગઈકાલે રાતે ગાંધીનગરના હડમતિયા પાસે આવેલા સામ્રાજ્ય ફાર્મમાં પ્રવિણ ભાઈ કલ્યાણ ભાઈ માણિયા મૂળ રહેવાસી સણોસરા ભાવનગરની તેના જ ફાર્મ હાઉસમાં હત્યા થઈ છે. પ્રવિણ ભાઈ પર તલાવારના ઘા ઝીંકવામાં આવ્યા હતા અને ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે.

congress leader pravin Maniya Murdered by Friends in firing in Samrajya Farm Hadmatiya
ગાંધીનગરના હડમતિયાનું એ ફાર્મ હાઉસ જ્યાં પોલીસની તપાસનો ધમધાટ થઈ રહ્યો છે.


આ અંગે ડીવાયએસપી રાણાએ જણાવ્યું કે આ ફાર્મ હાઉસ તેમનું જ છે અને તેમના મિત્રોને તેમણે બોલાવ્યા હતા. તરૂણસિંહ ઝાલા, અને જયવીરસિંહ ગોહિલ નામના આરોપીઓ સાથે ઝઘડો થયો હતો. જયવીરસિંહ નામના આરોપીએ તેમના પર ફાયરિંગ કર્યુ હતું. આ અંગે સેક્ટર સાત પોલીસ ઇન્સ્પેક્ટર આ કેસની તપાસ કરી રહ્યા છે. એફ.એસ.એલ બોલાવી અને વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :  રાજકોટ : પૂરમાં તણાઈ હતી ઉદ્યોગપતિની કાર! કિશન બાદ શ્યામનો મૃતદેહ મળ્યો, મોતની રૂવાંડા ઉભા કરી નાખતી કહાણી

છાતીમાં ગોળી વાગીગઈકાલે ફાર્મ હાઉસમાં યોજાયેલી મહેફિલમાં પ્રવિણ માણિયા સાથે જયદિપસિંહ, તરૂણસિંહ, સંતોષ, હરપાલ, જનક તેમજ મોહિત નામના આઠેક મિત્રો એકઠા થયા હતા. સૂત્રોના મુજબ આ લોકો મહેફિલ માણવા ભેગા થયા હતા ત્યારે કોઈ કારણોસર ઉગ્ર ચર્ચાઓ થઈ હતી. આ સ્થિતિમાં પ્રવિણ માણિયાની જયદિપસિંહ અને તરૂણસિંહ વચ્ચેની તકરાર વધી ગઈ હતી ત્યારે જયદિપસિંહે રિવોલ્વર કાઢી અને છાતીમાં ગોળી મારી હતી.

congress leader pravin Maniya Murdered by Friends in firing in Samrajya Farm Hadmatiya
પ્રવિણ માણિયાના ફાર્મમાં પાસની મીટિંગો ખૂબ યોજાઈ હોવાનો સૂત્રોનો દાવો


તલવાર ઝીંકાતા હાજર એક વ્યક્તિ પણ ઘાયલ

દરમિયાન વાત એવી પણ વહેતી થઈ છે કે તલવાર પણ ઝીંકવામાં આવી હતી. આ સ્થિતિમાં એક ઈસમ ઘાયલ થયો હોવાના અહેવાલ છે. મિત્રોએ ફાયરિંગ કરનારને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ ભાગી ગયા હતા.

આ પણ વાંચો : મોરબી : મમુ દાઢીની હત્યાનો ફિલ્મોને આટી મારે એવો પ્લાન, 4 ગેંગે સાથે મળી મર્ડર કર્યુ, જાણો સમગ્ર કહાણી

પ્રવિણ માણિયા કૉંગ્રેસ સાથે સંકળાયેલી હોવાના અહેવાલ

દરમિયાન કૉંગ્રેસ સાથે રાજકીય જોડાણ ધરાવતા પ્રવિણ માણિયા અગાઉ બે વખતે ભાવનગરમાં જુદી જુદી ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા. તેમના પરિવાર સાથે તેઓ ગાંધીનગર રહે છે. મિત્રો સાથે તેઓ અવારનવાર એકઠા થતા હતા. જોકે, આ મહેફિલમાં મિત્રો જ હત્યારા બનતા ખૂની ખેલ ખેલાયો હતો.
Published by: Jay Mishra
First published: September 18, 2021, 4:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading