સુરત : વરાછામાં પતિ-પત્નીનો ઝઘડો બન્યો જીવલેણ, પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી જિંદગી ટૂંકાવી, 3 સંતાનો થયા નિરાધાર


Updated: May 22, 2021, 12:44 PM IST
સુરત : વરાછામાં પતિ-પત્નીનો ઝઘડો બન્યો જીવલેણ, પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી જિંદગી ટૂંકાવી, 3 સંતાનો થયા નિરાધાર
પ્રતિકાત્મક તસવીર

પતિ-પત્ની વચ્ચેનો સામાન્ય ઝઘડો બન્યો મહિલાના આપઘાતનું કારણ, બાળકોએ નાનપણમાં જ માનો ખોળો ગુમાવી દીધો

  • Share this:
સુરતમાં (Surat) મોટા વરાછા (Varacha) ખાતે રહતી પરિણીતાને (Wife) તેના પતિ સાથે થયેલા સામાન્ય ઝઘડામાં લાગી આવતા થોડા દિવસ પહેલાં અનાજમાં નાખવાની (Suicide) ઝેરી દવા પીધી હતી. જોકે પરિણીતાનું (Wife) સારવાર દરમિયાન મોત (Death) થઈ જતા 3 બાળકાઓએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ મામલે અમરોલી પોલીસે (Surat Police) ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે. આમ વધુ એકવાર સુરતમાં સામાન્ય બાબતોએ એક પરિવારનો માળો વીખી નાખ્યો છે જ્યારે ઝઘડાની આડમાં આપઘાત કરનાર મહિલાના માસૂમ બાળકોએ માતાની છાયા ગુમાવી દીધી છે.

સુરત શહેરમાં આપઘાતની સતત ઘટના વધી રહી છે. તેમાં પણ યુવાનોનાં આપઘાતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે ત્યારે કોઈને કોઈ કારણોસર લોકોની સહનશક્તિ ઘટી રહી છે. ત્યારે સુરતના મોટા વરાછા ખાતે પતિ-પત્નીના સામાન્ય ઝઘડામાં પરિણીતાએ એવું કરી નાખ્યું કે પરિવાર વેર વિખેર થઇ ગયું છે.

આ પણ વાંચો :  રાજકોટ : સ્પામાં યોજાયેલી યુવક-યુવતીઓની દારૂ પાર્ટીમાં 'ધિંગાણું', ઈજાગ્રસ્ત યુવતીએ સિવિલમાં પણ મચાવી ધમાલ

મૂળ અમરેલીના વતની  અને હાલમાં સુરતના  મોટા વરાછામાં સુમેરૂ સ્કાય રેસીડેન્સીમાં રહેતા  પરેશભાઈ ગજેરા પરિવાર સાથે રહે છે. જોકે પોતે  એમ્બ્રોઈડરીનુ કારખાનું ચલાવી પરિવારનું આર્થિક ભારણ પોષણ કર છે .પરેશ ભાઈના લગ્ન  દક્ષાબેન સાથે 15 વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્ન જીવન ખૂબ સરસ ચાલતું હતું અને લગ્ન જીવન દરમિયાન દક્ષાબેનને  સંતાનમાં 13 વર્ષની દીકરી અને 7 વર્ષના બે ટ્વીન્સ દીકરા-દીકરી છે.

આ પણ વાંચો : સુરત : યોગીચોકના સલૂનવાળાએ મંગાવ્યું હતું 24.60 લાખનું ડ્રગ્સ, ખેપીયાઓ ઝડપાઈ જતા ભાંડો ફૂટ્યોજોકે ગત તારીખ  19 મીના રોજ પતિ પત્નીને કોઈ બાબતે સામાન્ય ઝગડો થયો હતો  થયો હતો જોકે આ ઝગડાનું એટલી હદે લાગી આવ્યુ કે આ પરિણીતા એ પોતાના ઘરમાં આવેશમાં આવી જઈને અનાજમાં નાખવાની ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો :  વાવઝોડાની અસર ચોમાસાની પેટર્ન પર થશે? જાણી લો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

જોકે, ઘટનાની જાણકારી મળતા પતિ  સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યા પરિણીતાનું 20મી તારીખે સવારે સારવાર દરમિયાન મોત થયું હતું. જોકે પરિણાતાના મોતને પગલે 3 બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી હતી. જોકે આ મહિલાએ આ પગલું ભર્યુ તેને લઇને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. મહિલાના આપઘાતને લઈને અનેક સવાલો સર્જાઈ રહ્યા છે. જોકે, મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે
Published by: Jay Mishra
First published: May 22, 2021, 12:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading