સુરત : રખડતા ઢોર પકડવા આવેલી ટીમના પોલીસ જવાન પર હુમલો, પશુપાલકોને બબાલ ભારે પડી!


Updated: May 8, 2021, 4:19 PM IST
સુરત : રખડતા ઢોર પકડવા આવેલી ટીમના પોલીસ જવાન પર હુમલો, પશુપાલકોને બબાલ ભારે પડી!
પોલીસ સાથે ઝપાઝપી કરનારા પશુપાલકોને બબાલ ભારે પડી

કાપોદ્રાની ઘટના, રખડતા ઢોરની ફરિયાદ મળતા એસએમસીની ટીમ બે પશુને પકડવા ગઈ હતી. પશુપાલકો ઉશ્કેરાઈ જતા થઈ માથાકૂટ

  • Share this:
સુરતમાં સતત રસ્તે રઝળતા પશુઓનો (Stray Animals) ખૂબજ ત્રાસ છે ત્યારે રસ્તે રઝળતા બે પશુને પકડવા ગયેલી એસએમસી કર્મચારીઓની ટીમ પશુને પકડી રહી હતી ત્યારે ત્રણ જેટલા પશુપાલકઓએ આવીને માથાકૂટ શરુ કરી હતી. ત્યારે આ ટીમમાં રહેલા પોલીસ કર્મચારીએ માથકૂટની ઘટનાને પોતાના મોબાઈલ કેદ કરતા પશુપાલકો દ્વારા પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે પશુપાલક સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે બે યુવકોની ધરપકડ કરી અને તેને પોલીસ મથક લઈ આવી હતી. આમ સુરતમાં હવે રખડતાં ઢોર પકડવા આવેલી ટીમ પર હુમલો કરવો ભારે પડી શકે છે.

સ્માર્ટ સિટી સુરતમાં અમુક વિસ્તારમાં કેટલાક પશુ પાલકો પશુનું દૂધ કાઢીને તેમને ચરાવવા માટે રસ્તે રેઢા મૂકી દે છે ત્યારે આ પશુઓ રસ્તે રઝળતા હોવાને લઈને લોકોને મુશ્કેલી સાથે અકસ્માત પણ થતા હોય છે. ત્યારે ગતરોજ મનપા ટીમને વિગત મળી હતી કે કાપોદ્રા લક્ષણ નગર પાસે બે જેટલા પશુઓ રસ્તામાં બેસેલા છે જેન લઈને લોકોને મુશ્કેલી પડી રહી છે.

આ પણ વાંચો : સુરત : લવરમૂછિયો રત્નકલાકાર બન્યો 'મહાચોર,' 28 લાખના તૈયાર હીરા ચોરી થઈ ગયો હતો રફૂચક્કર

આ જાણકારી  મળતા મનપા ટીમ આ પશુઓને હટાવા માટે પોતાના કર્માચારીઓ સાથે પહોંચી હતી. જોકે અહીંયા અનેક વખત મનપા ટીમ પર હુમલો થતો હોવાને લઇને મનપાની ટીમ પોલીસને સાથે રાખીને રસ્તા પર બેસેલ પશુને દૂર કરવાની કામગીરી કરી રહી હતી ત્યારે આ પશુના માલિક કાનજીભાઇ હરજીભાઇ રબારી, અરૂણભાઇ સેજાભાઇ રબારી અને પવાભાઇ મકુભાઇ રબારી માથાકૂટ કરી પશુને છોડાવી મનપા કર્મચારીઓને ગંદી ગંદી ગાળો આપીને ઝઘડો કરવા લાગ્યા હતા.

આ પણ વાંચો : COVID : RTPCR ટેસ્ટ કીટને લઈને મોટો ખુલાસો, વીડિયો જોઈ તમે પણ ચોકી ઉઠશોદરમિયાન મનપાની ટીમ સાથે હાજર કાપોદ્રા પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારી એલ.આર રામભાઇ  ચાપરાજભાઇ આ ઝઘડો પોતાના મોબાઇલમાં રેકોર્ડ કરવા લાગ્યા હતા જેને લઈને આ પશુ પાલકોએ મનપાની ટીમને છોડી આ પોલીસ કર્મચારી પર હુમલો કરી તેની સાથે  ઝપાઝપી કરીને આ પોલીસ કર્મચારી ઇજા પહોંચાડી હતી. પશુપાલકો પોલીસના મતે દાદાગીરીથી પોતાના પશુ છોડાવીને ભાગી છૂટ્યાં હતા.

આ પણ વાંચો : ગઢડા : પ્રણય ત્રિકોણમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, ગળે ટૂંપો આપી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો

જોકે, આ મામલે મનપા કર્મચારી દ્વારા આ મામલે પશુપાલકો વિરુદ્ધ સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવાની તજવીજ પોલીસે હાથ ધરી છે ત્યારે પોલીસે બે યુવકોની ધરપકડ પણ કરી હતી.
Published by: Jay Mishra
First published: May 8, 2021, 4:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading