સુરત : દબાણ હટાવવા ગયેલી ટીમ પર માલધારીઓએ કર્યો જીવલેણ હુમલો, રામજી-લાલા ભરવાડની દાદાગીરી


Updated: May 16, 2021, 1:50 PM IST
સુરત : દબાણ હટાવવા ગયેલી ટીમ પર  માલધારીઓએ કર્યો જીવલેણ હુમલો, રામજી-લાલા ભરવાડની દાદાગીરી
સુરત પોલીસની ફાઇલ તસવીર

બોર્ડની જમીન પર સ્થાનિક માથાભારે રામજીભાઇ ભરવાડ, લાલાભાઇ ભરવાડે હાઉસીંગ બોર્ડની જમીનમાં દુકાનો બનાવી ભાડે આપી દીધી હતી,

  • Share this:
અમરોલી (Amroli) છાપરાભાઠા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડની (Gujarat Housing Board) જગ્યા પર માલધારીઓ દ્વારા ગેરકાયદે બાંધવામાં આવેલા તબેલા અને બે દુકાનોનું દબાણ દુર કરવા માટે બોર્ડના કર્મીઓ જતાં તેમના પર જીવલેણ  હુમલો (Fatal Attack) કરાયો હતો. જોકે આ દબાણ (Encroachment) દૂર કરવા માટે અગાઉ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નોટિસ અપાઇ હતી. નોટિસ મળ્યા બાદ માલધારીઓએ મંદિર બાંધવાનું શરૂ કરી દીધું હતું.

14મી મેના દિવસે ગુજરાત હાઉસિંગ બોર્ડના 9 કર્મચારીઓ અમરોલી છાપરાભાઠા રોડ પર દબાણની જગ્યા ખાલી કરાવવા માટે જતા માલધારીઓએ જીવલેણ હુમલો કર્યો હતો જોકે આ હુમલા લઇને આ કર્મચારી ધવરા નોંધવામાં આવી છે ફરિયાદના એક ની પોલીસે કરી અટકાયત

આ પણ વાંચો : સુરત : ડીંડોલીમાં પરિવાર સહિત ચાર ઉપર કટરથી જીવલેણ હુમલો, બબાલનો LIVE Video વાયરલ

બનાવની વિગતો એવી છે કે  સુરતના અમરોલી છાપરાભાઠા કોસાડ રોડ સ્થિત 1156 એમ.આઇ.જી સોસાયટી પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડની જમીન ખાતે એક મહિના અગાઉ બોર્ડના કર્મચારીઓ જમીન માપણી માટે ગયા હતા ત્યારે ધ્યાનમાં આવ્યું હતું કે બોર્ડની જમીન પર સ્થાનિક માથાભારે રામજીભાઇ ભરવાડ, લાલાભાઇ ભરવાડ ગુજરાત હાઉસીંગ બોર્ડ, અમરોલીએ જમીન પર ગેરકાયદેસર કબજો કરી તેમાં દુકાનો બનાવી ભાડે આપી દીધી છે.

ઉપરાંત, ચાલી બનાવી ઘર ભાડે આપી દીધા છે અને એક દુકાનમાં મંદિર પણ બનાવી દીધું છે. આથી બોર્ડના અધિકારીઓએ તેમને જગ્યા ખાલી કરવા સૂચના આપી હતી. છતાં તેમણે જગ્યા ખાલી કરી નહોતી.

આ પણ વાંચો :  ખુશખબર! કાલથી સરકાર આપશે સસ્તું સોનું ખરીદવાની તક, 10 ગ્રામના ભાવ થયા નક્કીદરમિયાન, ગત સવારે બોર્ડના આસી. એન્જીનીયર પરમભાઈ ભરતકુમાર રાંદેરી ( ઉ.વ.30, રહે. ઘર નં.31, ચાઇના ટાઉન સોસાયટી, ન્યુ સીટીલાઇટ, સુરત ) ડે.એન્જીનીયર રાજેન્દ્રભાઇ, કર્મચારી વિજયભાઈ ગરચર અને સ્ટાફ સાથે જગ્યા ખાલી કરાવવા સ્થળ પર પહોંચ્યા હતા.

પરંતુ ત્યાં હાજર રામજી ભરવાડે જગ્યા ખાલી કરવા ઇન્કાર કરતા સ્ટાફ તબેલા અને દુકાનનો સરસામાન કાઢવા ગયો ત્યારે રામજી ભરવાડે વિજયભાઈને તમાચો મારી તબેલામાંથી પાઈપ લાવી ડે.એન્જીનીયર રાજેન્દ્રભાઇને ડાબા હાથે મારતા ઇજા થઈ હતી.

આ પણ વાંચો : અમદાવાદ : 'હવસખોર ચોકીદાર' રજિસ્ટરમાંથી મેળવતો યુવતીઓનાં નંબર, મોકલતો હતો બીભત્સ સંદેશા

તે સમયે લાલા ભરવાડ અને અન્ય એક વ્યક્તિ ત્યાં આવ્યા હતા અને સ્ટાફ ઉપર છુટ્ટા પથ્થરો મારતા પરમભાઈએ પોલીસને જાણ કરી હતી. સ્થળ ઉપર અમરોલી પોલીસ પહોંચતા હુમલો કરનારા ત્રણેય ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે અમરોલી પોલીસે પરમભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Published by: Jay Mishra
First published: May 16, 2021, 1:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading