સુરત : હાઇટેક ચોરની ચોંકાવનારી કબૂલાત, દિલ્હીથી ફ્લાઇટમાં આવતો, 12 ઠેકાણે કરી હતી મોટી ચોરી


Updated: December 2, 2020, 5:40 PM IST
સુરત : હાઇટેક ચોરની ચોંકાવનારી કબૂલાત, દિલ્હીથી ફ્લાઇટમાં આવતો, 12 ઠેકાણે કરી હતી મોટી ચોરી
મોંઘીટાટ હોટલમાં રોકાતો આ ચોર કોઈ પણ રીતે રીઢો ચોર લાગતો નથી પરંતુ તેની કરતૂતો છે ચોંકાવનારી

આ આરોપીને બે-બે પત્ની છે આરોપી દારૂ અને ગર્લફ્રેન્ડનો શોખીન છે. અને ગર્લફ્રેન્ડ પાછળ ધૂમ ખર્ચો કરતો હતો.

  • Share this:
સુરત માં થોડા દિવસ પહેલા પિપલોદ વિસ્તારમાં આવેલા ક્રોમા સેન્ટરમાં ગ્રાહકના સ્વાંગમાં કેમેરો ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. જેમાં સિક્યોરિટી ગાર્ડની સર્તકતાથી ઉમરા પોલીસે ચોરને ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપી પાસેથી ચોકાવનારી માહિતી સામે આવી છે. આ ચોરે ગુજરાત રાજ્યના સુરતના બે ક્રોમા ઉપરાંત તેલંગાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક રાજ્યમાં માત્ર એક મહિનામાં 12 ઠેકાણે ચોરીનો કસબ અજમાવ્યાની કબૂલાત કરી છે. ઝડપાયેલો ચોર અને તેનો એક સાગરીત દિલ્હીથી ફ્લાઈટમાં જ ચોરી કરવા નીકળતા અને જ્યાં ચોરી કરવાની હોય ત્યાંની મોંઘીદાટ હોટલમાં રોકાણ કરતા હતા. આ સાથે ઝડપાયેલા આરોપીને બે પત્ની હોવા છતાં ગર્લફ્રેન્ડ પાછળ ચોરીની આવક ઉડાવતો હોવાનું જાણવા મળ્યું છે.

આમ તો ચોર ખુબ ભણેલો ગણેલો છે...પરંતુ ચોરી કરવાના તેના ગુનાને લઈ હાલ તે પોલીસ જાપ્તામાં ઉભો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ચોર ચોરી કરવા માટે દિલ્હીથી ફ્લાઈટમાં જ ચોરી કરવા નીકળતા અને જ્યાં ચોરી કરવાની હોય ત્યાંની મોંઘીદાટ હોટલમાં રોકાણ કરતા હતા. આ ચોરે માત્ર સુરતમાં જ નહિ પરંતુ અન્ય રાજ્યોમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપી ચુક્યો છે. ઘટના એમ છે કે આ ચોરે બે દિવસ અગાઉ સુરતના પિપલોદ વિસ્તારમાં આવેલા ક્રોમા સેન્ટરમાં ગ્રાહકના સ્વાંગમાં કેમેરો ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ચોરી કરનાર ચોરને સિક્યોરિટી ગાર્ડની સર્તકતાથી ઉમરા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો :   સુરત : સતત ત્રીજા દિવસે હત્યાનો સિલસિલો યથાવત, મહિધરપુરામાં સરાજાહેર ખેલાયો ખૂની ખેલ

કેમેરો ચોરી કરવા જતાં બે ચોર આમીરઅલી રઇશઅલી ઉર્ફે સમીરઅલી રમઝાનઅલી શૌન અને હુસૈનઅલી ઉર્ફે સલમાન મક્સૂદઅલી સિક્યોરિટી ગાર્ડની ઝપટમાં આવી ગયા હતા. ગાર્ડે બૂમાબૂમ કરતાં બંને ચોર રિક્ષામાં ભાગી ગયા હતા અને તરત જ પોલીસને જાણ કરી હતી. ગાર્ડ અને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી અઠવાલાઇન્સ-રિંગરોડ થઇ ઉધના દરવાજા પાસેથી બે પૈકી એક આમીરઅલીને ઝડપી પાડ્યો હતો, જયારે તેનો સાથીદાર ભાગી ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ચોકાવનારી માહિતી સામે આવી હતી.

આરોપીએ પિપલોદના ક્રોમા સેન્ટરમાં ચોરી કરવા પૂર્વે ઘોડદોડ રામચોકસ્થિત ક્રોમા સેન્ટરમાંથી 1.51 લાખની કિંમતનો સોની કંપનીનો કેમેરો અને સરથાણાના ઇલેક્ટ્રિક શો રૂમમાંથી 71 હજારનો કેમેરો ચોરી કર્યાની કબૂલાત કરી હતી. અને તે માત્ર ક્રોમા સેન્ટર અને રિલાયન્સ ડિજિટલ શો-રૂમમાંથી ચોરીનો કસબ અજમાવતા હતા.
બંને ચોરો મોટે ભાગે ક્રોમા સેન્ટર અને રિલાયન્સ ડિજિટલને ટાર્ગેટ કરતા હતા. ચોરી કરવાના એક દિવસ પહેલાં રેકી કરતા, બીજા દિવસે મોકો જોઇ કેમેરા અને મોબાઇલની ચોરી કરતા હતા. કીમતી સામાનમાં જે ચિપ લાગી હોય છે એમાંથી સોફટ ટેક કાઢી નાખતાં એલાર્મ ન વાગે એટલે બન્ને પૈકી એક સરળતાથી ચોરી કરી નીકળી જતો હતો. આરોપીએ તેના સાથીદાર સાથે મળીને સુરત ઉપરાંત ગત તા. 27 ઓક્ટોબરથી તા. 27 નવેમ્બર સુધીમાં તેલંગાણાના હૈદ્રાબાદમાં 5 ઠેકાણેથી 3.61 લાખ, મહારાષ્ટ્રના પુણે શહેરમાં 3 ઠેકાણેથી 3.86 લાખ, કર્ણાટકના બેંગલુરુમાં 2 ઠેકાણેથી 3.08 લાખની કિંમતના મોંઘાદાટ કેમેરા ચોરી કર્યા હતા.

આ પણ વાંચો :  સુરત : ' તું અમારા ઝઘડામાં વારંવાર કેમ આવે છે?' વરાછામાં વેપારીઓ પર જીવલેણ હુમલો

દિલ્હીથી બાય ફ્લાઇટ ચોરી કરવા અલગ-અલગ રાજ્યોમાં જતા બંને જણા દિલ્હીમાં 50 ટકા ભાવમાં કેમેરા વેચી દેતા હતા. આ આરોપીને બે-બે પત્ની છે આરોપી દારૂ અને ગર્લફ્રેન્ડનો શોખીન છે. અને ગર્લફ્રેન્ડ પાછળ ધૂમ ખર્ચો કરતો હતો. અને ચોરી કરવા માટે ફ્લાઈટમાં જ આવતા અને રોકાણ પણ મોંઘી હોટેલમાં જ કરતા હતા.

આ બને ચોરો ચોરી કરવા માટે હવાઈ માર્ગે જ આવતા હતા. ફ્લાઈટ મારફત દિલ્હીથી સુરત આવેલા બંને ગઠિયાઓ સ્ટેશન રોડની મોંઘી હોટેલ સ્ટેઇનમાં રોકાયા હતા. ચોરી કર્યા બાદ આ ગેંગ ફ્લાઇટથી જ પરત ફરતા હતા, જેથી આવવા અને જવાનો સમય ઓછો બગડતો અને ચોરી કર્યા બાદ ઝડપથી શહેર છોડી શકાતું હતું
Published by: Jay Mishra
First published: December 2, 2020, 5:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading