રાજપીપળા : આદિવાસી વિસ્તારમાં વેક્સીન મૂકવા ટીમ આવે ત્યારે લોકો કેમ તાળા મારીને ભાગી જાય છે?

News18 Gujarati
Updated: May 7, 2021, 7:07 PM IST
રાજપીપળા : આદિવાસી વિસ્તારમાં વેક્સીન મૂકવા ટીમ આવે ત્યારે લોકો કેમ તાળા મારીને ભાગી જાય છે?
સાગબારા અને ડેડીયાપાડાના ગામોમાં અફવાનું બજાર ગરમ

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ આ વાતની પુષ્ટી કરી કે નર્મદાના અંતરિયાળ વિસ્તારોમાં ગેરસમજ પ્રસરી ગઈ છે, જાણો શું છે આ ચિંતાજનક મામલો

  • Share this:
દિપક પટેલ, રાજપીપળા : રાજપીપળા (Rajpipla) શહેર કરતા નર્મદા જિલ્લાનાં ગામડાઓમાં કોરોના પોઝિટિવ (Corona Positive) કેસની સંખ્યામાં વધારો થયો છે. જોકે, નર્મદા (Narmada) જિલ્લાના અંતરિયાળ એવા ગામડાના આદિવસીઓ અભણ અને અશિક્ષિત હોવાને કારણે કોરોના વેક્સિન (Vaccine) લેતા ડરે છે તેમ તેઓનું કહેવું છે કે વેક્સિન લઈએ તો મરી જવાય અને હાલ જિલ્લામાં મરણ નું પ્રમાણ પણ ગામડાઓમાં જ વધ્યું છે ત્યારે ખુદ સાંસદ પણ આ આદિવસીઓને વેક્સિન લેવા માટે સમજાવે છે.

જોકે, અફવાઓનું બજાર એવું છે કે આ આદિવસીઓમાં અવરનેસના અભાવે મૃત્યુ દરમાં વધારો થતો જાય છે. ન્યૂઝ 18એ વિવિધ ગામડાઓની મુલાકત લીધી ત્યારે ગામડા ના વ્યક્તિઓ તેમના કામકાજ માં પોરવાયેલા હતા અમે તેમને પૂછ્યું કે વેક્સિન લીધી કે નહિ ત્યારે તેમના જવાબ ના હતા ણ તેઓ કારણ પણ બતાવી રહ્યા હતા કે 'વેક્સિનને કારણે બીમાર પડાય એટલે વેક્સીન નથી લેતા જોકે તેઓ નું કહેવું છે કે અમને વેક્સિન વિષે કોઈએ સમજ અપાઈ નથી જો સમજ અપાય તો અમે વેક્સિન લઈશું'

આ પણ વાંચો : સુરત : તાપીમાં મોતની છલાંગ લગાવવા આવેલી યુવતીને લોકોએ બચાવી, ઘટનાનો Live Video વાયરલ

જોકે આ બાબતે સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે કે 'અમે સમજાવીએ છે કે વેક્સિન સુરક્ષિત છે અને તેને લઈ લો, આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે 'નર્મદાના અંતરિયાળ એવા સાગબારા અને ડેડીયાપાડા તાલુકાનાં ગામડાઓમાં અમે જાતે લોકોને સમજાવવા ગયા હતા પરંતુ લોકોમાં મૃત્યુનો ડર પેસી ગયો છે,જ્યારે વેક્સિન મૂકવા ગામડામાં આરોગ્યની ટિમ જાય છે ત્યારે લોકો ઘરે તાળા મારી ભાગી જાય છે એમને સમજાવવા પડશે' ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છેઆ પણ વાંચો : ગઢડા : પ્રણય ત્રિકોણમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, ગળે ટૂંપો આપી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો

આદિવાસી વિસ્તારમાં શિક્ષણ અને લોક જાગૃતિની ઉણપના અભાવે જો આવી અને આવી સ્થિતિ રહી તો સ્થિતિ વણસી જવાની શક્યતા છે. જોકે, વિસ્તારના લોકપ્રિય નેતા હોવાના કારણે સાંસદ વસાવા મેદાને છે પરંતુ તેમની અપીલની અસર કેટલી થશે તે તો સમય આવે જ ખબર પડે પરંતુ હાલમાં જે માહિતી સામે આવી રહી છે તે સરકાર માટે ચોક્કસથી ચિંતાજનક સમાચાર છે.
Published by: Jay Mishra
First published: May 7, 2021, 7:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading