કોરોનાની મહામારી વચ્ચે સુરતની ખાનગી હોટલમાં DJ પાર્ટી, ગાઈડલાઈનના ઉડાવ્યા ઘજાગરા, videos Viral


Updated: September 26, 2021, 3:17 PM IST
કોરોનાની મહામારી વચ્ચે સુરતની ખાનગી હોટલમાં DJ પાર્ટી, ગાઈડલાઈનના ઉડાવ્યા ઘજાગરા, videos Viral
વાયરલ વીડિયોમાંથી લીધેલી તસવીરો

જોકે સુરતના અઠવા ઝોનમાં કોરોના કેસમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેને લઈને સંતાનની ચિંતા વધી છે તેવામાં આ પાર્ટીના વીડિયો વાયરલ થયો છે.

  • Share this:
સુરત: કોરોના (coronavirus) ત્રીજી લહેરની આશંકા વચ્ચે સરકારે ઘણા બધા નિયમોમાં છુટછાટ આપી છે. તો બીજીબાજુ શહેરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાંત્ર પણ હરકતમાં આવ્યું છે. ત્યારે સુરતમાં ખુલ્લેઆમ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થતુ દેખાઇ રહ્યું છે. શહેરના પિપલોદ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોટલમાં કેટલાક યુવાનો એકત્ર થઇ છે અને ડીજે પાર્ટીનું  (Surat DJ Party)આયોજન કર્યું હતું. જોકે, અહીંયા કોરોનાના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. આ પાર્ટીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાંની ()Np Social distance no mask iin party) સાથે જ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ એ જ વિસ્તાર છે, જ્યાં 24 કલાક પહેલા એક જ બિલ્ડિંગમાં નવ જેટલા લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેને લઈને તંત્ર દોડતું થયું હતું

થોડા સમય પહેલા જ લાંબી લાંબી લાઇનોમાં ઉભેલા દેખાતા હતા લોકો

કોરોનાની મહામારીમા સુરતના હાલ બેહાલ હતા. બીજી લહેરમાં લોકોને હોસ્પિટલમાં દાખલ થવા માટે ત્યારે તેમને બેડ પર મળતો ન હતો. ત્યારે ઓક્સિજનની સતત કમી હતી. દર્દીઓના સ્વજનો ઈન્જેકશનોની લાંબી કતારોમાં કલાકોના કલાકો ઉભા રહેતા જોવા મળતા હતા.

વાયરલ વીડિયોમાંથી લીધેલી તસવીર


જોકે, કોરોનાની બીજી લહેરમાં સુરતના લોકોએ વિજય મેળવ્યા બાદ સરકારે ઘણા બધા નિયમોમાં છૂટછાટ આપી છે. ત્યારે સુરતના લોકો આ છૂટછાટનો ભરપૂર દુરુપયોગ કરી રહ્યા છે. સુરતના પિપલોદ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોટલમાં યુવાનોએ ગઈકાલે નિયમના ધજાગરા ઉડાવીને ડીજે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં તમામ લોકોએ ન  તો સોષિલ ડિસ્ટન્સ હતુ ન તો  કોઇએ માસ્ક પહેર્યુ હતુ.

આ કેસમાં સખત પગલા લેવાય તેવી માંગઆ વીડિયો વાયરલ થતાની સાથે બોલી બૂમ નાઈટ ક્લબ દ્વારા આયોજીત કરાયેલી ડીજે પાર્ટી સામે સખ્ત પગલાં લાવાની માંગ ઉઠી છે. જો આ સામે પગલાં નહીં લેવાય તો આવી પાર્ટીઓ શહેરમાં થતી જ રહેશે. આ પ્રકારના આયોજને કારણે જ બેદરકારીઓ સામે આવે છે અને કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધતા હોય છે. જે હોલમાં મિ. મેંકેટ હોલના સંચાલક સામે પણ પગલાં લેવાની માંગ ઉઠી છે. હાલ, ઉમરા પોલીસ આ અંગેની કાર્યવાહી કરી રહી છે.
Published by: Kaushal Pancholi
First published: September 26, 2021, 3:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading