સુરત : ઉલટી ગંગા! સાસુ પાસે વહુએ માંગ્યું 'દહેજ' કહ્યું, 'મારા પિતાને 50 લાખ આપવા પડશે'


Updated: June 18, 2021, 8:07 PM IST
સુરત : ઉલટી ગંગા! સાસુ પાસે વહુએ માંગ્યું 'દહેજ' કહ્યું, 'મારા પિતાને 50 લાખ આપવા પડશે'
પ્રતિકાત્મક તસવીર

પુત્ર વધુએ સાસુને ઘરમાં રહેવા માટે રૂપિયા 50 લાખની માંગણી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો, અવિશ્વસનીય ઘટના

  • Share this:
અત્યારસુધી સાસરીમાં (Maternal Home) પરણિતા પાસે સાસુ સસરા દહેજ (Dowry) પેટે રૂપિયા માંગતા હોય છે અને રૂપિયા નહિ આપતા પુત્રવધૂને ત્રાસ આપતા હોવાની ઘટના જોઈ હશે પણ સુરતમાં ઉલટી ગંગા જોવા મળી છે. સુરતના (Surat) વરાછામાં (Varacha) પુત્રવધુએ સાસુને ઘરમાંથી હાંકી કાઢવા માર માર્યો હતો. પુત્રવધુએ (Daughter In Law) સાસુને કહ્યું કે, આ મારું સાસરુ છે. તમારે મારા પિતાને 50 લાખ રૂપિયા આપવા પડશે.

આજના ઝડપી યુગમાં દહેજ માટે અનેક પરણીતાને સાસરિયા ત્રાસ આપતા હોવાની એક ફરિયાસ સામે આવી છે અનેક ફરિયાદમાં પોલીસ ફરિયાદ થઇ છે પણ આજે એક એવી ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.  જે ફરિયાદ સમય પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી. અહીંયા સાસુએ પોતાની પુત્ર વધુને દહેજ માટે ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મૂક્યાની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : હારીજ : ધોળે દિવસે યુવકની છરીના ઘા ઝીંકી ફાયરિંગથી હત્યા કરનાર 3 ઝડપાયા, ખૂની ખેલનું કારણ બહાર આવ્યું

સુરતના  વરાછા મિની બજારમાં અંકુર ચોકડી પાસે વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા હીરાના વેપારી કાળુભાઈ જીવાભાઈ દુધાતનો દીકરાે રોનકના લગ્ન મોટા વરાછામાં પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા કિરણ લાઠીયાની દીકરી શ્વેતા સાથે થયા હતા

આ પણ વાંચો : વડોદરા : લવ જેહાદના નવા કાયદા બાદ પ્રથમ કેસ, મુસ્લિમ યુવકે માર્ટીન નામ આપી ધર્મપરિવર્ત કરાવ્યું, દુષ્કર્મનો આક્ષેપ

.શ્વેતા અને રોનક મુંબઈ ફરવા ગયા ત્યારે શ્વેતાના પિતા પણ મુંબઈ ગયા હતા. ત્યાંથી સ્વેતાના પિતાએ કાળુભાઈને ફોન કરીને કહ્યું કે,મારી દીકરીને હું ઘરે લઈ જાવ છું, તમારા દીકરાને તમારા ઘરે બોલાવી લો. અમારે છુટાછેડા લેવા છે ત્યાર બાદ બંને પરિવારે સુરતમાં મિટિંગ કરતા શ્વેતાના પિતાએ ડિવોર્સ માટે ૫૦ લાખ માંગ્યા હતા.

તેથી રોનકે ડિવોર્સ આપવાનો ઇનકાર કરતા શ્વેતા તેના પિતાના ઘરે રહેવા ગઈ હતી. ગુરુવારે સવારે 7 વાગ્યે સાસરે આવી સાસુ કાંતાબેનને કહેવા લાગી કે, મારું સાસરું છે,હું મારા ઘરે રહેવા આવી છું. તમારે રહેવું હોય તો મારા પિતાજીને 50 લાખ રૂપિયા આપવા પડશે નહીં તો તમે ઘરમાંથી બહાર નીકળી જાવો તેમ કહીને ગાળો આપી હતી.

આ પણ વાંચો : સુરત : ઘરેથી કાઢી મૂકેલા યુવકની થઈ હત્યા, જે મિત્રના ભરોસે હતો તેણે જ મારી નાખ્યો!ત્યાર બાદ સાસુને બે તમાચા મારી હાથ-પગ તોડાવી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તમે 50 લાખ રૂપિયા ન આપો તો તમારા પરિવારજનોને ખોટા દહેજના કેસમાં ફસાવી દેવાની અને હું દવા પી લઈશ એવી ધમકી આપી બુમાબુમ કરી હતી.

આ પણ વાંચો : સુરત : સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની યુવતીઓને ગ્રાહકદીઠ અપાતા હતા 500 રૂપિયા

જોકે આ પરિવારનો ઝગડો પોલીસ મથકે પોચીયો હતો અને જ્યાં સાસરૂંએ પોતાની પુત્ર વધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુઓ દાખલ કરી વધુ તપાસ સારું કરી છે.
Published by: Jay Mishra
First published: June 18, 2021, 8:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading