સુરતઃ કોરોના સંકટ વચ્ચે મેદાનમાં ક્રિકેટ રમી રહેલા યુવકો પોલીસને જોઈ ઊભી પૂંછડીયે ભાગ્યા, જુઓ live video


Updated: May 10, 2021, 8:54 PM IST
સુરતઃ કોરોના સંકટ વચ્ચે મેદાનમાં ક્રિકેટ રમી રહેલા યુવકો પોલીસને જોઈ ઊભી પૂંછડીયે ભાગ્યા, જુઓ live video
વીડિયો પરની તસવીર

સુરતના મેદાન યુવકોથી ભરેલું હતું અને યુવકો ક્રિકેટ રમવામાં મગ્ન હતા. ત્યારે અચાનક પોલીસની જીપ આવી પહોંચી હતી. ત્યારે મેદાનમાં અફરાતરફીનો માહોલ સર્જાયો હતો. યુવકો ઊભી પૂંછડીએ ભાગ્યા હતા.

  • Share this:
સુરતઃ સુરત આ કોરોના મહામારી (coronavirus) વચ્ચે તંત્ર દ્વારા લોકડાઉન (lockdown) આપવામાં આવ્યુ છે. તયારે  લોકો કેટલા બેકાળજી રાખ છે. તે ઘટના સમયે આવી છે સુરતના મોટા વરાછા (Mota Varachcha) ખાતે આવેલ એક ગ્રાઉનમાં (Ground) યુવાનો ક્રિકેટ રમવા માટે એકત્ર થયા હતા જોકે અહીંયા લોકો પણ મોટી સંખ્યા માં અહીંયા હતા તે એમાંયે અચાનક પોલીસ આવતાની સાથે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી પોલીસ આવતા  ક્રિકેટ મેદાનમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસના હાથે ચઢી જવાની બીકે યુવાનો પોતાના વાહનોને લઈને રીતસરના દોડતા જોવા મળ્યા હતા.

સુરતમાં લોકો કોરોના સંક્રમણને લઈને તકેદારી રાખી રહ્યા નથી. તેનાં અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મોટા વરાછા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં યુવકો એકત્રિત થયા હતા. આસપાસના લોકોના કહેવા મુજબ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર યુવાકોના ટોળે ટોળા દેખાય છે. કોરોના સંક્રમણનો જાણે તેમને કોઈ ભય ન હોય તે રીતે તેઓ સતત એકત્રિત થઈને રમતા હોય છે અથવા તો ટોળામાં બેસી સમય પસાર કરતા હોય છે. પોલીસને જાણ થતા પોલીસની પીસીઆર વાન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર એકાએક પહોંચી ગઈ હતી

મેદાનમાં અફરા તફરીનો માહોલ સર્જાયો

મોટા વરાછા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર એકઠા થયેલા યુવાનો અંગે પોલીસને માહિતી મળતાની સાથે જ પોલીસ ગ્રાઉન્ડ પર પહોંચી હતી. પોલીસને ક્રિકેટ ગ્રાઉન્ડમાં દાખલ થતાં જોતાં જ ક્રિકેટ મેદાનમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસના હાથે ચઢી જવાની બીકે યુવાનો પોતાના વાહનોને લઈને રીતસરના દોડતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

આ પણ વાંચોઃ-દાહોદની હૃદયદ્રાવક ઘટના! મધર્સ ડેના દિવસે જ કોરોનાએ બે ફૂલ જેવા બાળકોની માતા છીનવી, સાત વર્ષના પુત્રએ આપ્યો અગ્નિદાહપોલીસ પીસીઆરવાન ગ્રાઉન્ડમાં દાખલ થતાં જ જે દૃશ્યો હતાં તે ખરેખર ચોંકાવનારા હતા. એક મેદાનમાં આટલી મોટી સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા અથવા તો સમય પસાર કરવા માટે ત્યાં એકત્રિત થાય એટલી ગંભીર બેદરકારી માની શકાય. છતાં પણ યુવાનોને જાણે કોરોના સંક્રમણ અને શહેરમાં કોરોના સંક્રમણ થતાં મોતનો કોઈ ભય ન હોય તે પ્રકારની સ્થિતી જોવા મળી હતી.

આ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ આડા સંબંધોનો કરુણ અંજામ! માતા સાથે સંબંધ રાખનાર છગન દેવા વરુની ધારિયા વડે હત્યા

આ પણ વાંચોઃ-ગોધરાઃ હાથમાં લગ્નની મહેંદી સજે એ પહેલા જ યુવતીની હત્યા, ગુરુવારે લખાયા હતા લગ્ન, ખુશી મામતમાં ફેરવાઈ

છેલ્લા ઘણા દિવસોથી મોટા વરાછા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર યુવાનોના ટોળા એકઠા થતાં હોવાની ફરિયાદ આવી રહી હતી. આજે આ બાબતને પોલીસે ગંભીરતાથી લેતા મેદાનના દૃશ્ય જોઇને પોલીસ પણ ચોંકી ગઈ હતી. સુરત કોર્પોરેશન કે પોલીસ વિભાગ ગમે તેટલી સખ્તાઈ અને મહેનત કરે પરંતુ જો આપણે પોતે સ્થિતિની ગંભીરતાને નહીં સમજીશું તો કોરોના સંક્રમણ અંકુશમાં લાવવો શહેર માટે શક્ય નથી.



વિશેષ કરીને કોરોના બીજી લહેરમાં યુવાનો પણ વધુ સંખ્યામાં ભોગ બની રહ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ તંત્ર ક્યારે આવા યુવાનો સામે સખ્ત કાર્યવાહી કરે છે ત્યારે ઘણી વખત તેનો વિરોધ પણ કરવામાં આવતો હોય છે. પરંતુ જ્યારે યુવાનો પોતાની ફરજ નથી નિભાવતા ત્યારે એક ક્ષણે એવું લાગે છે કે પોલીસ દંડો બતાવે તો જ યુવાનો શિસ્તમાં રહે છે.
Published by: ankit patel
First published: May 10, 2021, 8:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading