USAમાં સુરતના પટેલ દંપતી પર ગોળીબાર, પત્નીનું કરૂણ મોત, મોટેલ સંચાલક પતિ ગંભીર


Updated: March 7, 2021, 8:20 AM IST
USAમાં સુરતના પટેલ દંપતી પર ગોળીબાર, પત્નીનું કરૂણ મોત, મોટેલ સંચાલક પતિ ગંભીર
અમેરિકામાં ગુજરાતી દંપતિ પર હુમલો

મૂળ સુરતના રહેવાસી મોટેલ સંચાલક પટેલ દંપતિ પર હિચકારો હુમલો, મહિલાનું મોત મોટેલ સંચાલક સારવાર હેઠળ

  • Share this:
અમેરિકામાં (USA) રહેતા અને હોટલ ઉધોગ સાથે સંકળાયેલા ગુજરાતીઓ પર સતત હુમલા સાથે તેની ગોળી મારી હત્યા કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક ગુજરાતી દંપતિ અને તેમાં પણ સુરતના (Surat) ભરથાણા નારહેવાસી (Gujarati Couple) 20 વર્ષથી  અમેરિકામાં સ્થાઈ થયેલા દંપતી પર ફાયરિગની (Firing) ઘટના સમયે આવી છે. જોકે, ફાયરિગ બાદ પત્નીનું મોત થયું છે જયારે પતિ હાલ સારવાર હેઠળ છે. આમ અમેરિકાના ગન કલ્ચરના કારણે વધુ એક ગુજરાતી પરિવાર ખંડિત થયું છે જ્યારે જગતજમાદારી કરતા અમેરિકાની તેના જ ગન કલ્ચર પર પકડ ન હોવાનું સાબિત થયું છે.

અમેરિકામાં હોટલ ઉધોગ સાથે જોડાયેલા અને મૂળ સુરતના ભરથાણાના કણબી પટેલ પરિવાર છેલ્લા 20 વર્ષથી અમેરિકાના  મેરીલેન્ડમાં સ્થાઈ થયેલ છે અને અહીંયા મોટેલનો બિઝનેસ  સાતેહ સંકળાયેલા છે જોકે પતિ દિલીપ અને પત્ની ઉષા  શુક્રવારે પોતાની હોટલ પર હતા ત્યારે કેટલાક અજાણ્યા ઈસમો આવીને લૂંટના ઇરાદે દંપતી ફરી ફાયરિગ કરી દંપતીને ગંભીર ઇજા કરીને ભાગી છૂટ્યાં હતા.

આ પણ વાંચો :  સુરત : વરાછામાં અસામાજિક તત્વોનો આતંક! આઘેડને જાહેરમાં માર માર્યો, બનાવનો Video થયો Viral

જોકે, તાતકાલિક દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં પત્ની ઉષા બહેનનું કરુંણ મોટ થઇ ગયું હતું. જોકે, પતિ દિલીપ ભાઈ હાલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાની સુરત માં રહેતા તેમના પરિવારને જાણકારી મળતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ પરિવારને હાલમાં સરકાર તરફથી કોઈ મદદ મળી હોવાની માહિતી મળી નથી.

પણ અમેરિકા રહેતા તેમાં સંબંધી દ્વારા જાણકારી મળી છે. જોકે છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં રહેતા ગુજરાતીઓ પર સતત હુમલા અને તેમના વેપારના સ્થળ પર લૂંટના ઇરાદે તેમના પર ફાયરિગ ની ઘટના બનતી આવી છે. ત્યારે આ વખતે સુરતનો પરિવાર લૂંટારૂઓનાં નિશાન પર હોવાને લઈને દંપતી ભોગ બનતા સમગ્ર વિસ્તરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.આ પણ વાંચો : સુરત : પિતાની નજર સામે દીકરાની હત્યા! યુવકને માથે તલવારના ઘા માર્યા, હાથ-પગમાં હથોડાના ઘાં ઝીંક્યા

આ દંપતીને બે બાળકો છે જેમાંથી મોટો દીકરો પણ હોટલ ઉધોગ સાથે જોડાયેલા છે.  સુરત ખાતે તેમના સંબંધી રહે છે પણ તેમનું સુરત ખાતેનું મકાન હાલમાં બંધ છે ત્યારે જોવાનું એ રહ્યુ કે આવા સતત બની રહેલા મામલાઓને ત્યાંની સરકાર કેવા પ્રકારના પગલાં ભરે છે.
Published by: Jay Mishra
First published: March 7, 2021, 8:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading