સુરત: 'સારી આઈટમ આવી છે,' હીરા દલાલને શરીર સુખ માણવા બોલાવી ત્રણ લાખ ખંખેરી લીધા


Updated: August 9, 2021, 1:32 PM IST
સુરત: 'સારી આઈટમ આવી છે,' હીરા દલાલને શરીર સુખ માણવા બોલાવી ત્રણ લાખ ખંખેરી લીધા
પ્રતીકાત્મક તસવીર.

Surat honey trap case: સુરતના પુણામાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો, મહિલાએ હીરા દલાલને શરીર સુખ માણવા બોલાવી નકલી પોલીસ બની ત્રણ લાખ રૂપિયા ખંખેરી લીધા.

  • Share this:
સુરત: સુરતમાં હનીટ્રેપનો કિસ્સો (Surat honey trap case) સામે આવ્યો છે. જેમાં 22 વર્ષના હીરા દલાલ પાસેથી નકલી પોલીસ (Fake police) બનીને ત્રણ લાખ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા છે. પુણા-સિમાડા વિસ્તારમાં રહેતા 22 વર્ષના હીરા દલાલના સંપર્કમાં આવેલી એક મહિલાએ ફોન કરીને સારી આઇટમો આવી છે તેમ કહી શરીર સુખ માણવા પુણાગામની એક સોસાયટીના મકાનમાં બોલાવ્યો હતો. અહીં યુવકને એક યુવતી પાસે મોકલીને તેના અર્ધનગ્ન હાલતમાં ફોટોગ્રાફ્સ ક્લિક કરી લીધા હતા. જે બાદમાં રૂમમાં નકલી પોલીસ બનીને આવેલી ટોળકી પૈકીના ઇસમોએ પિસ્તોલ બતાવી હીરા દલાલ પાસે રૂ. પાંચ લાખની ખંડણી માંગીને અંતે ત્રણ લાખ પડાવી લીધા હતા. આ મામલે ગત મોડી રાત્રે ભોગ બનનારે એક દંપતી તથા બે મહિલા સહિત આઠ લોકોની ટોળકી વિરૂદ્ધ ફરિયાદ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે પુણા-સિમાડા વિસ્તારમાં રહેતો 22 વર્ષીય હીરા દલાલ વૈભવ નાવડિયા (Vaibhav Navadiya) બે અઢી વર્ષ પહેલા તેના મિત્ર મારફતે મંજુ નામની મહિલા સાથે સંપર્કમાં આવ્યો હતો. આ મહિલાને હીરા દલાલ મળતો રહેતો હતો, તેમજ ફોન ઉપર વાત કરતો હતો. દરમિયાન ગઇ તારીખ પાંચમી ઓગષ્ટના રોજ મંજુએ હીરા દલાલને ફોન કરી શરીર સુખ માણવા માટે સારી આઈટમો આવી હોવાનું જણાવીને તેને સીતાનગર ચોકડી પાસે બોલાવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદની ફિલ્મ જેવી લવ સ્ટોરી: પ્રેમિકા હોવા છતાં પ્રેમી અન્ય યુવતી સાથે રાખતો હતો સંબંધ

હીરા દલાલે ત્યાં પહોંચી ફોન કરતા મંજુએ પુણાગામ વિક્રમનગર સોસાયટીના ઘર નં-173ના પહેલા માળે આવવા કહ્યું હતું. અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ હીરા દલાલને એક રૂમમાં યુવતી પાસે મોકલી આપ્યો હતો. તે રૂમમાં પહોંચતા જ યુવતીએ કપડાં કાઢી નાંખ્યા હતા. આ દરમિયાન નકલી પોલીસ બનીને આવી પહોંચેલા ચાર જણાએ હીરા દલાલના લમણે પિસ્તોલ મૂકી ડરાવી ધમકાવીને પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.

આ પણ વાંચો: રૂ. 16 કરોડ એકઠા થાય તે પહેલા જ દુર્લભ બીમારીથી પીડિત ચાર મહિનાના વિવાન વાઢેરનું નિધન

અંતે ત્રણ લાખમાં વાત પતી જતા હીરા દલાલે તેના મિત્રોને રૂપિયા માટે ફોન કર્યો હતો. ત્યારબાદ હીરા દલાલને મોપેડ ઉપર બેસાડી તેના બે મિત્રો પાસે લઈ જઈ ત્રણ લાખ પડાવી તેને છોડી દીધો હતો. આ દરમિયાન ટોળકીએ હીરા દલાલને ધમકી આપી હતી કે, આ મામલે કોઇને જાણ કરશે તો તેને ગમે ત્યાંથી શોધીને પૂરો કરી નાખશે. આ મામલે ગત રાત્રે હીરા દલાલે મંજુ, દીપક ઝાલા તેની પત્ની હીરલ ઝાલા તેમજ ભારતી તેમજ ચાર નકલી પોલીસ મળી કુલ આઠ જણાની ટોળકી વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.આ પણ વાંચો:  ચાર મહિનાનો વિવાન જિંદગી સામે 'જંગ' હાર્યો, પિતાએ રડતી આંખે કહ્યુ, 'મારો દીકરો અમર થઈ ગયો'ઉલ્લેખનીય છે કે, હનીટ્રેપમાં ફસાવી રૂ.3 લાખ પડાવી લેનાર ટોળકી પૈકી ભારતી હનીટ્રેપની માસ્ટર માઇન્ડ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ભારતી સામે અગાઉ પણ પુણા પોલીસ મથકે તેની વિરુદ્ધ હનીટ્રેપનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં તેણી વોન્ટેડ છે.
Published by: Vinod Zankhaliya
First published: August 9, 2021, 1:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading