ખુરશી મોહ: સુરતમાં ભાજપના નગરસેવિકા ડેપ્યુટી કમિશનરની ખુરશીમાં બેસી ગયા, ઑર્ડર પણ આપ્યા!


Updated: May 11, 2021, 8:16 AM IST
ખુરશી મોહ: સુરતમાં ભાજપના નગરસેવિકા ડેપ્યુટી કમિશનરની ખુરશીમાં બેસી ગયા, ઑર્ડર પણ આપ્યા!
મહિલા કાઉન્સિલર વૈશાલી શાહ.

'આવડત વગરના કમિશનર'ના તેવર જોઈને મનપા કર્મચારીએ નગરસેવિકાનો વીડિયો બનાવી વાયરલ કરી દીધો હતો.

  • Share this:
સુરત: તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local body polls- Gujarat) જીત્યા બાદ નગરસેવિકા બનેલી મહિલા સુરતના પોતાના ઝોન વિસ્તારમાં આવેલી મનપાની ઑફિસ (SMC zone office)માં ગયા હતા. જ્યાં તેઓ ડેપ્યુટી કમિશનર (Deputy commissioner)ની કેબિનમાં ગયા હતા અને મર્યાદા ચૂકીને કમિશનરની ખુરશીમાં જ બેસી ગયા હતા અને આદેશ આપવા લાગ્યા હતા. હાલ આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા (Social media)માં વાયરલ થતા નગરસેવિકા સામે લોકોનો રોષ ફૂટી નીકળ્યો છે.

આમ તો ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખાય છે. તાજેતરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય થયા બાદ મોટાપ્રમાણમાં નગરસેવકો ચૂંટાઈ આવ્યાં છે. આ નગરસેવકોએ લોકોની સેવા કરવાની હોય છે ત્યારે વોર્ડ નંબર-11ના નગરસેવિકાએ એવું કૃત્ય કર્યું છે જેની ટીકા થઈ રહી છે.

આ પણ વાંચો: સુરત: એક તરફી પ્રેમમાં પાગલ યુવાને મૉડલ યુવતીને લગ્ન માટે દબાણ કરી જાહેરમાં ફટકારી

વોર્ડ નંબર 11ના નગરસેવિકા વૈશાલી શાહ (Vaishali Shah) ગતરોજ પોતાના મત વિસ્તાર રાંદેર ખાતે આવેલી ઝોન ઓફિસ ગયા હતા. આ ઝોન ઓફિસમાં સી. વાય. ભટ્ટ ઝોનલ ચીફ અને ઝોન ઓફિસના ડેપ્યુટી કમિશનર છે. જોકે, આ મહિલા નાગરસેવિકા પોતાની મર્યાદા ચૂક્યા હતા અને આ અધિકારી ખુરશી પર જેણે બેસી ગયા હતા. જે બાદમાં પોતે કમિશનર હોય તેવા આદેશ શરૂ કર્યાં હતાં.

આ પણ વાંચો: રાજકોટ: જન્મદિને પતિ અને દિયર વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત!

'આવડત વગરના કમિશનર'ના તેવર જોઈને મનપા કર્મચારી દ્વારા આ નગરસેવિકાનો વીડિયો બનાવી લેવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. વીડિયો વાયરલ થતાની સાથે જ નગરસેવિકાને ભાન થયું કે તેઓ મર્યાદા ચૂકી ગયા છે.આ પણ વાંચો: પ્રેમમાં અંધ બનેલા પિતરાઈ ભાઈ-બહેને હદ વટાવી, બંનેના લગ્ન થાય તે પહેલા કર્યું આવું કામ


આ પણ વાંચો: અમદાવાદ: 'સાસુ કહેતા તું કાળી છે, સસરા કહેતા તારામાં ભૂત છે, પતિ કહેતો તું બીજા સાથે ચાલુ છે'


જે બાદમાં નગરસેવિકા પોતાની ભૂલ થઈ ગઈ હોવાનું જણાવીને માફી માંગી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ નગરસેવિકાની ઠેર ઠેર ટીક થઈ રહી છે. મનપાના કર્મચારીઓમાં પણ આ મામલે રોષ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી તરફથી તેમના નગરસેવિકા પર આ મામલે કેવા પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું.
Published by: Vinod Zankhaliya
First published: May 11, 2021, 8:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading