અમદાવાદ : સગી દીકરીને મારવા પેહલા ઝેરી ઈન્જેકશન આપ્યું, મોત ના થયું તો કેનાલમાં ફેંકી દીધી, કારણ જાણી ચોંકી જશો


Updated: July 13, 2021, 7:05 PM IST
અમદાવાદ : સગી દીકરીને મારવા પેહલા ઝેરી ઈન્જેકશન આપ્યું, મોત ના થયું તો કેનાલમાં ફેંકી દીધી, કારણ જાણી ચોંકી જશો
ત્રીજા લગ્ન કરવા પિતાએ દીકરીને મોતને ઘાટ ઉતારી

ત્રીજી વખત લગ્ન કરવાની લાહ્યમાં પિતાએ માસૂમ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી. આરોપીએ સમગ્ર કબુલાત કરી તો પોલીસ પણ તેની વાતો સાંભળી ચોંકી ગઈ.

  • Share this:
અમદાવાદ : ગ્રામ્ય વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાને જોઈ પોલીસ પણ એક સમય માટે ચોંકી ગઈ હતી અને તપાસ કરી તો અનેક ખુલાસાઓ સામે આવ્યા છે. ગુમ થયેલી બાળકી મામલે પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતા એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાણંદ પોલીસ સ્ટેશનમાં ધર્મેશ દેવીપુજક નામના એક વ્યક્તિ પહોંચીને પોતાની સાત વર્ષની દીકરી ગુમ થઇ ગઇ હોવાની જાણ કરી હતી. ધર્મેશ વારંવાર પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન બદલી રહ્યો હતો. પહેલા કહ્યું, મારી દીકરી ગુમ થઈ ગઈ છે, પછી કીધું કે તેનું અપહરણ થઈ ગયેલ છે, પરંતુ ધર્મેશની વાત પોલીસના ગળે ઉતરી ન હતી અને dysp કેટી કામરીયાના સુપર વિઝન હેઠળ, સાણંદ PI એચ.બી. ગોહિલ, તથા psi ગોવિંદ ચાવડા સહિતના સ્ટાફ દ્વારા ઉલટ તપાસ કરી તો હકીકત કાંઈ અલગ જ સામે આવી અને જે જાણી પોલીસ પણ ચોંકી ગઈ હતી.

મળતી માહિતી પ્રમાણે ફરિયાદ આપવા આવેલો ધર્મેશ ફરિયાદી નહીં પરંતુ આરોપી તરીકે સાબિત થઈ ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ધર્મેશ મૂળ આણંદનો રહેવાસી છે અને સાણંદ જીઆઇડીસી વિસ્તારમાં રહે છે અને છૂટક મજૂરી કરે છે. આરોપી ધર્મેશના અગાઉ બે લગ્ન થઈ ચૂક્યા છે પરંતુ, બન્ને છુટા છેડા થયા છે અને તેને અન્ય એક લગન કરવા હતા. પરંતુ, પ્રથમ પત્નીથી થયેલી આ પુત્રીના કારણે ત્રીજા લગ્ન થઇ શકતા ન હતા, જેથી તેણે તેની હત્યાનો પ્લાન બનાવી દીધો.

આ પણ વાંચોરાજકોટ : 'હમ સે ક્યા ભૂલ હુઈ, જો સજા હમકા મીલી', પ્રેમીએ લગ્નની ના પાડતા પ્રેમિકાએ ગટગટાવી ઝેરી દવા

પોલીસ અનુસાર, આરોપીએ 6 જુલાઈની આસપાસ દીકરીને પેહલા જીવ જંતુઓની દવાનું ઈન્જેકશન આપ્યું પરંતુ તેનું મોત ના થતા તેને વિરમગામમાં આવેલ હાંસલ પુરની કેનાલમાં ધક્કો મારી ફેંકી દીધી હતી, આ બાળકીની લાશ લખતર પાસેથી મળી આવી છે. જોકે તે દરમ્યાન આરોપીના માતા પિતાએ પણ પુત્રીની શોધખોળ હાથ ધરી હતી અને આરોપીની પ્રથમ પત્નીના ઘરે જઈ તપાસ કરી હતી, પરંતુ આરોપીની પ્રથમ પત્ની ને પણ જાણ હતી નહીં. ત્યાર બાદ તે લોકોને ખ્યાલ આવ્યો કે, એક લાશ કેનાલમાંથી મળી છે.

આ પણ વાંચોરાજકોટ : પ્રેમલગ્ન બાદ છૂટાછેડા, પછી પતિએ એવું કહ્યું કે, પરિણીતા પહોંચી ગઈ ડિપ્રેશનમાં, કરી લીધો આપઘાત આ સમગ્ર ઘટનામાં પોલીસે પત્ની સામે આરોપીની પૂછપરછ કરી તો, આરોપી તૂટી ગયો અને રડીને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી. હાલ સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અને આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરી કરી છે.
Published by: kiran mehta
First published: July 13, 2021, 5:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading