સુરત : BJPના આ કોર્પોરેટરના નામથી FB દ્વારા કોઈ પૈસા માંગે તો ચેતજો! લાલબત્તી સમાન કિસ્સો


Updated: February 26, 2021, 4:57 PM IST
સુરત : BJPના આ કોર્પોરેટરના નામથી FB દ્વારા કોઈ પૈસા માંગે તો ચેતજો! લાલબત્તી સમાન કિસ્સો
નગરસેવક વિજય ચોમલની ફાઇલ તસવીર

સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાયેલી આ ફરિયાદની ઘટના જાણીને આશ્ચર્ય થશે, સામાન્ય માણસો સાથે હવે નેતાઓ પણ ગઠિયાના નિશાને

  • Share this:
સુરતના હાલમાં (SMC Elections) પુરી થયેલી ચૂંટણીમાં આંજણા-ડુંભાલ વિસ્તારમાંથી ચૂંટણી જીતનાર અને વધુ એક ટર્મ ભાજપના કોર્પોરેટર વિજયકુમાર ચૌમાલનો (BJP Counselor Vijay Kumar chomal) ફોટો પ્રોફાઈલ પિક્ચરમાં મૂકી ફેક એકાઉન્ટ બનાવી પહેલા ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્ર બનાવ્યા બાદ પૈસાની જરૂર છે, ફોનપે-ગુગલ પે દ્વારા પૈસા મોકલવા લોકોને મેસેજ કરનાર અને વિવાદાસ્પદ મેસેજ પણ કરનાર વિરુદ્ધ કોર્પોરેટરે સાયબર ક્રાઈમ પોલીસ (Cyber Crime) મથકમાં અરજી કરી છેજોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરવા સાથે આરોપીને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે

છેલ્લા લાંબા સાયથી સોશિયલ મીડિયામાં લોકોના સોશલ મીડિયાના એકાઉન્ટ હેક કરીને તેના નામની ખોટી આઈડી બનાવી તેના મિત્રને ફેરેન્ડ રીકવેસ્ટ મોકલી અને  રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાની સતત ફરિયાદો આવી રહી છે ત્યારે આ વખતે સોશલ મીડિયાની આ ઠગાઈના શિકાર હાલમાં પૂર્ણ થયેલી ચૂંટણીના વિજયા થયેલા ઉમેદવાર બન્યા છે.

આ પણ વાંચો :  સુરત : 'AAPનો એક એક વ્યક્તિ એમના 10-10ને ભારે પડશે, ખોટું કરે તો નાની યાદ અપાવી દેજો'

સુરતના  ડુંભાલ મોડલ ટાઉન રોડ વાટિકા ટાઉનશીપ જી/504 માં રહેતા 45 વર્ષીય વિજયકુમાર પ્રહલાદરાય ચૌમાલ સુરતના આંજણા-ડુંભાલ વિસ્તારમાંથી વધુ એક ટર્મ માટે ભાજપમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. થોડા સમય અગાઉ તેમને એક પરિચિત દ્વારા જાણ થઈ હતી કે કોઈકે તેમના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે અને તેના પ્રોફાઈલ પિક્ચરમાં પણ તેમનો જ ફોટો મોકલી લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલે છે .

કોઈ વ્યક્તિ ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારે એટલે તે લોકોને મેસેજ કરે છે કે મને પૈસાની જરૂર છે, તમે મને  પે-ગુગલ પે દ્વારા પૈસા મોકલો. ઉપરાંત, તે વ્યક્તિએ એવા વિવાદાસ્પદ મેસેજ પણ કર્યા હતા જેનાથી ચોક્કસ જાતિઓની લાગણી દુભાય અને વૈમનસ્ય પેદા થાય.આ પણ વાંચો : સુરત : યુવકે તાપીમાં કૂદી કર્યો આપઘાત, મોતની છલાંગનો Video રાહદારીના મોબાઇલમાં કેદ

જોકે આ મામલે આ રાજકીય આગેવાને જાણકારી મળતા તેમને તેમના નામનો દુરુપયોગ કારણે તેની છબી બગાડવા સાથે તેના નામે રૂપિયા માંગવામાં આવતા હોવાને લઈને તાત્કાલિક આ મામલે સુરત સાઇબર ક્રાઇમ લેખિતમાં ફરિયાદ કરતા પોલીસે આ મામલે આ કોર્પોરેટરની ફરિયાદ લઇને આ મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Published by: Jay Mishra
First published: February 26, 2021, 4:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading