સુરત : ખાતામાંથી ગાયબ થયેલું યાર્ન શેઠ પાસે જ વેચાવા આવ્યું, 30 લાખની ચોરી પકડાઈ


Updated: May 12, 2021, 7:05 PM IST
સુરત : ખાતામાંથી ગાયબ થયેલું યાર્ન શેઠ પાસે જ વેચાવા આવ્યું, 30 લાખની ચોરી પકડાઈ
પ્રતિકાત્મક તસવીર

પાપ છાપરે ચઢીને પોકારે : કર્મચારીઓની ચોરીનું આ પાપ આવી જ રીતે પકડાયું, ચોરીનો આશ્ચર્યજનક કિસ્સો આવી રીતે આવ્યો સામે

  • Share this:
સચીન જીઆઈડીસીમાં રોડ નં-૪ ખાતે આવેલ શ્રી ઉમામહેશ્વરી ટેક્ષટાઈલ નામના ખાતામાંથી સ્ટોક મેનેજર અને સુપરવાઈઝરે ત્રણ મહિનાના સમયગાળામાં રૂપિયા 30 લાખની કિંમતના વીસકોર્સ યાર્નના કાચા માલના 250 જેટલા કાર્ટૂન ચોરી કરી બારોબારો વેચી નાંખ્યા હતા. જાકે  કર્મચારીઓએ ચોરી કરેલા યાર્નના કાર્ટુન દલાલ મારફતે ફરીથી ફેકટરીના જ માલીક પાસે વેચવા માટે આવતા આખો મામલો બહાર આવ્યો હતો.

સચીન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી વિગત મુજબ રૂસ્તમપુરા ન્યુ જનતા ડેરી વાહી મહોલ્લો ખાતે રહેતા ધવલભાઈ અશોકભાઈ મહાત્મા સચીન જીઆઈડીસી રોડ નં-૪ ખાતે શ્રી ઉમામહેશ્વરી ટેક્ષટાઈલના નામે ફેકટરી ધરાવે છે. ફેકટરીમાં પાંચ મહિનાથી સ્ટોર મેનેજર તરીકે દિવ્યેશ રાજેશ રાવતોલે (રહે, વિજયાનગર હરિનગર ઉધના ) અને  ત્રણ વર્ષથી સુપરવાઈઝર તરીકે અમર મયાદ્દિન સેન (રહે, સત્તુની ચાલ બરફ ફેકટરી પાસે સચીન જીઆઈડીસી) નોકરી કરે છે.

આ પણ વાંચો :  સુરત : BJP અગ્રણીના ભત્રીજાએ જાહેરમાં ઉજવ્યો જન્મદિવસ, Video સોશિયલ મીડિયામાં Viral

આ બંન્ને શખ્સોએ એકબીજાની મદદથી પોતાના આર્થિક લાભ માટે ફેબ્રુઆરી 2021થી એપ્રિલ 2021ના ત્રણ મહિનાના સમયગાળામાં ફેકટરીમાંથી વીસકોર્સ યાર્નના કાચા માલના આશરે 200થી 250 જેટલા કાર્ટૂન જેની કિંમત રૂપિયા 30 લાખ થાય છે જે ચોરી કરી બારોબાર વેચી નાંખ્યા હતા.]

આ પણ વાંચો : સુરત : તાપીના કિનારા પાસે વેચાતો હતો દારૂ, જનતાએ કરી રેડ, Video થયો Viral

આ પણ વાંચો : રાજકોટ : મધર્સ ડેના દિવસે ઘરે આવ્યો દીકરીનો મૃતદેહ, પુત્ર અને પતિ બાદ પુત્રીનું પણ મોતઅત્રે ઉલ્લેખનીય છે કે ધવલ મહાત્માં વીસકોર્સ યાર્નનો કાચો માલ રેધાન ફેશન પ્રા.લી પાસેથી ખરીદે છે અને ફેકટરીમાં તેના ઉપર વર્ક (સાઈઝીંગ) કર્યા બાદ લોકલ લુમ્સના ખાતાઅોમાં વેચાણથી તથા ઝોબવર્ક ઉપર આપે છે.  દરમિયાન થોડા દિવસ પહેલા ધવલભાઈના પિતાને તેઓ જે કંપનીમાંથી યાર્નનો કાચો માલ લાવે છે તેના માલીકે ફોન કરી તેઓ જે વીસકોર્સ યાર્નનો કાચો માલ આપ્યો હતો તે બજારમાં વેચવા માટે આવ્યો છે જેથી તમે કોઈને કાચો માલ વેચ્યો છે કે કેમ જે અંગે પુછતા ધવલે આ અંગે તપાસ કરી હતી.

તે દરમિયાન ગત તા 6-મે ના રોજ યાર્ન દલાલ જાવેદ મારફતે તેમનો વીસકોર્સ યાર્નનો માલ તેમને જ વેચાવા માટે આવતા તેઓ માલ જાઈને ચોકી ઉઠ્યા હતા. ખાતામાંથી યાર્નની ચોરી થતી હોવાનુ નક્કી થયા બાદ ધવલભાઈએ ખાતાના ગેટના સિક્યુરીટી રાજેશ ઠાકુરને પુછપરછ કરતા અમર અને દિવ્યેશ ઘણીવાર ગેટપાસ વગર, યાર્નના કાર્ટુન બહાર મોકલતા હોવાનુ બહાર આવ્યું હતું.

આ પણ વાંચો :  સુરત : દારૂની હેરફેરની નવી ટેકનિકનો પર્દાફાશ, બૂટલેગરોનો આઇડિયા જાણી પોલીસ આશ્ચર્યચકિત!

આ પણ વાંચો : રાજકોટ : ‘હું ને મારી માં ઝાડીઓ વચ્ચે છૂપાઈને બેઠા છીએ, મારો ભાઈ અમને ફરીથી મારશે તેવી બીક છે’

જેથી અમર અને દિવ્યેશને બોલાવી  પુછપરછ કરતા ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન કાર્ટુન ચોરી બહાર બીજાને વેચ્યા હોવાની કબુલાત કરી હતી. બનાવ અંગે પોલીસે ધવલ મહાત્માની ફરિયાદ લઈ અમર અને દિવ્યેશ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by: Jay Mishra
First published: May 12, 2021, 7:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading