સુરતઃ લુખ્ખાઓના આતંકનો live video: ઘાતક હથિયારો વડે માથાભારે તત્વોનો સોસાયટીમાં આતંક


Updated: October 16, 2021, 6:26 PM IST
સુરતઃ લુખ્ખાઓના આતંકનો live video: ઘાતક હથિયારો વડે માથાભારે તત્વોનો સોસાયટીમાં આતંક
વાયરલ વીડિયો પરથી તસવીર

surat crime news: સોસાયટીના લોકોને (society people) સાથે માથાકૂટ કરવા સાથે હથિયારો (Weapons To scare people) લઈ જઇ લોકોને ડરાવતા હોવાની ઘટના સામે આવી હતી. જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ (cctv video viral on social media)થઈ હતી.

  • Share this:
સુરતઃ સુરતના (surat news) શ્રમિક વિસ્તારોમાં અસામાજીક તત્વોમાં આતંક દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં (Godadara area) આવેલી વૃંદાવન પાર્ક સોસાયટીમાં કેટલાક અસામાજિક તત્ત્વો (Antisocial elements) બેફામ બન્યા હતા અને સોસાયટીના લોકોને (society people) સાથે માથાકૂટ કરવા સાથે હથિયારો લઈ જઇ લોકોને ડરાવતા હોવાની ઘટના સામે આવી હતી. જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ (cctv video viral on social media) થતાંની સાથે જ પોલીસે હવે આરોપીઓને (accused) પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

સુરતમાં સુરત પોલીસની નિષ્ક્રિયતાને પગલે સુરતમાં સામાજિક અને લુખ્ખા તત્વો બે ફામ બન્યા છે ખાસ કરીને સુરતના શ્રમ વિસ્તારો જેવા કે લિંબાયત ઉધના ગોડાદરા ડિંડોલી જેવા વિસ્તારોમાં આ સામાજિક તથા સામાન્ય વ્યક્તિને ડરાવી-ધમકાવી પોતાની વિસ્તારમાં છાપ ઊભી કરવાના પ્રયાસો કરતા હોય છે.

જ્યારે અસામાજિક તત્વોની દાદાગીરીથીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ કાર્યવાહી કરતી હોય છે ત્યારે વધુ એક વખત સુરતના ગોડાદરા વિસ્તારમાં લુખ્ખા તત્વોની દાદાગીરીથી ના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

ગોડાદરા વિસ્તારમાં આવેલી વૃંદાવન પાર્ક સોસાયટીમાં શુભમ બીડી, મેહુલ કાન, અજીત ખિચડી, પપ્પુ અને અન્ય અસામાજિક તત્વોએ સ્થાનિક રહેવાસીઓ સાથે પ્રથમ તો ઝઘડો કરી માથાકૂટ શરૂ કરી હતી.



ને જોતજોતામાં આ વિસ્તારમાં પોતાની દાદાગીરી શાંતિ અને મહત્વ સાબિત કરવા માટે ઘાતક અત્યારે સાથે જાહેરમાં દોરતા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પોલીસ અસામાજિક તત્વો પર લગામ લગાવવામાં નિષ્ફળ ગઈ હોવાથી આવા લોકો બેફામ બન્યા છે. અને સામાન્ય વ્યક્તિને ડરાવી-ધમકાવી પૈસાની ઉઘરાણી કરતા હોય છે.

આ પણ વાંચોઃ-વલસાડઃ નદી વાટે દારૂ ઘૂસાડવા જતા હતા બૂટલેગરો, પોલીસ ત્રાટતા દારૂ છોડી નદીમાં કૂદી ફરાર, નવો આઇડિયા ફેઈલ

અને લોકોમાં પોતાની ધાક બેસાડવા માટે આ પ્રકારના પ્રયાસો કરતા હોય છે. આ વિસ્તારમાં આ જ પ્રકારે અસામાજિક તત્વો લાંબા સમયથી આતંક મચાવતા હોય છે પણ પોલીસ જ્યારે વીડિયો વાયરલ થાય છે ત્યારે કાર્યવાહી કરતી હોય છે જેને લઇને આવા લોકો બેફામ બન્યા છે.

આ પણ વાંચોઃ-પંચમહાલઃ મહિલા TDO અને ત્રણ કર્મચારીઓ ACBની ટ્રેપમાં ઝડપાયા, 'મલાઈ' ખાવાની લાલચ ભારે પડી

ત્યારે વધુ એક વખત આ વિસ્તારમાં બનેલી ઘટનાના સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ની સાથે જ પોલીસે અસામાજીક તત્વોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ-મોરબીઃ ભાભીને પામવા માટે ભાઈએ જ પિતરાઈ ભાઈનું ઢીમ ઢાળી દીધું, સર્ફરાજ ફિરોઝશા ઝડપાયો

જોકે આ તમામ વૃંદાવન પાર્ક સોસાયટી નજીકમાં જ તેના વિસ્તારમાં રહેતા શ્રમિકોને ડરાવી પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે લાંબા સમયથી આંતક મચાવવાની સતત ફરિયાદો આવી રહી છે પણ પોલીસે કાર્યવાહી ન કરતા આખરે આ સામાજિક તત્ત્વો બેફામ બનેલા વીડિયોમાં જોવા મળી રહ્યા છે.
Published by: ankit patel
First published: October 16, 2021, 6:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading