સુરત : પતિ નાઇટ ડ્યૂટીએ જાય ત્યારે ઘરમાં આવતો પાડોશી, ધમકી આપી 3.5 વર્ષ સુધી કર્યુ યૌન શોષણ


Updated: September 20, 2021, 7:12 PM IST
સુરત : પતિ નાઇટ ડ્યૂટીએ જાય ત્યારે ઘરમાં આવતો પાડોશી, ધમકી આપી 3.5 વર્ષ સુધી કર્યુ યૌન શોષણ
સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક ચકચારી ફરિયાદ નોંધાઈ છે જેમાં 25 વર્ષની પરિણીતાએ પાડોશી પર સાડા ત્રણ વર્ષ સુધી યૌન શોષણ કરવાનો આરોપ મૂક્યો છે.

Surat Godadara Rape Case : એક સંતાનના પિતા વિરૂધ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, ૩ વર્ષ બ્લેકમેઇલિંગ કરી યૌનશોષણ કરતો હતો, 'સંતાનોને અને પતિ અને સંતાનોને મારી નાખવાની ધમકી આપી'

  • Share this:
સુરત : સુરત શહેરના લિંબાયત પોલીસ મથકમાં (Rape Case in Limbayat Police Station Surat) એક મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. મહિલાના આરોપ મુજબ તેની સાથે સાડા ત્રણ વર્ષ સુધી યૌન શોષણ કરવામાં આવ્યું છે Neighbor Raped Married Woman for Three and Half Year in Godadara Surat ). યૌન શોષણ કરનાર વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ ફરિયાદીનો જૂનો પાડોશી છે. પાડોશી  ગોડાદરા વિસ્તારમાં નાઇટ શીફટમાં ગયેલા પતિની ગેરહાજરીમાં રહેણાંક રૂમમાં ઘુસી જઇ પતિ અને દીકરીઓને મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર એક સંતાનના પિતા વિરૂધ્ધ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાઈ (Surat Rape Case Police Complain) છે. પરિણીતાએ (Married Woman) ભાડાનું ઘર બદલ્યું તો પણ સંબંધીને મળવાના બહાને આવી ધર્મેન્દ્ર ચંદ્રભાન દુષ્કર્મ આચરતો હતો. જો કે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગોડાદરામાં રહેતી મહારાષ્ટ્રીયન પરિણીતાનું બિહારી પડોશીએ સાડા ૩ વર્ષ બ્લેકમેઇલિંગ કરી યૌનશોષણ કરતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે આરોપી ધર્મેન્દ્ર ચંદ્રભાનની ધરપકડ કરી હતી. ગોડાદરામાં રહેતા મૂળ મહારાષ્ટ્રની 25 વર્ષીય યુવતીને સંતાનમાં 1 પુત્રી છે. પતિ સંચા ખાતામાં જોબ કરે છે.

3 વર્ષ પહેલાં પડોશમાં રહેતા ધર્મેન્દ્ર બૈજનાથસિંગ ચંદ્રભાન સાથે પારિવારિક સંબંધો હોય તેમના પરિવાર સાથે તેઓ બહાર હરવા-ફરવા પણ જતા હતા. ધર્મેન્દ્ર તેઓના ઘરે પણ આતો હતો. દરમિયાન યુવતીના પતિ નાઈટ ડયૂટીએ જાય ત્યારે મોડીરાત્રે ઘરે આવી ધર્મેન્દ્ર યુવતી સાથે મીઠી-મીઠી વાતો કરતો હતો.

આ પણ વાંચો : સુરત : નજીવી બાબતમાં ઝઘડો! ત્રણ લવરમૂછિયાઓએ પથ્થર-છરીનાં ઘા ઝીંકી યુવકની હત્યા કરી

ત્યારે રાત્રે 11 વાગ્યે ધર્મેન્દ્ર પ્રેમીલા ના રૂમ માં ઘુસી જઇ હું તને તારા પતિ કરતા સારી રીતે રાખીશ, હરવા ફરવા લઇ જઇશ એમ કહી એક વખત તેને બળજબરી કરી યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ રીતે એક વખત સંબંધ બાંધ્યા બાદ પતિ અને સંતાનને મારી નાંખવાની ધમકી વારંવાર ઘરે આવી ધર્મેન્દ્ર શારીરિક શોષણ કરતો હતો.
ધર્મેન્દ્રની કરતૂત થી કંટાળી તેઓએ ઘર બદલી નાંખ્યું છતાં તેની હરકતો જારી રહી હતી. ધર્મેન્દ્ર વરેલી રહેવા ચાલ્યો ગયો છતાં યેનકેન પ્રકારે ઘરે આવી બદનામ કરવા ની ધમકી કહો કે બ્લેકમેઇલિંગ કરી યૌનશોષણ કરતો હતો. આખરે પીડિતાએ પોલીસનું શરણું લીધું હતું. લિંબાયત પોલીસે બળાત્કારનો ગુનો નોંધી ધર્મેન્દ્ર બૈજનાથસિંગ ચંદ્રભાનની ધરપકડ કરી હતી.
Published by: Jay Mishra
First published: September 20, 2021, 6:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading