સુરત : 3 માળનું ફાયર સ્ટેશનનું બિલ્ડીંગ કડડડભૂસ, અનેકના જીવ થયા અધ્ધર, જુઓ દિલધડક Video


Updated: September 21, 2021, 10:49 PM IST
સુરત : 3 માળનું ફાયર સ્ટેશનનું બિલ્ડીંગ કડડડભૂસ, અનેકના જીવ થયા અધ્ધર, જુઓ દિલધડક Video
સુરત ફાયર બિલ્ડીંગ તોડી પાડવાનો વીડિયો

આ પ્રકારે કોઈ બિલ્ડીંગ ઉતારવાનું સુરતમાં પહેલી ઘટના કહી શકાય કેમ કે, આ પ્રકારે આજદિન સુધી કોઈ બિલ્ડીંગ લગભગ ઉતારવામાં આવ્યું નથી.

  • Share this:
સુરત : મહાનગરમાં જો કોઈ બિલ્ડીંગ જર્જરિત થાય, અથવા આગ લાગવાનું જોખમ ઉભુ થયું હોય ત્યારે ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી કરનાર ફાયર વિભાગના જવાનો જ પોતે એક જર્જરીત બિલ્ડિંગમાં રહેતા હતા. સુરતના મજુરાગેટ ખાતે આવેલા ફાયર સ્ટેશનમાં હાજર બિલ્ડિંગને આજે મહાનગર પાલિકાએ તોડી પાડ્યું હતું. આ બિલ્ડીંગ તોડી પાડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરમાં જર્જરીત બિલ્ડિંગના હોય તો તેને નોટિસ આપી ઉતારવાની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી મોટા પ્રમાણમાં ફાયર વિભાગના જવાનો કરતા હોય છે. જોકે જર્જરિત મકાન ધરાશાયી થાય ત્યારે તેમાં ફસાયેલા લોકોને પણ બચાવની કામગીરી આ વિભાગ દ્વારા જ કરવામાં આવતી હોય છે, જ્યારે લોકોનો જીવ બચાવનાર ફાયર વિભાગના જવાનો છેલ્લા લાંબા સમયથી એક જર્જરિત મકાનમાં રહેતા હોવાની સતત ફરિયાદો મળતી હતી.

આ બિલ્ડિંગ રહેવા લાયક નહીં હોવાની અનેક વખત નોટિસ પણ ફાયર વિભાગ દ્વારા આપવામાં આવી હોવા છતાં પણ આ તંત્ર દ્વારા ઉતારવાનો નિર્ણય લેવામાં આવતો ન હતો, પરંતુ આખરે ફાયર વિભાગના કર્મીઓ માટે જોખમી બની ગયેલા બિલ્ડીગને ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો અને આજે મજુરાગેટ ખાતે આવેલા આ બિલ્ડીંગને તોડી પાડવામાં આવ્યું

આ પણ વાંચોસુરત : માતા-પિતા માટે ચેતવણી સમાન ઘટના, તાવની ગોળી શ્વાસનળીમાં ફસાઈ જતા માસૂમ બાળકીનું મોત

મહત્વની વાત એ છે કે, 3 માળના બિલ્ડિંગને ગણતરીની મીનિટમાં તોડી પાડવામાં આવ્યું હતું, રસ્તામાંથી પસાર થતા લોકોએ આ બિલ્ડિંગ તોડી પાડવાનો વિડીયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.એટલે કે જર્જરિત મકાનો લોકોના ઉતારનાર ફાયર વિભાગના જવાનો ખુદ જર્જરિત મકાનમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા મકાનમાં રહેતા હતા ત્યારે તંત્ર દ્વારા આજે તેમનું જર્જરીત બિલ્ડીંગ ઉતારવામાં આવ્યું છે. આ જગ્યા પર નવા બિલ્ડીંગનું કામ આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. આ પ્રકારે કોઈ બિલ્ડીંગ ઉતારવાનું સુરતમાં પહેલી ઘટના કહી શકાય કેમ કે, આ પ્રકારે આજદિન સુધી કોઈ બિલ્ડીંગ લગભગ ઉતારવામાં આવ્યું નથી.
Published by: kiran mehta
First published: September 21, 2021, 10:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading