સુરત : સરાજાહેર કાલુની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, રાહુલ એપાર્ટમેન્ટની ટોળકીએ કરી હત્યા


Updated: August 25, 2021, 6:20 PM IST
સુરત : સરાજાહેર કાલુની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, રાહુલ એપાર્ટમેન્ટની ટોળકીએ કરી હત્યા
ત્રણ આરોપીની ધરપકડ

પાસમાં જાણવા મળ્યું છે કે બંને રાહુલ એપાર્ટમેન્ટ અને ગુરજીતસિંહ વચ્ચે છેલ્લા દોઢ માસથી જૂની અદાવતને લઈ દુશ્મનાવટ ચાલી આવી હતી

  • Share this:
સુરત : ઉધના વિસ્તારમાં સરાજાહેર યુવકની થયેલી કરપીણ હત્યા (Surat Murder) મામલે પોલીસે ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે આ હત્યામાં સામેલ મુખ્ય બે આરોપીઓની ઉધના પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. યુવકની કરપીણ હત્યા (Murder) છેલ્લા દોઢ માસથી ચાલી આવતી જૂની દુશ્મનાવટમાં કરવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હત્યામાં સામેલ મુખ્ય આરોપી રાહુલ એપાર્ટમેન્ટ (Rahul Apartment) અગાઉ પણ સૂર્યા મરાઠી (Surya Marathi) હત્યા કેસમાં સંડોવાયેલ છે.જે હાલ પેરોલ જમ્પ કરી ફરાર છે.

સુરતમાં યુવાનની સારા જાહેરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે સમગ્ર મામલે ૩ જેટલા આરોપીની ધરપડક કરી છે. સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો ઉધના કૈલાશ નગર ચોકડી નજીક 24મી ઓગસ્ટના રોજ સરાજાહેર ગુરજીતસિંહ ઉર્ફે કાલુ નામના યુવકની કરપીણ હત્યાની ઘટના બની હતી. છેલ્લા દોઢ માસથી ચાલી આવતી દુષ્મનાવટમાં રાહુલ એપાર્ટમેન્ટ સહિત તેની ટોળકી દ્વારા આ હત્યા કરવામાં આવી હતી. જે હત્યાની ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ હતી.

ઉધના પોલીસે હત્યાની ઘટનામાં મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.દરમ્યાન મંગળવારના રોજ મળેલ બાતમીના આધારે ઉધના પોલીસના સ્ટાફે હત્યામાં શામેલ આરોપીઓ પ્રથમ પાટીલ, પ્રશાંત પાટીલ અને નાગીયા નાગરે નામના શખ્સોની ધરપકડ કરી હતી. જયારે હત્યાના મુખ્ય આરોપી રાહુલ એપાર્ટમેન્ટ અને તેના ભાઈ અજય એપાર્ટમેન્ટનો પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોરાજકોટ : 'પદૂષણને લીધે ભાનુભાઈએ જીવ આપી દીધો, ચાર દીકરીઓને વિલાપ કરતી છોડી'

પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે બંને રાહુલ એપાર્ટમેન્ટ અને ગુરજીતસિંહ વચ્ચે છેલ્લા દોઢ માસથી જૂની અદાવતને લઈ દુશ્મનાવટ ચાલી આવી હતી. જે અદાવતમાં રાહુલ એપાર્ટમેન્ટ સહિત અણી ટોળકી દ્વારા યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. જો કે હાલ સમગ્ર મામલે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: August 25, 2021, 5:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading