સુરતઃ બ્યુટી પાર્લર ચલાવતી મહિલાને બંગ્લોઝ પર મળવા બોલાવી, દારુ પીવડાવી FB ફ્રેન્ડે આચર્યું દુષ્કર્મ


Updated: June 12, 2021, 4:48 PM IST
સુરતઃ બ્યુટી પાર્લર ચલાવતી મહિલાને બંગ્લોઝ પર મળવા બોલાવી, દારુ પીવડાવી FB ફ્રેન્ડે આચર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

surat news: મનોજ વસૈયાએ પરિણીતાને ડુમસના સુલતાના બાદમાં આવેલા સાગર વિલા બંગ્લોઝમાં મળવા બોલાવી હતી. બંગ્લામાં મનોજ સાથે તેના મિત્ર પીન્ટુ વસૈયા, સંજય સેખડા અને દીનાબેન નામની યુવતી પણ હતી.

  • Share this:
સુરતઃ શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ (rape case) રોજેરોજ બનતી રહે છે ત્યારે વધુ એક મહિલા સાથે દુષ્કર્મ થયાની ઘટના બની હતી. શહેરના બ્યુટી પાર્લર (beauty parlor woman) ચલાવતી 38 વર્ષીય મહિલાને ફેસબુક ઉપર મિત્રતા (friendship on facebook) કેળવ્યા બાદ બે મિત્રોએ દારૂ પીવડાવ્યા (drunk liquor) બાદ દુષ્કર્મ આચર્યું હતું. જોકે, મહિલાએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથધી હતી.

ઘટના અંગે વાત કરીએ તો શહેરના વરાછા વિસ્તારમાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી 38 વર્ષીય પરિણીતા સાથે ફેસબુક ઉપર મિત્રતા કેળવ્યા બાદ ફેસબુક ફ્રેન્ડે તેના બે મિત્રોની મદદથી તેણીને ડુમસના સુલતાના બાદમાં આવેલા સાગર વિલાબંગ્લોમાં દારૂ પીવડાવ્યા બાદ મોબાઈલમાં બિભત્સ ફોટા બતાવી સમાજમાં બદનામ કરી જનથી મારી નાંખવાની ધમકી આપી બળાત્કાર કર્યો હતો.

સુરતમાં સતત બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક મહિલાને તેના પ્રેમીને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર કર્યો હોવાની ઘટના સુરતના પોલીસ વિભાગમાં નોંધાઇ છે આ ઘટના સામે આવતાની સાથે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ-ગોંડલઃ ચેતવણીરૂપ કિસ્સો! VIP મેમ સાથે ડેટિંગ-શરીર સુખ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં આધેડે રૂ.1.30 કરોડ ગુમાવ્યા

આ પણ વાંચોઃ-સેલ્ફીએ ખોલી પતિની પોલ! વટ સાવિત્રી વ્રતની પૂજા કરી પત્નીએ લીધી પતિ સાથે સેલ્ફી, ગેલેરી જોતા જ પત્ની ચોંકી ગઈ

સુરત વરાછામાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી 38 વર્ષીય પરિણીતાને બે વર્ષ પહેલા મનોજ વસોયા (રહે, વેસુ)એ તેના ફેસબુક એકાઉન્ટમાંથી  ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી પરિચય કેળવ્યો હતો. ત્યારબાદ 25 જાન્યુઆરી 2019માં મનોજે પરિણીતાના બ્યુટી પાર્લરના ફેસબુક એકાઉન્ટ આઈડી ઉપર મેસેજ કરી તેના કૌટુંબિક મામા નાઓની ઓળખાણ આપી ગાઢ મિત્રતા કરી હતી.આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! લિવ ઈનમાં રહેતા યુવકે જ યુવતીને જીવતી સળગાવી, યુવતીએ મરતા મરતા ડોક્ટરને જણાવ્યું દર્દ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'મેં તારા નગ્ન વીડિયો ફોટો ઉતારી લીધા છે', ઉજ્જવળ ભવિષ્યના સપના બતાવી માલિકનું યુવતી સાથે દુષ્કર્મ

પરિણીતા અને મનોજ અવાર નવાર મોબાઈલ ઉપર વાતો કરતા હતા. મનોજ વસૈયાએ પરિણીતાને ડુમસના સુલતાના બાદમાં આવેલા સાગર વિલા બંગ્લોઝમાં મળવા બોલાવી હતી. બંગ્લામાં મનોજ સાથે તેના મિત્ર પીન્ટુ વસૈયા, સંજય સેખડા અને દીનાબેન નામની યુવતી પણ હતી.

આ પણ વાંચોઃ-રોડ અકસ્માતનો live Video જોઇ તમારા રૂવાડાં ઉભા થઈ જશે, મોર્નિંગ વોક પર નીકળેલા ચાર લોકોને ડમ્પર કચડી નાંખ્યા

ત્યાં તમામ મિત્રોએ્ દારૂની પાર્ટી કરી હતી જેમાં પરિણીતાને પણ દારૂ પીવડાવ્યો હતો. ત્યારબાદ મનોજ સહિત ત્રણેય જણાએ પરિણીતાને મોબાઈલમાં બિભત્સ ફોટા બતાવ્યા હતા. અને સમાજમાં બદનામ કરી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી મનોજ વસોયાએ તેણીના ઉપર બળાત્કાર કર્યો હતો.બનાવ અંગે ગઈકાલે રાત્રે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય નરાધમ તેમજ દિના નામની મહિલા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જોકે આ ઘટના સામે આવતાની સાથે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
Published by: ankit patel
First published: June 12, 2021, 4:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading