આંકડાઓને ક્યારેય ન જોઈ શકનાર વિદ્યાર્થીએ આપી ગણીતની પરીક્ષા

News18 Gujarati
Updated: March 20, 2018, 9:27 PM IST
આંકડાઓને ક્યારેય ન જોઈ શકનાર વિદ્યાર્થીએ આપી ગણીતની પરીક્ષા

  • Share this:
હાલ પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓ પરીક્ષાના ટેન્શનમાં ગળાડુબ છે. ત્યારે સુરતમાં ભણતો વિઘ્નેશ બીજા કરતા એટલે અલગ છે, કેમ કે, તે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં ગણીતની પરીક્ષા આપી રહ્યો છે. પ્રજ્ઞાચક્ષુઓ માટે ગણીત વિષય ઓપ્શનલ હોય છે. વિઘ્નેશે ક્યારેય આંકડાઓ જોયા નથી ફક્ત અનુભવ્યા છે. તે છતાં પણ તેણે ગણીતની પરીક્ષા આપી. બ્રેઈલ લીપીથી દાખલાઓ ગણીને તેણે ધોરણ 10માં બોર્ડની પરીક્ષા આપી. બોર્ડ દ્વારા જ્યારથી પ્રજ્ઞાચક્ષુઓ માટે ગણીતનો વિષય ઓપ્શનલ કરવામાં આવ્યો ત્યાર પછી ગુજરાતના આ વિદ્યાર્થીએ પ્રથમ વખત ગણીત વિષય રાખી પરીક્ષા આપી છે.

આંકડાઓને ક્યારેય ન જોઇ શકનાર આજે આપી રહ્યો છે ગણીતની પરીક્ષા, સુરતની અંધજન શાળાનો વિદ્યાર્થી વિઘ્નેશ આજે ગણીતની પરીક્ષા આપી રહ્યો છે. આમ તો પજ્ઞાચક્ષુઓ માટે ગણીત ઓપ્શનલ વિષય હોય છે ત્યારે આવા વિદ્યાર્થીઓ ફક્ત સંગીત પસંદ કરતા હોય છે ત્યારે વિઘ્નેશ દ્વારા લેવામાં આવેલો ગણીતનો વિષય તેની હિંમતને બિરદાવવા જેવો છે.

આજે ગણીતની પરીક્ષા હતી. બીજા વિદ્યાર્થીઓની જેમ અંધજન સ્કૂલનો વિદ્યાર્થી વિઘ્નેશ પાઠક પણ ગણીતના દાખલા ઉકેલશે. જો કે વિઘ્નેશ બીજા વિદ્યાર્થીઓ કરતા તે માટે જુદો પડે છે કેમ કે તેને ક્યારેય આંકડાઓ જોયા જ નથી, માત્ર અનુભવ્યા છે. વિઘ્નેશ સંપૂર્ણ અંધ છે, બ્રેઇલ લીપીથી દાખલાઓ ગણીને આજે બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. આવી ઘટના સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર બની રહી છે. ગુજરાત રાજ્યમાં બોર્ડમાં વિદ્યાર્થીઓ માટે ગણીત ઓપ્શનલ વિષય છે ત્યારે સમગ્ર ગુજરાતમાં 1985 બાદ આ પ્રથમ ઘટના છે કે કોઇ પ્રજ્ઞાચક્ષુ ગણીત વિષય સાથે પરીક્ષા આપી રહ્યો છે.

આનંદ પટણી
ન્યુઝ 18 ગુજરાતી
સુરત
Published by: Mujahid Tunvar
First published: March 20, 2018, 9:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading