સુરત : ACBના છટકામાં પાલિકાનો લાંચિયો ક્લાર્ક ઝડપાયો, વેરો ઓછો બતાવવા માંગી હતી લાંચ


Updated: June 12, 2021, 3:24 PM IST
સુરત : ACBના છટકામાં પાલિકાનો લાંચિયો ક્લાર્ક ઝડપાયો, વેરો ઓછો બતાવવા માંગી હતી લાંચ
પાલિકાના ક્લાર્કને નિવૃતિના એક મહિના પહેલાં લાંચ માંગવી ભારે પડી, એન્ટી કરપ્શન બ્યૂરોના હાથે ચઢી જતા નિવૃતી લજવાઈ

Surat ACB Trap : પાલિકાના ભ્રષ્ટ કારકૂને નિવૃતિના એક મહિના પહેલાં પણ લાંચ માંગવાની ન છોડી, આખરે કર્મોના ફળનો કાયદાકીય હિસાબ થઈ ગયો

  • Share this:
સુરત : ભ્રષ્ટાચાર નાબૂદી (Corruption) અભિયાનના ભાગરૂપે લાંચરૂશ્વત વિરોધ દળ (ACB) દ્વારા રાજ્યમાં સપાટો બોલાવવામાં આવ્યો છે. અવારનવાર એસીબીના છટકાંમાં સરકારી બાબુઓ ઝડપાઈ જાય છે ત્યારે આવો જ એક લાંચિયો (Clerk) ક્લાર્ક લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. સુરતના (Surat) લિંબાયતમાં વિસ્તારમાં લોકોનો મિલકત વેરો ઓછો આવે તે માટે વેરો ઓછો બતાવવાની લાંચ (Bribe) માંગતો મનપાનો (SMC) એક કારકૂન એસીબીના હાથે (Trap) ચડી ગયો હતો. આ લાંચિયા ક્લાર્કની દુર્દશા એવી છે કે તેની નિવૃત્તિને આડે એક જ મહિનો બાકી હતો છતાં લાંચના લોભે તેની નિવૃતિને લાંછન લગાવ્યું છે.

બનાવની વિગતો એવી છે કે સુરતમાં સતત સરકારી કચેરીના અધિકારીઓ કોઈ પણ કામ હોય તો રૂપિયા વગર કરતા નથી. લાંચ માંગવાની ફરિયાદો એસીબીમાં આવે છે અને એસીબી આ મામલે કાર્યવાહી કરતી હોય છે. ત્યારે મનપાના લીંબાયત ઝોનમાં ક્લાર્ક તરીકે 42 હજાર પગારમાં કામ કરતો કર્મચારી જે મનપા આકરણી વિભાગમાં લોકોની મિલ્કતની આકારણી કરી સરકારનો ટેક્સ નક્કી કરી તિજોરીને આવક અપાવતા હોય છે.

ત્યારે આકારણી વિભાગનો 58 વર્ષીય કલાર્ક અમૃત વસ્તાભાઈ પરમાર જે લોકોની મિલકતાના કરનો લાખો રૂપિયાનો ચૂનો ચોપડવા માટે મિલ્કતદારો પાસે લાંચ લેતો હોવાની સતત ફરિયાદ આવતી હતી.

આ પણ વાંચો : મોરબી : કરૂણ ઘટના! મહિલા LRDએ ક્વાર્ટરમાં આપઘાત કર્યો, 15 દિવસ પૂર્વે જ મળ્યું હતું પોસ્ટીંગ

આ પણ વાંચો : ડીસા: C.A પતિએ મિત્રો સાથે મળીને કરાવી હતી પત્નીની હત્યા, મુખ્યસૂત્રધાર ઝડપાયો

આ પણ વાંચો : સુરત : રત્નકલાકારને મહારાષ્ટ્રની કન્યા સાથેના લગ્ન મોંઘા પડ્યા, એક મહિનામાં જ 4.50 લાખ લૂંટી થઈ ગઈ રફૂચક્કરલિંબાયતમાં રહેતો અને પાનનો ગલ્લો ચલાવતા દુકાનદારે લિંબાયત (સાઉથ ઝોન)માં પ્લોટની માપણી કરાવી હતી તે વખતે લાંચિયા ક્લાર્ક અમૃત પરમારે 5 હજારની માંગણી કરી હતી. જે તે વખતે દુકાનદારે 4 હજાર કલાર્કને આપ્યા હતા. પછી દુકાનદારે પ્લોટમાં બાંધકામ કર્યુ હતું. જેનો વેરો ઓછો કરવા માટે ક્લાર્ક 5 હજારની માંગણી કરી હતી.

આ પણ વાંચો : ગોંડલ : અજયસિંહ જાડેજાની હત્યાના આરોપીઓ ઝડપાયા, પોલીસને જણાવ્યું મર્ડરનું કારણ

આ પણ વાંચો : રાજકોટ : દારૂની હેરાફેરીનો ગજબ આઇડિયા! ઈડલી-સાંભાર અને શાકભાજી વેચનારા બન્યા બૂટલેગર

વારંવાર લાંચની માંગણી કરતો હોવાથી કંટાળીને લાંચ આપ્યા બાદ પણ ફરી લાંચ  માંગતા આ કર્મચારી વિરુદ્ધ પાનના ગલ્લા માલિકે ફરિયાદ કરવાનું નક્કી કરી અને  કર્મચારીને એક મહિનામાં નિવૃત થવાનો હોવા છતાં એક મિલ્કતદર ની મિલ્કતની ઓછી આકારણી બતાવવા માટે રૂપિયા પાંચ હજારની લાંચની માંગણી કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ : ફિલ્મી સ્ટાઇલે દારૂની હેરાફેરી કરતી હતી યુવતીઓ, બીયરનાં 214 ટીન સાથે ઝડપાઈ

આ પણ વાંચો : સુરત : 'છાનીમાની નીકળ, તારા બધા ધંધાની ખબર છે,' BJPની માજી-હાલની નગરસેવિકાની બબાલ, Live video વાયરલ

જોકે આ મિલ્કતદારે આ મામલે એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ લાંચની રકમ ડિંડોલી ખાતે લેવા આવેલ સાંઈ પોઇન્ટ પાસે ક્લાકર્ને રંગે હાથ ઝડપી પાડી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
Published by: Jay Mishra
First published: June 12, 2021, 3:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading