સુરત : હેવાનિયતની હદ વટાવતો કિસ્સો, ચપ્પુની અણીએ ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ


Updated: May 11, 2021, 5:12 PM IST
સુરત : હેવાનિયતની હદ વટાવતો કિસ્સો, ચપ્પુની અણીએ ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

Surat Rape Case : નરાધમ આંગણે રમતી બાળકીને ચોકલેટ કે બિસ્કિટ ખવડાવવાની લાલચ આપી પોતાના ઘરમાં લઈ ગયો હતો. અને ત્યારે બાદ ચપ્પુની અણીએ બાળકી સાથે દુષ્કર્મ કરી છોડી ગયો

  • Share this:
સુરતમાં (Surat) નાની બાળકી પર દુષ્કર્મ (Rape)ની ઘટના સતત વધી રહી છે  ત્યારે સચિન GIDCમાં  વધુ એક બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી હતી. બાળકી ઘર આંગણે રમી રહી હતી તે સમયે પડોશી યુવક તેને ઉપાડી ગયો હતો અને ચપ્પુની અણીએ તેની પર દુષ્કર્મ આચરી તેને છોડી ગયો હતો લોહીલુહાણ હાલતમાં બાળકી મળી આવતાં માતા-પિતા પણ ચોંકી ઉઠયા હતા અને સમગ્ર મામલે પોલીસનું શરણ લીધું હતું જેથી પોલીસે સમગ્ર મામલે બાળકીની મેડીકલ તપાસ કરાવી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ હતી અને આ મામલે ગુનો નોંધી આરોપી યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના નાની બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાના દિવસે ને દિવસે વધી રહી છે જેને લઇને આ બાળકોની સુરક્ષાને લઇને માતા-પિતામાં પણ ભયનો માહોલ ફેલાયો છે ત્યારે સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં વધુ એક ચાર વર્ષની બાળકી પીંખાઇ જતા ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો : રાજકોટ : ‘હું ને મારી માં ઝાડીઓ વચ્ચે છૂપાઈને બેઠા છીએ, મારો ભાઈ અમને ફરીથી મારશે તેવી બીક છે’

આ પણ વાંચો : રાજકોટ : મધર્સ ડેના દિવસે ઘરે આવ્યો દીકરીનો મૃતદેહ, પુત્ર અને પતિ બાદ પુત્રીનું પણ મોત

પાડોશમાં રહેતો સોનુ ઉર્ફે બંટી વર્મા નામનો ઈસમ ઘર આંગણે રમતી બાળકીને ચોકલેટ કે બિસ્કિટ ખવડાવવાની લાલચ આપી પોતાના ઘરમાં લઈ ગયો હતો. અને ત્યારે બાદ ચપ્પુની અણીએ બાળકી સાથે દુષ્કર્મ કરી છોડી ગયો હતો. જો કે નરાધમની હવશનો શિકાર બનેલી બાળકીને લોહી લુહાણ હાલતમાં જોતા પરિવાર સ્તબ્ધ રહી ગયો હતો ને સમગ્ર મામલે પોલીસનું શરણું લીધું હતું.
આ પણ વાંચો : સુરત : વરાછામાં 'કપલ બોક્સ' પર પોલીસના દરોડા, કૉફી શોપમાં એકઠા થયેલા છોકરા-છોકરીઓની અટકાયત

આ પણ વાંચો : મહેસાણા : મોબાઇલની દુકાનમાંથી તસ્કરોએ રૂપિયા 9 લાખનો માલ ચોર્યો, ઘટના CCTVમાં કેદ

જેથી પોલીસે સમગ્ર મામલે બાળકીને સિવિલમાં શારીરિક તપાસ માટે મોકલતા માસૂમને દાખલ કરી દેવાય છે. શારીરિક તપાસમાં બાળકીના ગુપ્તભાગ પાસેથી ઇજાના નિશાન પણ મળી આવ્યા છે. પોલીસે આ ઘટનામાં ફરિયાદ દાખલ કરી આરોપી સોનુને ઝડપી પાડ્યો છે. સીનુ યુપીનો રહેવાસી અને સુરતમાં એકલો રહે છે તેમજ મિલમાં કલરકામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ મામલે પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.
Published by: Jay Mishra
First published: May 11, 2021, 5:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading