સુરત : ચોંકાવનારી સત્ય ઘટના! કાપડના વેપારીએ પોતાની જાતને મૃત જાહેર કરી, બનાવી લીધું હતું ડેથ સર્ટિફિકેટ


Updated: March 23, 2021, 8:20 PM IST
સુરત : ચોંકાવનારી સત્ય ઘટના! કાપડના વેપારીએ પોતાની જાતને મૃત જાહેર કરી, બનાવી લીધું હતું ડેથ સર્ટિફિકેટ
આરોપી વેપારીની પોલીસે ધરપકડ કરી હતી.

કમલેશ ચંદવાનીસામે સુરત ઉપરાંત અમદાવાદ અને વડોદરામાં ચીટિંગની ફરિયાદો નોંધાઈ છે.કરોડોના ચીટિંગના તેમના વિરુદ્ધ કોર્ટ કેસો ચાલી રહ્યા છે.

  • Share this:
સુરત : સુરતમાં એક કાપડ વેપારીની (Surat Cloth Merchant) કાળી કરતૂત સામે આવી છે. આ આધેડ વેપારીએ પોતાની જાતને કાગળિયે મૃત (Declared Dead on paper) જાહેર કરી નાખી હતી. એટલું જ નહીં પરંતુ પોતાનું મરણ સર્ટિફિકેટ (Death certificate) પણ મેળવી લીધું હતું. આ ઘટના પ્રકાશમાં આવતા હાહાકાર મચી ગયો છે. જોકે, તપાસના અંતે આ વેપારીની ધરપકડ થઈ ગઈ છે અને તેની કરતૂતોનો ભાંડો ફોડ થયો છે. સુરતના કાપડ વેપારી સાથે છેતરપિંડી કરવાના ગુનામાં ગુજરાત હાઇકોર્ટે રૂ. 2 લાખ જમા કરાવવાનો આદેશ કર્યો હતો. જેથી મરણના ખોટા પુરાવા ઉભા કરી હાઇકોર્ટમાં પોતાને મૃત જાહેર કરનાર ગઠિયા અને તેના પુત્ર વિરૂદ્ધ સલાબતપુરા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

વેસુમાં ગોયેન્કા સ્કૂલ પાસે કેપિટલ ગ્રીનમાં રહેતા 40 વર્ષીય સંજય સત્યનારાયણ ખૈરાડી કાપડ વેપારી છે અનુપમ માર્કેટમાં તેમની દુકાન આવેલી છે સંજયભાઈ અને અન્ય વેપારીઓ પાસેથી કમલેશ ઉર્ફે કમલ જેકીશન ચંદવાની એ લાખોનો ઉધારીમાં ખરીદ્યા બાદ પેમેન્ટ માટે હાથ ઊંચા કરી દીધા હતા.

કમલેશ ચંદવાનીની સૂચિત સાડી એમ્બ્રોડરીના નામે ભાગીદારીમાં ફાર્મ ચલાવતો હતો. દરમિયાન પેમેન્ટ નહીં ચુકવતા સંજય ખૈરડીએ ગત તારીખ 26-7-20ના રોજ સલાબતપુરા પોલીસમાં કમલેશ ચંદવાની સામે ફરિયાદ આપી હતી. પોલીસે ગુનો નોંધતા કમલેશ ચંદવાનીએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી.જોકે તારીખ 18-8-29 ના રોજ કોર્ટે આગોતરા નામંજૂર કર્યા હતા.

આ પણ વાંચો : સુરતના મોટા વરાછામાં બિલ્ડિંગની દીવાલ ધરાશાયી, 3 શ્રમિકોનાં મોત, ચાર ગંભીર

ત્યારબાદ કમલેશ ચંદવાનીએ હાઇકોર્ટમાં આગોતરા મુક્યા હતા.જેની સુનવાણીમાં હાઇકોર્ટે કમલેશ ચંદવાનીને રૂપિયા 2 લાખ તારીખ 12-11-20 સુધીમાં ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવા હુકમ કર્યો હતો.જોકે,કમલેશ ચંદવાનીએ આ રકમ કોર્ટમાં જમા કરાવી ન હતી.
ત્યારબાદ પુત્ર વરુણ સાથે મળી કમલેશ ચંદવાનીએ બોગસ મરણ દાખલ બનાવડાવ્યો હતો.વકીલને ગેરમાર્ગે દોરી વરુણે પિતા કમલેશનો બોગસ મરણ દાખલો હાઇકોર્ટમાં રજૂ કરાવ્યો હતો.આ મરણ દાખલાના આધારે હાઇકોર્ટે આગોતરા જામીન અરજીને ડિસ્પોઝ ઓફ નિકાલ કરાવી દીધી હતી.

દરમિયાન ભોગ બનનારા વેપારી સંજય ખૈરાડીને કમલેશ ચંદવાનીનું મોત થયું હોવા અંગે શંકા ઉપજી હતી.તેમણે ફરી સલાબતપુરા પોલીસમાં અરજી કરી કમલેશ ચંદવાનીમૃત્યુ પામ્યા હોવાની ખરાઈ કરવાની માંગ સાથે ગત તારીખ 13-3-21 ના રોજ અરજી કરી હતી.મામલાને ગંભીરતાથી લઇ સલાબતપુરા પોલીસે તલસ્પર્શી તપાસ કરતા મોટું રેકેટ બહાર આવ્યું હતું.

આ પણ વાંચો : સુરત : Lockdownની બીકે પર પ્રાંતિયોનું 'પલાયન' શરૂ, નગરસેવકો દોડતા થયા

કમલેશ ચંદવાનીસામે સુરત ઉપરાંત અમદાવાદ અને વડોદરામાં ચીટિંગની ફરિયાદો નોંધાઈ છે.કરોડોના ચીટિંગના તેમના વિરુદ્ધ કોર્ટ કેસો ચાલી રહ્યા છે.જેથી આ કોર્ટ કેસોમાંથી છુટકારો મેળવવા પુત્ર વરુણ સાથે મળી ડોક્ટરનું બનાવતી લેટરપેડ પર કમલેશ ચંદવાનીના બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવી હ કોર્ટમાં રજૂ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.સલાબતપુરા પોલીસે લોકેશન ટ્રેસ કરી બાદ ચાર દિવસ વોચ ગોઠવી ભેજાબાજ કમલેશ ચંદવાનીને મહારાષ્ટ્ર -પુણેના બારમા ઐયાશી કરતા ઝડપી પાડ્યો હતો.આ ગુનામાં કમલેશનો પુત્ર વરુણ હાલ વોન્ટેડ છે
Published by: Jay Mishra
First published: March 23, 2021, 8:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading