સુરત : પોશ એરિયામાં નોકરાણી રાખતા પહેલાં ચેતજો! આ મહિલાઓની કરતૂતો જાણી પોલીસ પણ ચોંકી ગઈ


Updated: July 12, 2021, 8:52 PM IST
સુરત : પોશ એરિયામાં નોકરાણી રાખતા પહેલાં ચેતજો! આ મહિલાઓની કરતૂતો જાણી પોલીસ પણ ચોંકી ગઈ
સુરતમાં નેપાળની વતની મહિલાઓ નોકરાણીના સ્વાંગમાં કરતી હતી તસ્કરી

સેટેલાઈટ વિસ્તારના એક મકાનમાં ચોરી કરી ભાગી છુટેલી બે મહિલાઓને સીસીટીવીના આધારે પોલીસે ઝડપી પાડી

  • Share this:
સુરતના (Surat) સૌથી પોશ ગણાતા એવા વેસુ (Vesu) સિટીલાઇટ (City Light) વિસ્તારમાં નોકરાણી (Servant) તરીકે કામ પર લાગ્યા બાદ ચોરીને અંજામ (Theft) આપતી નેપાળી મહિલા ગેંગ ઘણા લાંબા સમયથી સક્રિય હતી. જોકે થોડા દિવસ પહેલા એક મકાનમાં ચોરી થયા બાદ પોલીસે (Police) આ દિશામાં તપાસ શરૂ કરી હતી અને ખાસ કરીને રસ્તા ઉપર લાગેલા સીસીટીવીની (CCTV) મદદથી બંને નોકરાણી  ઓને ચોરીના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, પૂછપરછમાં એક તબક્કે મહિલાની વાતો સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

સુરત શહેરના સૌથી પોશ ગણાતા એવા સિટીલાઇટ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી નોકરાણી તરીકે કોઈ વ્યક્તિના મકાનમાં લાગ્યા બાદ મહિલા દ્વારા આ મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવતો હતો.

આ પણ વાંચો : સુરત : દારૂ સંતાડવાનું ચોરખાનું જોઈ પોલીસ માથું ખંજવાળવા લાગી, 827 બોટલ સંતાડી હતી

જોકે ચોરીની ઘટનામાં નેપાળી મહિલાઓ હોવાની પોલીસને વિગત મળી..આ ઉપરાંત ગત 4 તારીખે સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા અભિષેક બંગલો ના 1 મકાનમાં બે મહિલાઓ નોકરાણી તરીકે કામે લાગ્યા બાદ મકાનમાંથી ચોરી કરી ફરાર થઈ ગઈ હતી.

આ પણ વાંચો : સુરત : બેફામ TRB જવાનની દાદાગીરીનો Viral Video, રીક્ષા પર દંડાવાળી કરી નુકસાની કરી

જોકે દોઢ એક લાખ રૂપિયાની મત્તાની ચોરી થયા બાદ પોલીસે આ દિશામાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી ત્યારે ખાસ કરીને પ્રાર્થના તથા citylight ના રસ્તામાં આવતા તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરતા બે મહિલાઓ આર સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
આ બંને મહિલાઓની તપાસમાંથી અન્ય મકાનોમા ચોરી કર્યાની વિગતો પણ સામે આવી શકે છે.


આ તમામ વિગતોના આધારે પોલીસે મૂળ  પથરીયા -૨ , થાના . કૈલાલી જી.કલાલી ( નેપાલ )  અને હાલમાં  ગૌરીશંકર સોસાયટી , પનામાં ગામ સુરત તથા અમરતલાવાડી , કતારગામ   સીતા ઉર્ફે સીતલી  રતન વિશ્વાકર્મા  જવરસીંગ વિશ્વાકમાં જયારે પથોરીયા -૨ , થાના . કૈલાલી જી.કેલાલી ( નેપાલ )  અને હાલમાં , ગૌરીશંકર સોસાયટી , પનાસ ગામ સુરત તથા અમરતલાવાડી , કતારગામ માં રહેતી  રીમા ઉર્ફે તારા  બલ બહાદુર વિશ્વાકર્મા  ગૌપાલ ઉર્ફે રણસીંગ વિશ્વાકર્માઝડપી પાડી તેમની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચો : ડાંગ : આ શક્તિવર્ઘક ઔષધિની ખેતી કરી ખેડૂતો કમાઈ રહ્યા છે લાખો રૂપિયા, 1200-1400 રૂ. કિલોનો ભાવ

આ મહિલાઓની પૂછપરછ કરતાં મહિલા નોકરીના નામે જુદા જુદા મકાનોમાં નોકરી પર લાગ્યા બાદ ચોરી કરતી હતી અને આ મહિલા પકડાયા બાદ અને ગુનાઓના ભેદ ઉકેલાયા છે ખાસ કરીને નોકરાણીના નામે નોકરી પર લાગ્યા બાદ ચોરી કરતી હોવાથી પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત આ ગેંગમાં કોણ કોણ સંડોવાયેલું છે આ મહિલાઓએ ક્યાં ક્યાં ચોરી કરી છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by: Jay Mishra
First published: July 12, 2021, 8:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading