સુરત : 15 વર્ષની કિશોરીને ઉલટી થતા ખબર પડી દીકરી ગર્ભવતી, પરિવારને ધ્રાસકો, અકરમ અન્સારીના ભત્રીજાની અટકાયત


Updated: September 15, 2021, 5:34 PM IST
સુરત : 15 વર્ષની કિશોરીને ઉલટી થતા ખબર પડી દીકરી ગર્ભવતી, પરિવારને ધ્રાસકો, અકરમ અન્સારીના ભત્રીજાની અટકાયત
પ્રતિકાત્મક તસવીર

દીકરી સગર્ભા હોવાની જાણ થતા પરિવારજનોએ ચોકી ઉઠ્યા હતા. અને આ બાબતે પૂછપરછ કરતા અમન અન્સારીની કરતૂતોનો ભાંડો ફૂટી ગયો

  • Share this:
સુરત : લીંબાયત વિસ્તારમાં રહેતા પૂર્વ કોર્પોરેટર અકરમ અન્સારીના ભત્રીજાએ પાડોશી તરુણીને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી હતી. જો કે આ બાબતની જાણ અકરમ અન્સારીના ભાઈને કરતા તેણે પણ પીડિતાના પરિવારજનોને ધમકી આપી કાઢી મુક્યા હતા. જેથી સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી પિતા-પુત્રની અટકાયત કરી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં પૂર્વ કોર્પોરેટરના ભત્રીજા સામે બળાત્કારની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. કિશોરી પર રેપ કરી ગર્ભવતી બનાવી દીધી હતી. લિંબાયતના પૂર્વ કોર્પોરેટર અકરમ અન્સારીના ભત્રીજાએ પડોશમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કરી ગર્ભવતી બનાવી દીધી હતી. સગીરાને શારીરિક તકલીફ ઉભી થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. લિંબાયત પોલીસે બળાત્કારનો ગુનો નોંધી અમન અન્સારી અને તેના પિતાની અટક કરી હતી.

ઘટનાની વિગતે વાત લિંબાયતમાં આંબેડકર નગર ખાતે રહેતા અમન અનિશ અન્સારીએ પડોશમાં રહેતી ૧૫ વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્નની લાલચ આપી સગીરાનું શારીરિક શોષણ પણ કર્યું હતું. દરમિયાન સગીરાને ગર્ભ રહી જતા શારીરિક તકલીફ ઉભી થઇ હતી. પરિવારજનોએ ડોક્ટર પાસે લઈ જઈ તપાસ કરાવતા સગીરાને અઢી માસનો ગર્ભ હોવાનું નિદાન થયું હતું. દીકરી સગર્ભા હોવાની જાણ થતા પરિવારજનોએ ચોકી ઉઠ્યા હતા. અને આ બાબતે પૂછપરછ કરતા અમન અન્સારીની કરતૂતોનો ભાંડો ફૂટી ગયો હતો.

આ પણ વાંચોદાહોદ : વિચલીત-ચમત્કારિક Accident Video, જુઓ પહેલા જીવ અદ્ધર થઈ જશે, પછી થશે રાહત

જો કે સમગ્ર કરતુત મામલે અમનના પિતા અનિસ અન્સારીને આ અંગે ફરિયાદ કરી હતી. પરંતુ તેઓએ પણ એલફેલ બોલી જાનથઈ મારી નાંખવાની ધમકી આપી હતી. આખરે સમગ્ર મામલો લિંબાયત પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધ્યો હતો. આરોપી અમન પૂર્વ કોર્પોરેટર અકરમ અન્સારીનો ભત્રીજો છે. પોલીસે પિતા-પુત્ર બંનેની અટકાયત કરી છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: September 15, 2021, 5:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading