સુરત : આને કહેવાય 'જમ' જેવો 'જમાઈ'! પહેલા સાળી સાથે Rape, જેલમાંથી છૂટી સાળાને ઉતાર્યો મોતને ઘાટ?


Updated: July 24, 2021, 10:08 PM IST
સુરત : આને કહેવાય 'જમ' જેવો 'જમાઈ'! પહેલા સાળી સાથે Rape, જેલમાંથી છૂટી સાળાને ઉતાર્યો મોતને ઘાટ?
બનેવીએ સાળાની હત્યા કરી

મોટી બહેને પ્રેમ લગ્ન કર્યા હતા, બનેવીએ સાળી સાથે રેપ કર્યો. જામીન પર બહાર આવી સાળાને પણ મોતને ઘાટ ઉતાર્યો હોવાની આશંકા

  • Share this:
સુરત : શહેરમાં ફરી એક વખત પારિવારીક સભ્ય દ્વારા જ હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. થોડા દિવસ પહેલા જ એક બાળકનું તેના સગા બનેવીએ અપહરણ કરતાં પરિવારે ખટોદરા પોલીસમાં ફરિયાદ આપી હતી. આજે આ બાળકની હત્યા કરાયેલી લાશ ડુમસ વિસ્તારમાંથી મળી આવી છે. પોલીસે તપાસ કરતા લાજપોર જેલમાં બળાત્કારના ગુનામાં સંડોવાયેલા આરોપીએ જેલમાંથી છૂટ્યા બાદ સગા સાળાનું અપહરણ કરી તેની ઘાતકી હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા સાઇલેન્સરમાંથી આજે 11 વર્ષના બાળકની હત્યા કરેલી લાશ મળી આવતાં સમગ્ર શહેરની પોલીસ દોડતી થઇ ગઇ હતી. માસૂમ બાળકની ઓળખ પરેડ કરતા ખટોદરા વિસ્તારમાં બે દિવસ પહેલા ગુમ થયેલા બાળકની સાથે મેચ થઈ હતી. આ બાળકનું અન્ય કોઈ નહીં પણ તેના સગા બનેવીએ અપહરણ કરીને લઇ ગયા બાદ હત્યા કરી હોવાની પોલીસને આશંકા છે.

આ પણ વાંચોOMG : 10 વર્ષથી કચરો વીણી ઘરને બનાવી દીધુ કબાડખાનું, વૃદ્ધ દંપતીના પુત્ર પ્રેમની દુ:ખદ કહાની!

તમને જણાવી દઈએ કે, મૃતક બાળકની મોટી બહેન સાથે આરોપી યુવાનના પ્રેમ લગ્ન થયા હતા. થોડા સમય પહેલાં આરોપી જમાઈએ પત્નીની નાની બહેન સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેને લઇને આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ લાજપોર જેલ ખાતે મોકલી આપ્યો હતો. જોકે લાંબા સમયથી જેલમાં આરોપી તરીકે રહેલા યુવાનને તેની પત્નીએ જ જામીન પર છોડાવ્યા હતો અને થોડા દિવસ પહેલા જામીન પર છૂટી, સતત યુવતીના પરિવાર સાથે સમાધાન કરવા માટે પ્રેશર કરતો હતો, પણ સાળી સમાધાન કરવા માટે તૈયાર ના થતા આરોપી બનેવીએ પોતાના સગા સાળાનું અપહરણ કરી તેની હત્યા કરી પરિવાર સાથે બદલો લેવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોસુરતમાં ગજબ મોત : ટ્રક ડ્રાઈવરને લૂંટવા ગયા લૂટારૂ, ટોળાએ ઘેરી લેતા પોતાની જાતને જ ચપ્પુ મારી દીધુ

પોલીસને હવે બાળકની લાશ મળી આવતા, પોલીસે આ મામલે તાત્કાલિક અસરથી અપહરણના ગુનાને, હવે હત્યાના ગુનામાં તબદીલ કરી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પરિવાર દ્વારા સગા બનેવીએ જ સાળાની હત્યા કરવાનો આક્ષેપ કરતા સુરતના ખટોદરા અને ડુમસ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
Published by: kiran mehta
First published: July 24, 2021, 10:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading