સુરત Accident Video: બાઈક બળદને ભટકાયું, યુવાનો રોડ પર પડતા ડમ્પર ફરી વળ્યું, કરૂણ મોત

News18 Gujarati
Updated: September 24, 2021, 10:40 PM IST
સુરત Accident Video: બાઈક બળદને ભટકાયું, યુવાનો રોડ પર પડતા ડમ્પર ફરી વળ્યું, કરૂણ મોત
ઓલપાડ કીમ હાઈવે પર અકસ્માત સીસીટીવી વીડિયો

નોકરીએ જવા નીકળેલા બે યુવાનોને અકસ્માત નડ્યો જેમાં એકનું સ્થળ પર જ મોત નિપજ્યું છે, જ્યારે એક જીવન મરણ વચ્ચે હોસ્પિટલમાં ઝોલા ખાઈ રહ્યો છે

  • Share this:
કેતન પટેલ, સુરત : રાજ્યમાં લોકડાઉન (Lockdown)માં છૂટ બાદ અકસ્માત (Accident)ની ઘટના દિવસેને દિવસે વધુને વધુ સામે આવી રહી છે. વાહન ચાલકની નજીવી ભૂલને પગલે રોડ અકસ્માત (Road Accident)માં લોકોના કમોતે મોત થઈ રહ્યા છે. ત્યારે આજે સુરતના ઓલપાડ-કીમ હાઈવે (Olpad kim highway accident) પર આવી જ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં નોકરીએ જવા નીકળેલા બે યુવાનોને અકસ્માત નડ્યો જેમાં એકનું સ્થળ પર જ મોત નિપજ્યું છે, જ્યારે એક જીવન મરણ વચ્ચે હોસ્પિટલમાં ઝોલા ખાઈ રહ્યો છે. આ અકસ્માતની ઘટનાને વીડિયો (Accident CCTV Video) પણ સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લાના ઓલપાડ-કીપ સ્ટેટ હાઈવે પર આજે સવારે 9.57 મિનીટે બાઈક સવાર બે યુવાનો અકસ્માતનો ભેગો બન્યા હતા, જેમાં એક યુવાનનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે બીજો યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેને સુરતની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં એક રસ્તા પર જઈ રહેલા બે બળદ યુવાનના મોત માટે નિમિત બન્યા, અને કાળ બનીને આવેલ ડમ્પરે યુવાનનો જીવ લઈ લીધો.

વિગતે ઘટનાની વાત કરીએ તો, ઓલપાડ-કીમ હાઈવે પરથી રોજની જેમ બે યુવાન મિત્રો નોકરીએ જવા માટે સવારે બાઈક પર નીકળ્યા હતા. બાઈક લઈ જઈ રહ્યા હતા ત્યારે આગળ એક ગોવાલક પોતાના બળદ લઈ જઈ રહ્યો હતો, આ સમયે બાઈક બળદ પાસેથી પસાર થાય છે, ત્યારે બળદ ભડકી ઉઠે છે, જેમાં બાઈક ચાલક અડફેટે આવતા નીચે પડી જાય છે, તેઓ જેવા નીચે પડે છે તેજ સમયે પાછળ આવતું ડમ્પર તેમના ઉપર થઈ પસાર થઈ જાય છે. આ અકસ્માતમાં એક યુવાનના માથા પરથી ટાયર ફરી વળતા એકનું સ્થળ પર જ મોત નિરજે છે, જ્યારે બીજો યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તુરંત સ્થાનિકો ભેગા થઈ જાય છે, અને 108ની ટીમને બોલાવતા ઈજાગ્રસ્ત યુવાનને ગંભીર હાલતમાં સુરત સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે.

આ પણ વાંચોસુરત: માતા-પિતા માટે લાલબત્તી સમાન, ધોરણ-10ની વિદ્યાર્થીની સાથે રંગરલીયા મનાવતો યુવક ઝડપાયો

પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી જાય છે. આ મામલે તપાસ કરતા પુરી ઘટનાનો સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. આ અકસ્માતમાં મૃતક યુવાન ઓલપાડની દ્વારકાધીશ હાઈસ્કૂલના પ્રિન્સીપાલનો જુવાનજોધ પુત્ર હોવાનું જાણવા મળે છે. જ્યારે ઈજાગ્રસ્ત યુવાન કદરામાં ગામનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, બંને સવારે એક બાઈક પર નોકરીએ જવા માટે નીકળ્યા હતા અને આ અકસ્માતનો ભોગ બન્યા હતા.મહત્વની વાત એ છે કે, આ પુરી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, યુવાનો બાઈક પર જઈ રહ્યા હતા તે સમયે, ગોવાલક દ્વારા રસ્તા પર લઈ જવામાં આવી રહેલ બળદ ભડકે છે, અને તેમની અડફેટે બાઈક પરથી બંને યુવાનો રોડ પર પડે છે, એજ સમયે પાછળ આવેલું ડમ્પર તેમને કચડી નાખે છે. ડમ્પરનું ટાયર એક યુવકના ઉપર થઈ પસાર થઈ જતા યુવકનું સ્થળ પર જ દર્દનાક મોત નિપજ્યું હતું. પોલીસે મૃતક યુવાન અને ઈજાગ્રસ્ત યુવાનના પરિવારને જાણ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Published by: kiran mehta
First published: September 24, 2021, 10:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading