Godhara: ગોધરા સાબરમતી ટ્રેનકાંડના આરોપી રફીક ભટુકને આજીવન કેદની સજા

News18 Gujarati
Updated: July 2, 2022, 11:19 PM IST
Godhara: ગોધરા સાબરમતી ટ્રેનકાંડના આરોપી રફીક ભટુકને આજીવન કેદની સજા
ટ્રેનકાંડ 2002 ના ગોધરા રેલવે પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં રફીક ભટુકની કોર ગ્રુપ સભ્ય તરીકે ભૂમિકા હતી.

ગોધરા સાબરમતી રેલવે હત્યાકાંડના ગુન્હામાં મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકને સ્પેશ્યલ કોર્ટે પુરાવા અને સાક્ષીઓની જુબાની આધારે ગુનામાં દોષિત ઠેરવી આજીવનકેદની સજા ફટકારી છે.

  • Share this:
રાજેશ જોષી, પંચમહાલ: ગોધરા (Godhara) સાબરમતી ટ્રેનકાંડ (Sabarmati train incident)ના આરોપી રફીક ભટુકને આજીવન કેદની સજા (life sentence) ફટકારવામાં આવી છે. સ્પેશ્યલ કોર્ટે આરોપી સામેના પુરાવા અને સાક્ષીઓની જુબાની આધારે કેસમાં તકસીરવાન ઠેરવ્યો છે. વર્ષ 2002થી નાસતો ફરતો આરોપી રફીક ભટુક 19 વર્ષ બાદ ગત વર્ષે ફેબ્રુઆરી માસમાં ઘરે આવતાં પોલીસે ઝડપી લીધો હતો. ટ્રેનકાંડ 2002 ના ગોધરા રેલવે પોલીસ (Godhara Railway Police) મથકે નોંધાયેલા ગુનામાં રફીક ભટુક (Rafiq Bhatuk)ની કોર ગ્રુપ સભ્ય તરીકે ભૂમિકા હતી.

ગોધરા સાબરમતી રેલવે હત્યાકાંડના ગુન્હામાં મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકને સ્પેશ્યલ કોર્ટે પુરાવા અને સાક્ષીઓની જુબાની આધારે ગુનામાં દોષિત ઠેરવી આજીવનકેદની સજા ફટકારી છે. સાબરમતી ટ્રેન હત્યાકાંડના ગુનામાં વોન્ટેડ રફીક ભટુક 19 વર્ષથી નાસતો ફરતો હતો. જેની ગોધરા એસ.ઓ.જી. અને ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ ટીમે તેના ઘરેથી 14 ફેબ્રુઆરી 2021ના રોજ તેની ધરપકડ કરી હતી.

નોંધનીય છે કે રફીક ભટુક સામે ટ્રેનકાંડ ટાણે પેટ્રોલ ભરી આપવા સહિતની પ્રવૃતિનો આરોપ હતો અને તેનો કોર ગ્રુપના મુખ્ય આરોપીમાં સમાવેશ કરાયો હતો. સ્પેશ્યલ કોર્ટના જજ દ્વારા ગોધરાથી વિડિઓ કોંફરન્સના માધ્યમથી આરોપીને સજા ફરમાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2002 માં રફીક પોતાની ઓળખ છુપાવી દિલ્હી ભાગી છૂટ્યો હતો અને ત્યાં જઈ ફેકટરીમાં ચોકીદાર તરીકે અને અન્ય સ્થળે છૂટક મજૂરી કરતો હતો.

આ પણ વાંચો- નવઘણજી ઠાકોરની ચીમકી- CM અમારા હોવા જોઇએ નહીં તો ખુલ્લી તલવાર સાથે પટ્ટા ખેલાશે

વર્ષ 2002 માં ગોધરા રેલવે પોલીસ મથકે સાબરમતી ટ્રેનકાંડ મુદ્દે હત્યા સહિતની જોગવાઈ મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ગોધરાના રફીક હુસેન ભટુકનો કોર ગ્રુપ સભ્ય એટલે કે મુખ્ય આરોપી તરીકે સમાવેશ થયો હતો. રફીકને પોતાનું નામ ગુનામાં આરોપી તરીકે હોવાની જાણ થતાં જ તે વર્ષ 2002 માં પોતાની ધરપકડ ટાળવા માટે ઘરેથી નીકળી દાહોદથી ટ્રેન મારફતે દિલ્હી તરફ ભાગી છૂટ્યો હતો. બીજી તરફ સાબરમતી કાંડની તપાસ ટીમ દ્વારા રફીકની ધરપકડ માટે વારંવાર તેના ઘરે તપાસ કરવામાં આવી હતી તેમ છતાં તે ન મળી આવતાં કોર્ટે તેની સામે પણ વોરંટ ઇસ્યુ કર્યુ હતું.

બીજી તરફ વર્ષ 2021માં ફેબ્રુઆરી માસમાં 19 વર્ષથી નાસતો ફરતો આરોપી રફીક ભટુક તેના ઘરે આવ્યો હોવાની બાતમીના આધારે એસઓજી અને ગોધરા બી ડીવીઝન પોલીસ ટીમ દ્વારા તેના રહેણાંક સ્થળે તપાસ કરવામાં આવી હતી. એ વેળાએ પોલીસને રફીક હુસેન ભટુક મુળ રહે. મોહમદી મહોલ્લા, સુલતાન ફળીયુ ગોધરા તેના ઘરેથી મળી આવ્યો હતો. પોલીસે તેને પકડી તેના પાસેથી પોલીસે એક મોબાઇલ અને ચુંટણીકાર્ડ કબ્જે લઈ ગુનાના અંગે વધુ કાર્યવાહી માટે તપાસ અધિકારીને સુપરત કરવામાં આવ્યો હતો.આ પણ વાંચો- ગિરનાર પર્વત પર અવિરત ધોધમાર વરસાદ, ભવનાથ અને દામોદર કુંડમાં ઘોડાપૂર

આ દરમિયાન એસઆઈટી દ્વારા રફીકને કોર્ટમાં રજૂ કરી તપાસ પ્રક્રિયા પૂર્ણ થતાં તેને પુનઃ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ દ્વારા રફીકને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. દરમિયાન રફીક હુસેન ભટુક સામે ગોધરા રેલવે પોલીસ મથકે હત્યા સહિતની જોગવાઈ હેઠળ નોંધાયેલા ગુનાના કેસમાં પુરાવા સાથે તપાસ અધિકારી દ્વારા સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રફીક સામેનો કેસ સ્પેશ્યલ કોર્ટમાં ચાલી જતાં તેના વિરુદ્ધ મળી આવેલા પુરાવા અને બે સાક્ષીઓની જુબાની આધારે સ્પેશ્યલ કોર્ટ દ્વારા આરોપી રફીક હુસેન ભટુકને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસ સ્પેશ્યલ સરકારી વકીલ આર.સી કોડેકર દ્વારા ચલાવવામાં આવ્યો હતો અને કેસની તપાસ એસઆઈટીના તપાસ અધિકારી આર.એમ.પટેલ દ્વારા કરવામાં આવી હતી અને કેસનો ચુકાદો સ્પેશ્યલ કોર્ટના જજ દ્વારા ગોધરાથી વીડિઓ કોંફરન્સના માધ્યમથી આપવા આવ્યો હતો.

સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં હજી સાત આરોપી વોન્ટેડ જેમાંથી બે આરોપીઓ સામે રેડ કોર્નર નોટીસ છે. ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં સાબરમતી ટ્રેન હત્યાકાંડના નોંધાયેલા હત્યા સહિતની જોગવાઈના ગુનામાં હજી સાત આરોપીઓ વોન્ટેડ છે જેમાંથી ચાર આરોપીના નામ ટૂંકા અને અધૂરા છે. બે આરોપીઓ સામે પાકિસ્તાન કે અન્ય સ્થળે ભાગી ગયા હોવાની શક્યતાઓ વચ્ચે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. જેમાં શોકત એહમદ ચરખા અને સલીમ પાનવાલા, બંને રહે, ગોધરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય એક આરોપી અબ્દુલ મીઠા પાકિસ્તાન ભાગી ગયો હોવાની શક્યતા છે.
Published by: rakesh parmar
First published: July 2, 2022, 11:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading