સુરત : 3 કરોડની ઠગાઈમાં વોન્ટેડ જગદીશ બાબરીયાની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી, ગોલ્ડ કૌભાંડમાં પણ છે સંડોવણી


Updated: October 25, 2020, 5:19 PM IST
સુરત : 3 કરોડની ઠગાઈમાં વોન્ટેડ જગદીશ બાબરીયાની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી, ગોલ્ડ કૌભાંડમાં પણ છે સંડોવણી
સીઆઈડી ક્રાઇમે આરોપીનો કબ્જો મેળશવી કાર્યવાહી શરૂ કર છે.

ICICI બેંકની જુદી જુદી બ્રાન્ચોમાં 42 વાર લોન લઈને કુલ 2.54 કરોડ રૂપિયાનો ચુનો ચોપડવાના કાંડમાં 23 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. જે પૈકીનો જગદીશ બાબરિયા 3 કરોડની ઠગાઈના કેસમાં પણ વોન્ટેડ હતો

  • Share this:
સુરત : સુરતમાં બેંકોની જાણે માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.એક બાદ એક બેંકોમાંથી લોનના કૌભાંડ સામે આવી રહ્યા છે ત્યારે શહેરની જુદી જુદી બ્રાન્ચમાં ICICI બેંકમાંથી પણ ગોલ્ડ લોનનું કૌભાંડ બહાર આવ્યું  છે. જેમાં 6 બ્રાન્ચમાંથી પાણી ચડાવેલા સોનાના નામે 2.54 કરોડની લોન લઈને બેંકને ચૂનો ચોપડવામાં આવ્યો હતો. આ મામલે અઠવાડીયા અગાઉ જેની ધરપકડ કરી હતી તે જગદીશ બાબરીયા મહાઠગ હોવાનું સામે આવ્યું છે.  બાબરિયાસુરત અને આજુબાજુના વિસ્તારોમાં રિયલ એસ્ટેટના  વિવિધ પ્રોજેક્ટમાં રૂ.3 કરોડથી વધુનું રોકાણ કરનારાઓ સાથે પણ ઠગાઇ અંગે સુરત સીઆઇડી ક્રાઇમમાં 11 માસ અગાઉ નોંધાયેલા ઠગાઈના ગુનામાં તે વોન્ટેડ હોય સીઆઇડી ક્રાઇમે તેનો કબ્જો મેળવી ધરપકડ કરી છે. મહાઠગની સપ્તાહ અગાઉ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ત્યારે તેના કારસ્તાનની જાણ ન હતી.

નવેમ્બર 2019 માં અલથાણ 69 વર્ષીય પ્રવિણભાઇ માણેકલાલ શાહે સરથાણા કોમ્યુનિટી હોલની સામે આવેલા શ્રદ્ધા શોપિંગ સેન્ટરના ત્રીજા માળે એસ્ટ્રોન ડેવલોપર્સના નામે ઓફિસ ધરાવતાં જગદીશભાઈ રતિભાઈ બાબરીયા, સંજયભાઈ પટેલ, દિપેશભાઈ રાજપૂત વિરુદ્ધ સુરત સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે એસ્ટ્રોન ડેવલોપર્સના સંચાલકોએ સચીન સર્વે નં.483 બ્લોક નં.173 ઉપર એસ્ટ્રોન કુંજના નામે ફ્લેટ અને દુકાનનું બુકીંગ મેળવી લોકો પાસે રોકાણ કરાવી બાદમાં બાંધકામ નહીં કરી રોકાણકારો, જમીન માલિક, કોન્ટ્રાકટર અને અન્યો સાથે ઠગાઈ કરી હતી.

આ પણ વાંચો :  સુરત : ખાનગી હૉસ્પિટલના ટ્રસ્ટી પર જીવલેણ હુમલો, CCTVમાં કેદ થયો 'આતંકનો ખેલ'

એસ્ટ્રોન ડેવલોપર્સના નામે ત્રણેયે સચીન ઉપરાંત કામરેજના વેલંજા, કોસાડ ભરથાણા, કામરેજના શેખપુર અને કીમ ખાતે પણ જુદાજુદા નામે પ્રોજેક્ટ શરૂ કરી રોકાણ મેળવ્યા બાદ બાંધકામ શરૂ ન કરતા 32 રોકાણકારોના રૂ.3,04,49,000 ફસાયા હતા અને તેમણે જમીન માલિક, કોન્ટ્રાકટરોને પણ પેમેન્ટ ન કરી કરોડોની ઠગાઈ કરી હતી. આ અંગે જુલાઈ 2019 માં સુરતના સરથાણા પોલીસ મથકમાં અને સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાયા બાદ કામરેજ પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાઈ હતી.

42 વાર લોન લઈ અને 2.54 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યોશહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ આઈસીઆઈસીઆઈ (ICICI Banks) બેન્કમાં મિશ્ર ધાતુ ઉપર સોનાનું (Gold Loan scam) પરખ ચડાવી 42 વારમાં કુલ રૂપિયા 2.55 કરોડની ગોલ્ડ લોન મેળવી (2.55 gold Loan scam in Surat) છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોધાઈ છે.

આ પણ વાંચો :  મહેશ કનોડિયાને કુદરતી બક્ષિસ હતી, 32 જુદા જુદા અવાજમાં ગીતો ગાવાનો જાદુ ધરાવતા હતા

મોટા વરાછા ઉતાણ જીઈબી પાવર હાઉસ આશાદીપ સ્કૂલની સામે કેલીસ્ટા ઍપાર્ટમેન્ટમાં રહેતા મૂળ રાજકોટના જામકંડોરણાના વતની સંદિપ ધીરજભાઈ અંટાલા (ઉ.વ.36) આઈસીઆઈસીઆઈ બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. સંદિપભાઈએ ગઈકાલે બે મહિલા સહિત 23 જણા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના ફરિયાદી પૈકી જગદીશ બાબરીયાનો આર્થિક ઇતિહાસ કાળો હોવાનું સામે આવ્યું છે.
Published by: Jay Mishra
First published: October 25, 2020, 5:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading