સુરતઃ 1 લાખ લોકોમાં જોવા મળતો 1 કેસ, સ્મીમેર હોસ્પિટલમાં તબીબોએ કર્યું સફળ ઓપરેશન


Updated: September 11, 2021, 9:15 PM IST
સુરતઃ 1 લાખ લોકોમાં જોવા મળતો 1 કેસ, સ્મીમેર હોસ્પિટલમાં તબીબોએ કર્યું સફળ ઓપરેશન
દર્દી અને દર્દીના આંખના એક્સરેની તસવીર

surat news: સુરતમાં એક લાખ લોકોમાંથી એકમાં જોવા મળતો કેસ (eye rare case in surat) સામે આવ્યો હતો. દર્દીનો (patient eyes) જમણી આંખનો ડોળો બહાર આવી ગયો હતો.

  • Share this:
સુરતઃ મેડિકલ જગતમાં રેર કેસો (Rare cases in the medical world)છાસવારે પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે સુરતમાં (surat news) પણ આવો જ કેસ સામે આવ્યો હતો. ત્યારે સુરતમાં એક લાખ લોકોમાંથી એકમાં જોવા મળતો કેસ સામે આવ્યો હતો. દર્દીનો (patient eyes) જમણી આંખનો ડોળો બહાર આવી ગયો હતો. જ્યાં સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોએ (Doctors at smimer Hospital) સફળ ઓપરેશન (eye Operation)કર્યું હતું. અને આંખને પહેલા જેવી કરી હતી.

મળતી માહિતી પ્રમઆમે સુરતનાં ગ્રાફિક ડિઝાઈનરની આંખનું એક અનોખું ઓપરેશન કરવામાં આવ્યું હતું. દર્દીની જમણી આંખનો ડોળો બહાર આવી ગયો હતો. જો કે સ્મીમેર હોસ્પિટલના તબીબોએ સફળ ઓપરેશન કર્યું હતી. 36 વર્ષના સાદિકભાઈ ગ્રાફિક ડિઝાઈનર છે. એક દિવસ એમના ધ્યાનમાં આવ્યું કે એની જમણી આંખ ડાબી આંખ કરતા વધુ લાલ રહે છે.

સમય જતાં એ લાલાશ વધવા લાગી ને હવે તો આંખનો ડોળો બહાર આવા લાગ્યો અને માથામાં દુખાવો પણ થવા લાગ્યો. ઘણી બધી હોસ્પિટલોમાં બતાવ્યા પછી અને મગજની એન્જીઓગ્રાફી થયાં બાદ ખબર પડી કે એમને મોઢાને લોહી પહોંચાડતી ધમનીનું આંખ & મગજની શિરાઓ વચ્ચે અસામાન્ય જોડાણ થઈ ગયું છે જેને મેડિકલ ભાષામાં  Orbital Apex Dural arteriovenous Fistula (DAVF) /Indirect CCF કહેવાય છે.

સાદિકભાઈને આ તકલીફની ખબર પડી ત્યાં સુધી આ જોડાણ ને લીધે મગજ અને આંખની ની શિરાઓ પર બહુ જ દબાણ વધી ગયું હતું જેથી જલ્દી સારવાર ના થાય તો એમની આંખની દ્રષ્ટિ જવાનું ને મગજમાં શિરા ફાટી જવાને લીધે મગજમાં રક્તસ્રાવ થવાની ઘણી શક્યતા હતી. આ પ્રકારની તકલીફ ૯૫-૯૯% કિસ્સામાં માથામાં ભારે ઇજા ના લીધે કે મગજની ધમનીનું  ફુગ્ગો  ફાટવાને લીધે થાય છે. બાકીના દર્દીઓનેને થવાનું કોઈ કારણ મળતું નથી.

આ પણ વાંચોઃ-વૈભવી ચોર'! મોંઘીદાટ કારમાં ફરી રેકી કરવી, ચોરી માટે ફ્લાઈટમાં જવું, ફાઈવ સ્ટાર હોટલમાં રોકાતો, 10 પત્નીઓ રાખી કરતો ચોરી

સાદિકભાઈ લાખોમાં એક ને થાય એવી રીતે માથામાં ઇજા વગર આવી તકલીફ થઈ હતી. આ પ્રકારની તકલીફ ની સારવાર માં માથાની ખોપડી ખોલી ને ઓપરેશન કરવામાં બહુ જોખમ રહેલું હોય છે એટલે જટિલ પણ ઘણું ઓછું જોખમી એવું કોઈપણ જાતના કાપકૂપ વગરનું (એન્ડોવાસ્કુલર) ઓપરેશન દર્દીના જાંઘ ના ભાગેથી કરવામાં આવે છે. એન્ડોવાસ્કુલર પદ્ધતિથી થતું આ ઓપરેશન નું ખર્ચ પ્રાઇવેટ હોસ્પિટલમાં લાખો રૂપિયાનું થાય છે.આ પણ વાંચોઃ-સોલા સિવિલ બાળકી અપહરણ કેસ! 500 cctv, 150 રીક્ષા ચાલકની પૂછપરછ, પોલીસે સાત દિવસમાં બાળકીને શોધી કાઢી

આવા સમયે એન્ડોવાસ્કુલર ઓપરેશન થઇ શકે એવું ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી વિભાગ સ્મીમેર હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. જ્યાં આવા ઓપરેશન નજીવા ખર્ચે થઈ જાય છે. આ જટિલ ઓપરેશન ડૉ. પરેશ પટેલ અને ડૉ. જીગર આઈયા દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું જેથી સાદિકભાઈ ની આંખ અને જીવન બચી ગયું. આ ઓપરેશન પૂરું પાડવામાં એનેસ્થેસિયા વિભાગનો પણ પૂરો સપોર્ટ મળ્યો હતો તેમ જ હોસ્પિટલ મેનેજમેન્ટનાં વડાઓએ પણ ઘણી મદદ કરી હતી.

આ પણ વાંચોઃ-જામનગરઃ ગાયે ઘરમાં ઘૂસીને માતા અને ઘોડિયામાં સૂતેલા બાળક ઉપર કર્યો હુમલો, ઘોડિયા સાથે નીકળી બહાર, live video viral

ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી વિભાગ સ્મીમેર ખાતે રેડિયોલોજી વિભાગના વડા ડૉ. મોના શાસ્ત્રીનાં હેઠળ ગુજરાતનો  એકમાત્ર ડિપાર્ટમેન્ટ છે કે જેમાં કાપકૂપ કર્યા વગર મગજથી લઈ પગના અંગૂઠા સુધી ઘણાં બધાં ઓપરેશન શક્ય છે.

જેમાં મોટા ભાગના દર્દીઓને સવારે દાખલ કરી ઓપરેશન કરીને સાંજે રજા આપી શકાય કેમ જેમાં સોનોગ્રાફી કે સીટી સ્કેનની મદદથી બાયોપ્સી, એસ્પીરેશન, ડ્રેનેજ, શરીરનાં કોઈ પણ ભાગમાંથી નીકળતા લોહીને બંધ કરવાની એન્જિયોએમ્બોલાઇજેશન પ્રોસીજર કે પછી કોઈ પણ નળીનાં બ્લોક ખોલવાની (એન્જીયોપ્લાસ્ટી / સ્ટેન્ટીગ ) પ્રોસીજર, લિવરનાં કેન્સરનાં લીધે થતાં કમળા માટે પી.ટી.બી.ડી (PTBD) તેમજ લિવરનાં ગાંઠ માટેની લોકલાઈઝડ  કિમોથેરાપી તેમ જ મગજની નળીઓનાં ઘણાં બધ જટીલ ઓપરેશન કાપકૂપ કર્યા વગર  ખૂબ જ ઓછા  જોખમ સાથે શક્ય છે જેનાથી દર્દીની ઝડપથી  રિકવરી શક્ય બને છે.
Published by: ankit patel
First published: September 11, 2021, 9:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading