Surat news: કાજુ-બદામના વેપારીની ગળે ટૂંપો આપી હત્યા, ઘરમાંથી પાંચ દિવસથી સડતી હતી લાશ


Updated: September 20, 2021, 5:07 PM IST
Surat news: કાજુ-બદામના વેપારીની ગળે ટૂંપો આપી હત્યા, ઘરમાંથી પાંચ દિવસથી સડતી હતી લાશ
મોટા વરાછામાં ઘટના સ્થળની તસવીર

surat crime news: વૃદ્ધની તેના બંધ મકાનમાંથી (old man dead body found in home) કોહવાયેલી લાશ મળી આવી હતી. પાંચ દિવસના સમયગાળા દમિયાન હાથ અને મોઢાં ઉપર કપડું બાંધી હત્યા કરી (old man murder) હત્યારાઓ બહારથી તાળું મારી ભાગી ગયા હતા.

  • Share this:
સુરતઃ સુરત શહેરમાં (surat city news) હત્યાની ઘટનાઓ (murder case) છાસવારે બનતી રહે છે ત્યારે વધુ એક હત્યાની ઘટના સુરતના મોટા વરાછામાં (mota varachha murder) બની હતી. મોટા વરાછાની નીચલી કોલોનીમાં ભાડેની રૂમમાં રહેતા અને કાજુ-બદામનો ધંધો કરતા છત્તીસગઢના (Chhattisgarh) વૃદ્ધની ગળે ટૂંપો આપી હત્યા થયેલી માત્ર (Old man murder) આંતરવસ્ત્રો પહેરેલી અને હાથ બાંધેલી હાલતમાં લાશ મળી આવતા અમરોલી પોલીસ દોડતી (Amaroli police) થઇ ગઇ છે. પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાની આશંકા છે. જો કે પોલીસે આ સમગ્ર મામલે તપાસ આગળ વધારી છે.

સુરતનાં અમરોલીનાં મોટા વરાછા રહેતાં વૃદ્ધની તેના બંધ મકાનમાંથી કોહવાયેલી લાશ મળી આવી હતી. પાંચ દિવસના સમયગાળા દમિયાન હાથ અને મોઢાં ઉપર કપડું બાંધી હત્યા કરી હત્યારાઓ બહારથી તાળું મારી ભાગી ગયા હતા. કોઇ પરિચીત દ્વારા જ તેની હત્યા કરી દેવાયાની શંકા પોલીસ સેવી રહી છે.

નીચલી કોલોનીમાં રમો ભાડે આપતાં વીરજીભાઇ શનિવારે બપોરે કોલોનીમાં આવ્યા હતા ત્યારે પહેલાં માળે આવેલાં રૂમમાં એકમાંથી ભયંકર દુર્ગંધ આવતી હોઈ આ ચાલીમાં જ રહેતાં અને દેખરેખ રાખતા નયન ઉર્ફે નીતીન ઠુમ્મરને બોલાવ્યો હતો.

અને દરવાજો તોડવામાં આવતાં અંદર છલ્લાં દસેક મહિનાથી એકલાં રહેતાં કન્હરામ સુંદરરામની લાશ પડી હતી. કોહવાઈ ગયેલી ડેડબોડીનાં ચહેરા અને માથામાં કીડા પડી ગયા હતા. બંને હાથ બાંધી દેવામાં આવ્યા હતા. અને મોંઢા ઉપર પણ કપડું બાંધવામાં આવ્યું હતુ.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મેષ રાશિ માટે અઠવાડિયું નવી શરુઆત બની શકે છે, જાણો રાશિફળ

મામલો સ્પષ્ટ રીતે હત્યાનો હતો કોઈએ આ ઝારખંડની વતની અને ત્યાંથી સૂકો મેવો લાવી વેપાર કરતાં વૃદ્ધની હત્યા કરી નાંખી હતી. જો કે ઘટનાની જાણ દોડી આવેલી અમરોલી પોલીસે લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.આ પણ વાંચોઃ-અમદાવાદઃ 10 વર્ષથી સક્રિય ગેંગને એક જ ઝાટકામાં પોલીસે પુરી કરી નાખી, મેબલો, લાલો, સર્કિટ, કાંચો સામે ગાળિયો કસાયો

જેમાં ત્રણથી ચાર દિવસ અગાઉ ગળે ટુંપો આપી એટલે કે શ્વાસ રૂંઢાવાથી કન્હઇનું મોત થયાનું જણાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. કન્હાઇ અગાઉ પાઉડર કોટીંગનું કામ કરતો હતો. પરંતુ આ કામ છોડી છેલ્લા આઠેક મહિનાથી વતન ખાતેથી કાજુ-બદામ મંગાવી વેપાર કરતો હતો અને રૂમમાં એકલો જ રહેતો હતો.

આ પણ વાંચોઃ-17 વર્ષના પુત્રને સાવકી માતા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ ગયો પિતા, પછી....

ઉલ્લેખનીય છે કે સુરતમાં છાસવારે હત્યાની ઘટનાઓ બનતી રહે છે ક્યારેક જાહેરમાં જ લોહીયાર ખેલ ખેલાતો પણ હોય છે. આવી સ્થિતિમાં વેપારીની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
Published by: ankit patel
First published: September 20, 2021, 4:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading