સુરત : દેહજ કેસના આરોપીનું પરાક્રમ, મહિલા PSIને કર્યા બીભત્સ મેસેજ, બરબાદ કરી નાખવાની ધમકી


Updated: May 17, 2021, 2:29 PM IST
સુરત : દેહજ કેસના આરોપીનું પરાક્રમ, મહિલા PSIને કર્યા બીભત્સ મેસેજ, બરબાદ કરી નાખવાની ધમકી
મહિલા પીએસઆઈની પ્રતિકાત્મક તસવીર

પત્નીએ પતિ અને સસારિયાઓ સામે દહેજ અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી, જોકે, આ કેસમાં આરોપી ઉપાધ્યાયે કર્યુ ન કરવાનું કામ

  • Share this:
ડિંડોલી વિસ્તારમાં  રહેતી (Dindoli) પરિણીતાએ બે વર્ષ અગાઉ પતિ અને સાસરીયાઓની વિરૂધ્ધ દહેજ ના મામલે પોલીસ સમક્ષ ફરીયાદ કરી હતી. જેમાં આગોતરા જામીન મેળવ્યા બાદ સાસુ સસરા હાજર નહીં થતા પોલીસે યુપીથી (Uttar pradesh) પકડયા હતા. પરિણીતાના (Married Woman) પતિએ તપાસનીસ મહીલા પી.એસ.આઈને (PSI) ફોન ઉપર ધમકી આપી બીભત્સ મેસેજ મોકલ્યા કરતો હતો. આરોપી સામે મહિલા પી.એસ.આઈ એ કંટાળી આજે ડિંડોલી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

દહેજ મામલે તપાસ કરતી PSIને આરોપીએ બીભત્સ મેસેજો કર્યાની ઘટના સામે આવી છે. જેને લને PSI એ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ડિંડોલી પોલીસના જણાવ્યા મુજબ વર્ષ 2019 માં કંચનબેન ઉપાધ્યાયએ તેના પતિ હરિવંશ, સાસુ લલીતાદેવી, સસરા રામજી, નણંદ ઇમલેશ વિરૂધ્ધ દહેજ મામલે ફરીયાદ નોંધાવી હતી. આ કેસમાં સાસરિયાઓએ રૂ. પાંચ લાખ રોકડા, કાર અને ફ્લેટની માંગણી કરી હતી.

આ પણ વાંચો : સુરત : કૌટુંબિક ભાઈ સાથે હતો પ્રેમ સંબંધ, યુવતીએ સગાઈ કરી લેતા યુવકે કર્યુ ન કરવાનું કામ

જોકે, આ કેસમાં કોર્ટે હરિવંશ સિવાય તમામને આગોતરા જામીન મળ્યા હતા જામીન પછી આરોપીઓ પોલીસ સ્ટેશનમાં હાજર નહીં થતા પોલીસે તેમની ધરપકડ માટે કોર્ટમાં અરજી કરી હતી કોર્ટની પરવાનની પછી આ કેસમાં કોર્ટે હરિવંશ સિવાય તમામને આગોતરા જામીન મળ્યા હતા.

જામીન પછી આરોપીઓ પોલીસ સ્ટેશનમાં હાજર નહીં થતા પોલીસે તેમની ધરપકડ માટે કોર્ટમાં અરજી કરી હતી કોર્ટની પરવાનની પછી ડીંડોલીની મહિલા પીએસઆઈ પારૂલ મેરએ ઉત્તર પ્રદેશ થી સાસુ–સસરાની ધરપકડ કરી હતી. દરમિયાન હરિવંશ ઉપાધ્યાય હાજર ન હતા.આ પણ વાંચો : સુરત : દબાણ હટાવવા ગયેલી ટીમ પર માલધારીઓએ કર્યો જીવલેણ હુમલો, રામજી-લાલા ભરવાડની દાદાગીરી

હરિવંશે પીએસઆઈનો નંબર મેળવી ફોન ઉપર ધમકી આપી હતી. પીએસઆઇને બરબાદ કરી નાખીશ તેવી ધમકી આપી બિભત્સ ગાળો આપી હતી. મહિલા પીએસઆઈને મોબાઇલઉપા ફોન ઉપર સતત મેસેજ કરીને ધમકી આપતો હતો. જેને પગલે પીએસઆઈ દ્વારા આજે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હરિવંશ ઉપાધ્યાયની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ધમકી આપનાર હરિવંશની શોધખોળ આદરી છે.
Published by: Jay Mishra
First published: May 17, 2021, 2:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading