સુરતમાં કોરોનાના વિસ્ફોટ વચ્ચે નવા ચૂંટાયેલા નગર સેવકે નિયમો નેવે મૂકી જન્મ દિવસ ઉજવ્યો


Updated: March 19, 2021, 3:44 PM IST
સુરતમાં કોરોનાના વિસ્ફોટ વચ્ચે નવા ચૂંટાયેલા નગર સેવકે નિયમો નેવે મૂકી જન્મ દિવસ ઉજવ્યો
સુરતના એક નગરસેવક નરેન્દ્ર પાંડવ પોતાના જન્મ દિવસ ઉજાણીમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કર્યો હોય તેવી તસવીરો વહેતી થઈ છે.

સુરતના એક નગરસેવક નરેન્દ્ર પાંડવ પોતાના જન્મ દિવસ ઉજાણીમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કર્યો હોય તેવી તસવીરો વહેતી થઈ છે.

  • Share this:
સુરત: ગુજરાતમાં કોરોના (Coronavirus cases surat)ના કેસ સતત વધી રહ્યા છે. સુરત શહેરમાં તો જાણે કે કોરોનનો વિસ્ફોટ જ થયો છે. તંત્ર સતત લોકોને કોરોનાની ગાઇડલાઇન (corona guideline)નું પાલન કરવાની સલાહ આપી રહ્યું છે. તાજેતરમાં જ સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (Surat municipal corporation)ની ચૂંટણી યોજાઈ હતી. કોરોનાના કેસ વધતા ચૂંટાયેલા નગરસેવકો પણ લોકોને સતત કોરોનાના નિયમો પાળવાનં કહી રહ્યું છે. જોકે, લોકોને સલાહ આપતા નગરસેવકો ખુદ આ નિયમોનું પાલન કરી રહ્યા ન હોય તેવો બનાવ સુરતમાં સામે આવ્યો છે. સુરતના એક નગરસેવક નરેન્દ્ર પાંડવ પોતાના જન્મ દિવસ ઉજાણીમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કર્યો હોય તેવી તસવીરો વહેતી થઈ છે.

હાલ ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો છે ત્યારે સૌથી વધુ કેસ સમદાવાદ અને સુરત શહેરમાં આવી રહ્યા છે. આથી તંત્ર દ્વારા લોકોને કોરોના ગાઈડલાઇનનું કડક પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ નિયમોનું પાલન નથી કરતું તો તેને આકરો દંડ ફટકારવામાં આવે છે. જોકે, રાજકીય પાર્ટીઓના આગેવાનોને કોરનાની કોઈ ડર ન હોય તેમ તેઓ લોકોને તો સલાહ આપી રહ્યા છે પરંતુ ખુદ નિયમોનું પાલન નથી કરી રહ્યા. આવું કરીને તેઓ લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

આ પણ વાંચો: અરવલ્લી: યાત્રાધામ શામળાજીમાં હવે ટૂંકા વસ્ત્રો સાથે મંદિરમાં નહીં મળે પ્રવેશસુરત શહેરના વોર્ડ નંબર-7ના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલ નગરસેવક નરેન્દ્ર પાંડવે મૂકબધીર બાળકો સાથે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે કોરોનાના નિયમોનું પાલન કર્યું ન હતું. પોતે માસ્ક પણ પહેર્યું ન હતું. કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ અભાવ જોવા મળ્યો તો. આ રીતે આ નગરસેવકે બાળકોનાં જીવ પણ જોખમ મૂક્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: પત્નીને ઘરકામમાં મદદે આવેલી 28 વર્ષની યુવતી સાથે પતિએ કર્યું 'ગંદુ' કામ

હાલ આ નગરસેવકના જન્મ દિવસની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરો વાયરલ થતા જ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ તંત્ર તરફથી લોકોને અનેક નિયમોનું પાલન કરવાની ફરજ પાડવામાં આવી છે ત્યારે બીજી તરફ નગર સેવક ખુદ નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા હોવાથી લોકોમાં રોષ છે.

આ પણ વાંચો: સુરત: દીકરીની છેડતીની ફરિયાદ કરવા પહોંચેલા માતાપિતાને યુવકના પરિવારે માર્યો માર

આ મામલે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા નરેન્દ્ર પાંડવે જણાવ્યું હતું કે, "મેં તમામ નિયમોનું પાલન કર્યું છે. જન્મ દિવસે હું ક્યાંક બહાર ગયો ન હતો. કદાચ એવું બની શકે કે ફોટો પાડતી વખતે માસ્ક નીચે ઉતાર્યું હોય." જોકે, આટલું કહીને તેમણે કામમાં હોવાનું કહીને ફોન કાપી નાખ્યો હતો.
Published by: Vinod Zankhaliya
First published: March 19, 2021, 3:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading