સુરત: ધોળા દિવસે બેંક સ્ટાફને બાનમાં લઈને લાખોની લૂંટ, મહિલાકર્મીની બોચી પકડીને ધક્કો માર્યો, બનાવ સીસીટીવીમાં કેદ

News18 Gujarati
Updated: October 12, 2021, 4:46 PM IST
સુરત: ધોળા દિવસે બેંક સ્ટાફને બાનમાં લઈને લાખોની લૂંટ, મહિલાકર્મીની બોચી પકડીને ધક્કો માર્યો, બનાવ સીસીટીવીમાં કેદ
લૂંટનો બનાવ સીસીટીવીમાં કેદ.

Bardoli bank robbery: બારડોલીના મોતા ગામ ખાતે સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં તમંચાની અણીએ લાખોની લૂંટ. લૂંટારુઓએ મહિલાકર્મીની બોચી પકડીને ધક્કો માર્યો.

  • Share this:
સુરત: સુરત જિલ્લા અને શહેર (Surat city)માં આજે લૂંટના બે બનાવ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાં બિલ્ડરની ઓફિસમાંથી 90 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. બીજો બનાવ બારડોલી (Bardoli) ખાતે બન્યો છે. જ્યાં બેંકના કર્મચારીઓને બંધક બનાવીને ધોળા દિવસે રોકડની લૂંટ (Robbery in Bank) ચલાવવામાં આવી છે. આ બંને કેસમાં હાલ પોલીસ તપાસ કરી રહી છે. બારડોલામાં ધોળાદિવસે બનેલી લૂંટને પગલે ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી સીટીવીમાં જોઈ શકાય છે કે ત્રણ લૂંટારુ બેંક (Surat bank robbery)માં ધસી આવે છે. જે બાદમાં બેંકના સ્ટાફને ધમકાવવા લાગે છે. તેમના હાથમાં તમંચો પણ જોઈ શકાય છે. થોડા સમય પછી બેંકના સ્ટાફને એક રૂમમાં જવાનું કહેવામાં આવે છે. આ દરમિયાન લૂંટારું અમુક બેંકકર્મીઓ પર હાથ ઉપાડતા પણ નજરે પડે છે. જેમાં મહિલા સ્ટાફનો પણ સમાવેશ થાય છે. એક લૂંટારું મહિલાકર્મીની બોચી પકડીને તેને ધક્કો મારતો નજરે પડે છે.

તમંચો બતાવી સ્ટાફને બાનમાં લીધો

સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમીડેટ (The Surat district Co-operative Bank limited), મોતા શાખા (Mota branch) બારડોલી ખાતે લૂંટની ઘટના બની છે. બારડોલીના મોતા ગામ ખાતે ધોળા દિવસે લૂંટને અંજામ આપીને ત્રણ લૂંટારું ફરાર થઈ ગયા છે. ત્રણમાંથી બે લૂંટારું પાસે તમંચા હોવાનું સામે આવ્યું છે. આ આખો બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. ત્રણેય લૂંટારુઓએ બપોરના સમયે બેંકમાં કોઈની અવરજવર ન હોય તેવા સમયે પહોંચ્યા હતા અને બેંકના સ્ટાફને બાનમાં લઈને લૂંટ ચલાવી હતી.

લૂંટના બનાવ બાદ સ્થાનિક પોલીસ અને એલ.સીબી. પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બેંકના કર્મચારીઓના નિવેદન લીધા હતા. લૂંટારુઓએ 15 જ મિનિટમાં લૂંટને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે બેંકમાં 10.40 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. લૂંટ ચલાવ્યા બાદ ત્રણેય લોકો બાઇક પર ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને લૂંટારુઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય એક કેમેરામાં લૂંટારું કેદ

બેંકમાંથી લૂંટ ચલાવીને બાઇક પર ભાગેલા ત્રણેય લૂંટારું બેંકથી 100 મીટર દૂર એક ઘરમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ ગયા છે. લૂંટ કરીને ભાગ્યા બાદ બાઇક બંધ પડી જતાં બે લૂંટારું બાઇકને ધક્કો મારીને ભાગતા નજરે પડ્યા હતા. જ્યારે એક લૂંટારું રોકડ સાથેનો થેલો લઈને ભાગતો નજરે પડ્યો હતો.બિલ્ડરની ઓફિસમાંથી 90 લાખ રૂપિયાની ચોરી

સુરતમાં 90 લાખ રૂપિયાની ચોરીનો બનાવ (90 lakh rupees cash tehft) સામે આવ્યો છે. આ ચોરી ખટોદરા વિસ્તારમાં એક બિલ્ડરની ઓફિસ (Builder office)માં થઈ છે. રાત્રે બે શખ્સો બિલ્ડરની ઓફિસમાં ઘૂસ્યા હતા અને 90 લાખની રોકડ થેલામાં ભરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે. જોકે, બંને તસ્કરો ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ (CCTV) થઈ ગયા છે. જેમાં તેઓ રોકડ સાથેના થેલા લઈને ભાગતા નજરે પડે છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ મામલે વધારે તપાસ શરૂ કરી છે. દિવાળી અને નવરાત્રી (Navratri 2021) સમયે જ ચોરી થતાં અન્ય લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.શહેરના ન્યુ સિટીલાઇટ રોડ પર આવેલી સેન્ટ થોર્મસ સ્કૂલની બાજુમાં બિલ્ડર ગોપાલ ડોકાણી (Builder Gopal Dokani) ઓફિસ આવેલી છે. જેમાંથી રોકડની ચોરી થઈ છે. મોડી રાત્રે બે શખ્સો ઓફિસમાં ઘૂસી ગયા હતા અને માત્ર 30 મિનિટમાં 90 લાખ રૂપિયાની રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે. આ બનાવ સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by: Vinod Zankhaliya
First published: October 12, 2021, 4:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading