સુરત : 5 લાખની ઠગાઈના આરોપીને ટેટૂ ભારે પડ્યું! હાથમાં ચિતરાવેલા 'S' પરથી ભાંડી ફૂટી ગયો


Updated: July 10, 2021, 5:38 PM IST
સુરત : 5 લાખની ઠગાઈના આરોપીને ટેટૂ ભારે પડ્યું! હાથમાં ચિતરાવેલા 'S' પરથી ભાંડી ફૂટી ગયો
વેપારીને છેતરનાર ઠગ ગેંગ ઝડપાઈ ગઈ ટેટૂએ ફોડ્યો ભાંડો

ફર્નિચરના વેપારીને 7.50 લાખનું પરચૂરણ આપી અને 5 સામા પાંચ લાખ આપવાના નામે છેતરનાર ઠગની ઓળખ ટેટૂથી થઈ

  • Share this:
બારડોલીના (Bardoli)  ફર્નિચરના વેપારીએ લાલચમાં આવી રૂપિયા 5 લાખ રૂપિયા ગુમાવાનો વારો આવ્યો હતો. વેપારીને ઠગબાજે ફોન કરી પોતાનું ટ્રસ્ટ ચાલે છે અને ટ્રસ્ટમાં આવેલ રૂપિયા 7.50 લાખનું પરચુરણ  પાંચ લાખમાં આપવાની લાલચ આવી વિશ્વાસમાં લીધા બાદ વેસુમાં (cheating) પૈસાની આપલે કરવા માટે બોલાવ્યા બાદ નજર ચુકવી પૈસાને થેલો લઈને મોપેટ ઉપર રફુચ્ચર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધીને ગણતરીનાં કલાકોમાં જ બે ઠગબાજને ઝડપી પાડ્યા હતા.

બાબીનની પાછળ શાસ્ત્રીનગર સોસાયટીમાં રહેતા ફારક જુમ્માભાઈ ખટીક બારડોલી કડોદ રોડ ઉપર હેમંત કાટમાળના નામથી જુનુ ફર્નીચર લે-વેચનો ધંધો કરે છે. ફારૂકભાઈને એક મહિના પહેલા અમીત નામના વ્યકિતએ ફોન કરી પોતાનુ ટ્રસ્ટ ચાલે છે અને ટ્રસ્ટના પરચુરણ રૂપિયા અમારી પાસે છે જા તમે અમને 5 લાખ રૂપિયા આપસો તો અમે તેના બદલામાં રૂપિયા 10, રૂપિયા 20 તથા રૂપિયા 50 ની પરચુરણ નોટો મળી સાડા સાત લાખ રૂપિયા આપીશું અને અમે આવુ કામ કરતા નથી તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો.

આ પણ વાંચો : સુરત : દારૂ સંતાડવાનું ચોરખાનું જોઈ પોલીસ માથું ખંજવાળવા લાગી, 827 બોટલ સંતાડી હતી

ઠગબાજે સતત અઠવાડિયા સુધી ફોન કરી અમુક રૂપિયાના બદલામાં વધારે રકમનું પરચુરણ આપવાની વાત કરી બાટલીમાં ઉતાર્યો હતો. ઠગબાજાની વાતોમાં લાલાચમાં આવી ફારૂકે બે મહિના પહેલા ઘર વેચાણના આવેલા રૂપિયા તેની પાસે હોવાથી પૈસા આપવા તૈયાર થયો હતો.

અને ગત તા 16 જૂનના રોજ પલસાણાથી સચીન તરફ આવતા હોટલમાં મળ્યા હતા અને રૂપિયા લેતીદેતીની વાતચીત કરી હતી. અમીતના જમણા હાથમાં અંગ્રેજીમાં ઍસ લખેલુ હતું.  હોટલમાં અમીતે તેના મુખ્ય વ્યકિત સાથે મોબાઈલ પર વાત કરાવી વિશ્વાસમાં લીધો હતો.
અને બીજા દિવસે ઍટલે ૧૭મીના રોજ ફારૂક પૈસા લઈને હોટલ પાસે મળ્યા હતા ત્યાંથી ઠગબાજ ફારુકની બાઈક પર બેસી આગળ જવા દો મારા માણસો આગળ ઉભા છે તેમ કરી આભવા ચોકડી થઈને વેસુ  આગમ શોપીંગ મોલ પાસે લઈ ગયો હતો ત્યાં રોડની સામે મોપેટ પર માણસો પૈસા લઈને ઉબો છે.

આ પણ વાંચો : ડાંગ : આ શક્તિવર્ઘક ઔષધિની ખેતી કરી ખેડૂતો કમાઈ રહ્યા છે લાખો રૂપિયા, 1200-1400 રૂ. કિલોનો ભાવ

કહી તેની પાસે લઈ ગયો હતો ત્યાં બંને જણા ફારુકની નજર ચુકવી રૂપિયા 5 લાખ ભરેલ થેલો લઈને રફુચક્કર થઈ ગયા હતા. ત્યારબાદ  ઍક કલાક પછી ફોન કરી તમારા રૂપિયા તમને મળ્યા ન હોય તો બારડોલી ઈસરોલીગામ પાસે આવો હું અહીયા જ છું તમારા રૂપિયા ઍકાદ મહિનામાં પાછા મળી જશે પણ હાલમાં પોલીસ ફરિયાદ કરશો તો કશું નહી મળે તેમય

આ પણ વાંચો : સુરત : સ્પાની આડમાં ધમધમતું વધુ એક કૂટણખાનું ઝડપાયું, મસાજના નામે થતો હતો દેહવેપારકહેતા તેઓ ઈસરોલી ગામ પહોચ્યા હતા અને મોબાઈલ પર કોન્ટેક કરતા સ્વીચ ઓફ આવ્યો હતો. ફારીકે ઠગબાજનો ફોનની રાહ જાવાની સાથે શોધખોળ કર્યા બાદ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ ઠગબાજ મોહંમદ નુરેન મોહંમદ ઈરશાદ અને તેનો સાગરિત સુરજ ગ્યાનચંદ્ન ગુપ્તાને ઝડપી પાડ્યો હતો.
Published by: Jay Mishra
First published: July 10, 2021, 5:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading