સુરત: ખટોદરામાં બિલ્ડરની ઓફિસમાં 90 લાખ રૂપિયાની ચોરી, થેલામાં રોકડ ભરીને ભાગતા બે શખ્સ સીસીટીવીમાં કેદ

News18 Gujarati
Updated: October 12, 2021, 4:41 PM IST
સુરત: ખટોદરામાં બિલ્ડરની ઓફિસમાં 90 લાખ રૂપિયાની ચોરી, થેલામાં રોકડ ભરીને ભાગતા બે શખ્સ સીસીટીવીમાં કેદ
બે શખ્સ સીસીટીવીમાં કેદ.

Surat 90 lakh case theft: મોડી રાત્રે બે શખ્સો ઓફિસમાં ઘૂસી ગયા હતા અને માત્ર 30 મિનિટમાં 90 લાખ રૂપિયાની રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

  • Share this:
સુરત: સુરતમાં 90 લાખ રૂપિયાની ચોરીનો બનાવ (90 lakh rupees cash tehft) સામે આવ્યો છે. આ ચોરી ખટોદરા વિસ્તારમાં એક બિલ્ડરની ઓફિસ (Builder office)માં થઈ છે. રાત્રે બે શખ્સો બિલ્ડરની ઓફિસમાં ઘૂસ્યા હતા અને 90 લાખની રોકડ થેલામાં ભરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે. જોકે, બંને તસ્કરો ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ (CCTV) થઈ ગયા છે. જેમાં તેઓ રોકડ સાથેના થેલા લઈને ભાગતા નજરે પડે છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ મામલે વધારે તપાસ શરૂ કરી છે. દિવાળી અને નવરાત્રી (Navratri 2021) સમયે જ ચોરી થતાં અન્ય લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

બિલ્ડરની ઓફિસમાંથી 90 લાખ રૂપિયાની ચોરી

મળતી માહિતી પ્રમાણે શહેરના ન્યુ સિટીલાઇટ રોડ પર આવેલી સેન્ટ થોર્મસ સ્કૂલની બાજુમાં બિલ્ડર ગોપાલ ડોકાણી (Builder Gopal Dokani) ઓફિસ આવેલી છે. જેમાંથી રોકડની ચોરી થઈ છે. મોડી રાત્રે બે શખ્સો ઓફિસમાં ઘૂસી ગયા હતા અને માત્ર 30 મિનિટમાં 90 લાખ રૂપિયાની રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે. આ બનાવ સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો છે.

જે રીતે ચોરી થઈ છે તેના પરથી પોલીસને એવું લાગી રહ્યુ છે કે ચોરી માટે કોઈ જાણભેદુએ જ ટીપ આપી હોઈ શકે છે. સાથે જ આ કેસમાં અનેક પ્રશ્નો પણ ઊભા થાય છે. ફરિયાદ પ્રમાણે ચોરી રવિવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ થઈ હતી. આ એ સમય હતો જ્યારે ઓફિસમાં કર્મચારીઓની હાજરી હતી.

કર્મચારીઓની હાજરી હોય ત્યારે બે શખ્સો 90 લાખ રૂપિયા જેટલી રોકડ લઈને ફરાર થઈ જાય તે વાત પ્રથમ નજરે ગળે ઉતરે એવી નથી. ઓફિસમાં જ્યારે 10-15 લોકોની હાજર હતી ત્યારે જ બે શખ્સો પાછલા બારણેથી 30 મિનિટમાં 90 લાખની રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. આ જ કારણે આ કેસમાં કોઈ જાણભેદુએ જ ટીપ આપી હોવાની આશંકા પ્રબળ બની છે.કેવી રીતે ચોરીને અંજામ આપ્યો?

ફરિયાદ પ્રમાણે બંને શખ્સો પાછલા દરવાજેથી બિલ્ડરની ઓફિસમાં દાખલ થયા હતા. જે બાદમાં બંનેએ ટેબલના ડ્રોઅરમાં મૂકેલી સેફની ચાલી લીધી હતી. જે બાદમાં સેફમાંથી રોકડની ચોરી કરી હતી. આ રોકડ 90 લાખ રૂપિયા જેટલી હતી. જે બાદમાં બંને પાછળા દરવાજેથી જ ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ સોમવારે થઈ હતી. બિલ્ડરના કર્મચારીઓએ જ્યારે સેફ ખોલ્યું ત્યારે તેમાંથી 90 લાખ રૂપિયા ગાયબ હતા. જે બાદમાં તાબડતોબ સીસીટીવીની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રોકડની ચોરી થયાનું ખુલ્યું હતું.
Published by: Vinod Zankhaliya
First published: October 12, 2021, 9:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading