સુરત : મોબાઇલ સ્નેચર રંગેહાથ ઝડપાતા ધમાચકડી, લોકોએ કાયદો હાથમાં લઈ કરી ધોલાઈ, Viral થયો Video


Updated: May 28, 2021, 6:20 PM IST
સુરત : મોબાઇલ સ્નેચર રંગેહાથ ઝડપાતા ધમાચકડી, લોકોએ કાયદો હાથમાં લઈ કરી ધોલાઈ, Viral થયો Video
ટીઆરબીના જવાનોએ ચોરને લોકોના મારથી બચાવ્યો

TRB જવાનો ભીડમાંથી બચાવી લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા છતાં પ્રજાનો ગુસ્સો હતો સાતમા આસમાને, જોકે, આ પ્રકારે કાયદો હાથમાં લેવો કેટલો યોગ્ય ?

  • Share this:
સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે અને તેમાં પણ મોબાઇલ સ્નેચિંગની સતત ઘટના વધી રહી છે ત્યારે આવા લોકોને પકડવામાં પોલીસ ખાસ રસ લેતી નથી. જેના કારણે લોકો અકળાઈ જાય તેવી સ્થિતિ સર્જાતી હોય છે. મોબાઇલ સ્નેચિંગ અને ખોવાઈ જવાની ફરિયાદો નોંધાવામાં પણ પ્રજાને પરસેવો પડી જાય છે કારણ કે આ પ્રકારના ગુનામાં ગંભીરતા દાખવવામાં આવતી નથી ત્યારે આવો જ એક મોબાઇલ સ્નેચર પ્રજાના હાથે ચઢી જતા ધમાચકડી મચી હતી. લોકોએ રંગેહાથ ઝડપાયેલી સમડીને ઢોર માર માર્યો હતો અને કાયદો હાથમાં લઈ લીધો હતો. જોકે, ટીઆરબીના હાજર જવાનોએ આ તસ્કરને પ્રજાના મારથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

બનાવની વિગતો એવી છે કે આજે સુરતમાં એક રાહદારીના હાથમાંથી મોબાઇલ ઝૂંટવીને ભાગવા જઈ રહેલા સ્નેચરને આસપાસના તમામ લોકોએ બૂમાબૂમ કરી મૂકતા ત્યાં ઉભેલા યુવકોએ તેને પકડી લીધો હતો. રાહદારીએ લોકોને કહ્યું કે, આ મારા હાથમાંથી મોબાઇલ ઝૂંટવીને નાસી જતો હતો.

આ પણ વાંચો :  સુરત : પોલીસકર્મી મહાવીરસિંહનો Viral Video, વૈભવીકારમાં આતશબાજી કરી ઊજવ્યો B-Day, થયો વિવાદ

આ પણ વાંચો : સેલવાસ : અજીબ ચોર! માત્ર સાયકલોની કરતો હતો ચોરી, કારણ જાણીને પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગઈ


રાહદારીએ પોતાનો મોબાઈલ લીધા બાદ એકત્ર થયેલા ટોળાંએ તેને ઢોર માર માર્યો હતો અને પોલીસને તેની માહિતી આપી હતી. દરમિયાન જાહેર રસ્તા ઉપર જ આ ઘટના બનતા ટ્રાફિક પોલીસના જવાનો ઘટના સ્થળ પર દોડી આવીને યુવકને પીસીઆર વાન આવે ત્યાં સુધી પકડી રાખ્યો હતો.


જોકે પોલીસ આવા ઈસમોને પકડવાના નિસ્ફળ રહી છે ત્યારે આવા ઈસમોને લોકો પકડીને બરાબરનો મેથી પાક આપીને પાઠ ભણવાનું શરૂ કર્યુ છે. જોકે આવા ઈસમો શહેરના રસ્તામાં જતી મહિલાના ગળામાંથી બાઇક પર આવીને ચેન તોડી ભાગી છૂટતા હોય છે, ત્યારે સુરતના કતારગામ વિસ્તરમાં આવી સતત ઘટના બનતી રહે છે.

આ પણ વાંચો :  સુરત : મેયર માટે SMCએ 5 કરોડનો 'મહેલ' બંધાવ્યો, મંત્રીઓનાં નિવાસને આટી મારે એવો વૈભવ

આ પણ વાંચો : સુરત : બૂટલેગરના પ્રસંગમાં 'ખાખી મહેમાન' ત્રાટક્યા, Video Viral થતા કાર્યવાહી, ઉડાડ્યા હતા નિયમોના ધજાગરા

ત્યારે આવી ઘટનાઓથી કંટાળીને લોકોને કાયદો હાથમાં લેવાના વારા આવતા હોય છે, ત્યારે પોલીસે આ ચોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે. વાહન ચાલકો સાથે રાહદારીઓએ પણ સતર્કતા રાખવાની જરૂર છે, પણ સાથે સાથે પોલીસે પણ પેટ્રોલીંગ સઘન બનાવીને પોલીસે આવા તત્વોને કાબૂમાં કરવા જોઈએ.
Published by: Jay Mishra
First published: May 28, 2021, 6:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading