રાજકોટ : ચૂંટણી પૂર્વે પાટીદાર મતોને અંકે કરવા ગુજરાત કોંગ્રેસે શરૂ કરી 'કોંગ્રેસ કે સાથ માતા કે દ્વાર' યાત્રા


Updated: September 28, 2022, 12:47 PM IST
રાજકોટ : ચૂંટણી પૂર્વે પાટીદાર મતોને અંકે કરવા ગુજરાત કોંગ્રેસે શરૂ કરી 'કોંગ્રેસ કે સાથ માતા કે દ્વાર' યાત્રા
કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કે સાથ માતા કે દ્વાર કરી યાત્રા શરૂ કરવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસની આ યાત્રા સૌરાષ્ટ્રની ત્રણ જુદી જુદી વિધાનસભા ક્ષેત્રમાંથી શરૂ કરવામાં આવી છે. રાજકોટ, અમરેલી તેમજ પાનેલી ખાતેથી યાત્રા શરૂ કરવામાં આવી છે.

  • Share this:
રાજકોટ : ચૂંટણી પૂર્વે પાટીદાર મતોને અંકે કરવા માટે ત્રીજા નોરતે કોંગ્રેસ દ્વારા 'કોંગ્રેસ કે સાથ માતા કે દ્વાર' કરી યાત્રા શરૂ કરવામાં આવી છે. આજરોજ રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેથી યાત્રા શરૂ થઈ છે. જે યાત્રા ખોડલધામ ગાઠીલા અને સીદસર ઉમિયાધામ ખાતે પૂર્ણ થશે. આ યાત્રા સૌરાષ્ટ્રની ત્રણ જુદી જુદી વિધાનસભા ક્ષેત્રમાંથી શરૂ કરવામાં આવી છે. રાજકોટ, અમરેલી તેમજ પાનેલી ખાતેથી યાત્રા શરૂ કરવામાં આવી છે. રાજકોટના બહુમાળી ભવન ખાતે શરૂ થયેલી યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોર, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય લલિત કગથરા, ધારાસભ્ય મહમદ જાવેદ પીરજાદા, ઋત્વિક મકવાણા સહિતના યાત્રામાં જોડાયા છે.

યાત્રાની શરૂઆત પૂર્વે કોંગ્રેસના નેતાઓ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને હાર ચઢાવીને આશીર્વાદ લેવામા આવ્યા હતા. યાત્રા દરમિયાન ઇન્દિરા સર્કલ ખાતે ઇન્દિરા ગાંધીની પ્રતિમાને પણ હાર પહેરાવી આશીર્વાદ લેવામાં આવ્યા હતા. આ સમયે કોંગ્રેસના નેતાઓનું કુવારીકાઓ દ્વારા કુમકુમ અક્ષતથી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ સમયે કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોર અને અર્જુન ખાટરિયા ઢોલીઓ ઉપર 500 - 500 રૂપિયાની નોટો ઉડાડતા નજરે પડ્યા હતા. ત્યારે કોંગ્રેસની આ યાત્રાને રાજમાર્ગો પર સમર્થન મળી રહ્યું છે. યાત્રામાં કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો તેમજ કાર્યકર્તાઓનો જુદા જુદા સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે દ્રોપદી મૂર્મુમીડિયા સાથેની વાતચીતમાં જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ગુજરાતની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની છે. તેમજ આગામી સમયમાં ચૂંટણીમાં 125 બેઠક ઉપર જીત મેળવી કોંગ્રેસ સરકાર બનાવશે. તો શક્તિસિંહ ગોહિલે વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ તમામ વર્ગ તમામ જાતિ ધર્મના લોકો શાસક પક્ષ ભાજપથી કંટાળી ચૂક્યા છે. પેટ્રોલ ડીઝલ ગેસના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો ફટકો સૌરાષ્ટ્ર અને કચ્છની બેઠક પર પડ્યો હતો.
Published by: Kaushal Pancholi
First published: September 28, 2022, 12:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading